ટોપ ન્યૂઝનેશનલ

ભારતમાં 2023માં 16 લાખ બાળકોને નથી મળી એકપણ રસી : WHOનો રિપોર્ટ

નવી દિલ્હી: દેશમાં બાળકોના રસીકરણને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં વર્ષ 2023માં 16 લાખ બાળકોને એકપણ રસી આપવામાં નથી આવી. UNICEF અને WHOના એક રિપોર્ટ પ્રમાણે આટલી મોટી સંખ્યામાં બાળકોને રસી આપવામાં ન આવી હોય તેમાં નાયજીરિયા બાદ ભારત બીજા ક્રમાંકે છે. જો કે આ રિપોર્ટ અનુસાર 2021ની સ્થિતિની તુલનામાં 2023ના વર્ષે રસીકરણની બાબતમાં સુધારો થયો છે પરંતુ હજુ તે સંતોષકારક તો નથી જ.

રિપોર્ટમાં જણાવેલ ડેટા અનુસાર ભારતમાં વર્ષ 2021માં 27.3 લાખ બાળકોનું રસીકરણ નથી કરવામાં નહોતું આવ્યું. જો કે 2023માં આ આંક ઘટીને 16 લાખ થઈ ગયો છે. ભારત બાદ 2023માં ઝીરો-ડોઝ રસીકરણ ધરાવતા દેશોમાં ઇથોપિયા, કોંગો, સુદાન અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ટોચના 20 દેશોમાં ચીન 18મા અને પાકિસ્તાન 10મા ક્રમે છે.

આ પણ વાંચો: માણસમાં બ્લડ ફ્લુના કેસની WHOએ કરી પૃષ્ટિ, પશ્ચિમ બંગાળનો બાળક સંક્રમિત

WHO અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2023માં, ભારતમાં જેમણે ઓરી-નિયંત્રણ રસી (MCV 1) નો પ્રથમ ડોઝ ન મેળવ્યો હોય એવા બાળકોની સંખ્યા 16 લાખ હતી. આથી ભારતનો સમાવેશ એવા 10 દેશોમાં થાય છે કે જ્યાં મોટા પાયે બાળકોને રસીકરણ નથી કરવામાં આવ્યું.

WHOએ મંગળવારે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને બાળકોનું રસીકરણ થઈ શકે તેવા તમામ પ્રયાસોને મજબૂત બનાવવા અપીલ કરી હતી. નિષ્ણાતોના મતે રસીકરણથી વંચિત અને ઓછા રસીકરણ વાળા બાળકોની વધતી સંખ્યા પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. કયા ભૂલ થઈ રહી છે તે શોધવાની જરૂર છે. ભારતમાં ‘ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ દ્વારા બાળકોને 12 અલગ-અલગ રસીઓ મફતમાં આપવામાં આવે છે. તેમાં બીસીજી, ઓપીવી, હેપેટાઈટીસ બી, પેન્ટાવેલેન્ટ, રોટાવાઈરસ રસી, ડીપીટી અને ટીટી જેવી રસીઓનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button