નાગાલેન્ડમાં 6 જિલ્લાના 4 લાખ લોકોએ મતદાન કર્યું નહીં, જાણો કેમ?
પહેલા તબક્કાનું મતદાન પૂરું, બિહારમાં ઓછું પણ પશ્ચિમ બંગાળમાં વધુ વોટિંગ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે દેશભરમાં 102 બેઠક પર મતદાન પૂરું થયું હતું, જેમાં સૌથી વધુ બંગાળ અને સૌથી ઓછું બિહારમાં થયું હતું. આમ છતાં નાગાલેન્ડના છ પૂર્વીય જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ કલાકો સુધી મતદારોની રાહ જોતા રહ્યા હતા, પરંતુ ચાર લાખમાંથી સિંગલ મતદાર મતદાનમથકે ફરક્યો નહોતો, જે બાબત ચર્ચાનું કારણ બન્યું હતું.
દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને નાગાલેન્ડ સહિત આસામની અલગ અલગ લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું. આમ છતાં નાગાલેન્ડમાં ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશનની આહ્વાનને લઈ છ જિલ્લાના મતદાતાને મતદાન કરવા પહોંચ્યા નહોતા, જે ચોંકાવનારી વાત હતી.
જે જિલ્લાને અલગ રાજ્ય બનાવવાની માગણી કરી રહ્યા છે, જેમાં નાગાલેન્ડના મોન, તુએનસાંગ, લોંગલેંગ, કિફિરે, શામતોર અને નોફ્લાક સહિત છ જિલ્લાનો સમાવેશ થાય છે. ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરીની માગ કરનારા સ્થાનિક લોકો દ્વારા બંધની માગણી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન નેફ્યુ રિયોએ આજે કહ્યું હતું કે ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશનની એફએનટીની માગની કોઈ સમસ્યા નથી, કારણ કે આ અગાઉ ક્ષેત્રના લોકો દ્વારા સ્વતંત્રતાની ભલામણ કરી છે.
ઈએપીઓ પૂર્વ ક્ષેત્રના સાત આદિવાસી સંગઠનનું મુખ્ય યુનિટ છે. અધિકારીએ કહ્યું હતું કે જિલ્લા પ્રશાસન અને અન્ય ઈમર્જન્સી સેવાને બાદ રાખીને પૂર્વ નાગાલેન્ડના રસ્તાઓ પર પણ જાહેર જનતાના વાહનોની પણ કોઈ અવરજવર જોવા મળી નહોતી.
નાગાલેન્ડના મુખ્ય ચૂંટણી અધિકારી આવા લોરિંગે કહ્યું હતું કે રાજ્યના 738 મતદાન કેન્દ્ર પર સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાનકર્મચારી હાજર રહ્યા હતા, જેમાં 20 વિધાનસભાના ક્ષેત્રનો સમાવેશ થાય છે. નવ કલાક સુધી એક પણ મતદાર મતદાન માટે આવ્યા નહોતા. એની સાથે 20 વિધાનસભ્યોએ પણ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો નહોતો.
નાગાલેન્ડમાં 13.25 લાખ મતદારમાંથી પૂર્વ નાગાલેન્ડના છ જિલ્લાના ચાર લાખ મતદાર છે. 41 કિલોમીટર દૂરથી તૌફેમા સ્થિત પોતાના ગામમાં મતદાન કર્યા પછી એફએનટી માટે ડ્રાફ્ટ વર્કિંગ પેપર સ્વીકાર્યું હતું, જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સોંપ્યું હતું.