ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, ચીન સિવાય અન્ય દેશોને ટેરિફમા 90 દિવસની રાહત, શેરબજારોમાં તેજી…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવો ટેરિફ લાગુ કરવા મુદ્દે યુ ટર્ન લીધો છે. તેમણે ચીન સિવાય અન્ય દેશો પર ટેરિફ લાગુ કરવા 90 દિવસની રાહત આપી છે. જેના પગલે વિશ્વમા તમામ શેરબજારોમા તેજી જોવા મળી હતી. જેમાં S&P 500 એ વર્ષ 2008 પછીનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાવ્યો હતો. જ્યારે ડોલર મજબૂત થયો અને ટ્રેઝરી બોન્ડ્સે તેમનો ઘટાડો અટકાવ્યો હતો. જોકે, આ રાહતની અસર આજે ભારતીય શેરબજાર જોવા નહિ મળે કારણ કે આજે મહાવીર જયંતીના લીધે બજાર બંધ છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય ટેરિફની જાહેરાત બાદ વિશ્વના અન્ય દેશોની પ્રતિક્રિયા બાદ લેવામા આવ્યો હોવાનું માનવામા આવી રહ્યું છે.

અમેરિકન શેરબજારમા તેજી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત મુજબ ટ્રમ્પે ચીનથી થતી આયાત પર 125 ટકા ટેરિફ વધાર્યો અને અન્ય દેશોને 90 દિવસની રાહત આપી હતી. જેના લીધે શેરબજાર રાહત મળી. S&P 500 9.5 ટકા, નાસ્ડેક 12.2ટકા વધ્યો હતો. જે વર્ષ 2001 પછીનો તેમનો સૌથી મોટો ઉછાળો હતો. ડાઉ જોન્સમાં 7.87 ટકાનો ઉછાળો નોંધાયો. જોકે, 90 દિવસ પછી પણ રોકાણકારો પરિસ્થિતિ અંગે ચિંતિત છે. નિષ્ણાતો ટ્રમ્પની ટેરિફ નીતિએ બજારના વિશ્વાસને હચમચાવી નાખ્યો હતો. જે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધારી શકે છે.

ડોલર અને ટ્રેઝરી બોન્ડ પર પ્રતિકૂળ અસર

ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પૂર્વે ડોલર નબળો હતો. પરંતુ પાછળથી યેન અને સ્વિસ ફ્રેંક સામે 1 ટકા થી વધુ મજબૂત થયો. 10 -વર્ષના ટ્રેઝરી બોન્ડ્સ પર ઉપજ 4.328 ટકા સુધી પહોંચ્યો. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં બોન્ડના ભાવમાં ઘટાડો થવાને કારણે બજારમાં ભયનો માહોલ હતો.

આ પણ વાંચો: ‘અમે સંપૂર્ણ રીતે તૈયાર…’ ટ્રમ્પના 104% ટેરિફ સામે ચીન ભરી શકે છે આવા પગલા

જાપાનનો નિક્કી 10 ટકા થી વધુ વધ્યો

આ ઉપરાંત વૈશ્વિક બજારની સ્થિતિ પર નજર કરીએ તો, યુરોપિયન શેરબજાર STOXX 600 3.5 ટકા ઘટ્યો, પરંતુ ટ્રમ્પના નિવેદન પછી યુએસ બજારોમાં તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 10 ટકા થી વધુ વધ્યો. નિક્કી ઇન્ડેક્સ 7.38 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 7.12 ટકા વધ્યો.

દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 5.4 ટકા વધ્યો

તેમજ દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 5.4 ટકા વધ્યો, જ્યારે કોસ્ડેક 4.61 ટકા વધ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સે થોડી નબળી શરૂઆતનો સંકેત આપ્યો. ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200 ફ્યુચર્સ ઇન્ડેક્સમાં 7 ટકા નો વધારો જોવા મળ્યો. માર્ચ 2020 પછી આ તેનો સૌથી મોટો વધારો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button