ટોપ ન્યૂઝનેશનલ

દસ વર્ષમાં EDએ કરેલા કુલ કેસમાંથી 95 ટકા કેસમાં વિપક્ષના નેતાઓ પર સકંજો

નવી દિલ્હીઃ દિલ્હી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડે ઈડીની કાર્યવાહી સામે ફરી સવાલો ઊભા કર્યા છે. વિરોધપક્ષો આને મોદી સરકારનો વિપક્ષોને નબળા પાડવાનો કારસો કહે છે તો મોદી સરકાર આને ભષ્ટાચારીઓને સજા આપવાની પ્રક્રિયા કહે છે.

આ વાદ-વિવાદ વચ્ચે એનેફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વર્ષ 2014 એટલે કે મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી ત્યારથી વધારે ચાર ગણી વધારે રેડ પાડી હોવાનું એક અહેવાલ કહે છે અને ઈડીએ જેટલા રાજનેતાઓને સંકજામાં લીધા છે, તેમાંથી 95 ટકા કેસ વિપક્ષના નેતાઓ વિરુદ્ધ કરવામાં આવ્યા હતા.

આપણ વાંચો: બ્રેકિંગ: લીકર કેસમાં ઈડીએ કેજરીવાલની કરી ધરપકડ

તપાસમાં બહાર આવ્યું છે કે 2014 અને 2022 વચ્ચે 121 અગ્રણી નેતાઓ EDની તપાસ હેઠળ આવ્યા હતા, જેમાંથી 115 વિપક્ષી નેતાઓ હતા. આ નેતાઓ પર કેસ કરવામાં આવ્યો હતો, દરોડા પાડવામાં આવ્યા હતા, પૂછપરછ કરવામાં આવી હતી અથવા ધરપકડ કરવામાં આવી હતી. આ કુલ કેસોમાં 95% છે. જ્યારે યુપીએ શાસન (2004 થી 2014) હેઠળ એજન્સી દ્વારા નોંધાયેલા કુલ 26 રાજકારણીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 14 વિપક્ષી નેતાઓ હતા એટલે અડધા નેતા સત્તાધારી પક્ષના પણ હતા.

EDના કેસમાં વધારા માટે PMLAને મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે. કાયદો હવે એજન્સીને જામીનની કડક શરતો સાથે ધરપકડ અને જપ્તીની સત્તા આપે છે. વિપક્ષે સંસદમાં EDનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે એજન્સી દ્વારા તેમને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એજન્સીના અધિકારીઓ એમ પણ કહે છે કે તેની કાર્યવાહી બિન-રાજકીય છે અને અન્ય એજન્સીઓ અથવા રાજ્ય પોલીસ દ્વારા અગાઉ નોંધાયેલા કેસો પર આધારિત હોય છે.

આપણ વાંચો: Money Laundering Case: યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતાના નિવાસ્થાને ઈડીના દરોડા, દીકરાની ધરપકડ

2014 થી સપ્ટેમ્બર 2022 વચ્ચે EDની રડારમાં આવેલા વિપક્ષી નેતાઓની પક્ષવાર વિગતો જોઈએ તો કોંગ્રેસ 24, TMC 19, NCP 11, શિવસેના 8, DMK 6, BJD 6, RJD 5, BSP 5, SP 5, TDP 5. , AAP 3, INLD 3, YSRCP 3, CPM 2, NC 2, PDP 2, Ind 2, AIADMK 1, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 1, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 1 અને BRS 1 એમ છે. ત્યારબાદ આપના ત્રણ મોટા નેતા ઈડીની ઝપેટમાં આવ્યા છે.

જોકે વિપક્ષો એવો દાવો પણ કરે છે કે ભાજપ નેતાઓ સામે ઈડી કે સીબીઆઈનું શસ્ત્ર ઉગામે છે અને જો તે નેતાઓ તેમના પક્ષમા જોડાઈ જાય તો તેઓ કાર્યવાહી ધીમી પડી જાય કે બંધ થઈ જાય છે. વિપક્ષો ભાજપને વૉશિંગ મશીન કહે છે કે ભ્રષ્ટાચારીઓ ભાજપમાં જઈ ચોખ્ખા થઈ જાય છે, તેવા આક્ષેપો પણ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button