ટોપ ન્યૂઝનેશનલ

Road Accident : રાજસ્થાનના ધોલપુરમાં ભીષણ રોડ અકસ્માત, 12 લોકોના મોત

ધોલપુર : રાજસ્થાનના ધોલપુરમાં એક મોટો અકસ્માત(Road Accident)થયો છે. જેમાં જિલ્લાના સુનીપુર ગામ પાસે કરૌલી-ધોલપુર હાઇવે NH 11B પર ભીષણ અકસ્માત થયો હતો. ટેમ્પો અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 12 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સામાજિક પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલો ટેમ્પો ધોલપુરનો છે. પરંતુ જે બસ સાથે તેની ટક્કર થઈ તે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ 12 લોકોના મોત થયા છે અને બે ઘાયલ થયા છે.

| Also Read: ભાજપે 8 રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ…

આ બસ અને ટેમ્પો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોના ટુકડા થઈ ગયા હતા. તેનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે અલગ થઈ ગયો અને ટેમ્પો સંપૂર્ણ દબાઈ ગયો હતો. જ્યારે બસનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો.

ગામમાં શોકનો માહોલ

આ ટેમ્પો ચાલક બાડી શહેરના ગુમત મોહલ્લાનો રહેવાસી છે. ટેમ્પોમાં સવાર તમામ લોકો ભાત કાર્યક્રમમાં હાજરી આપીને બરૌલી ગામથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સ્લીપર કોચ બસે ટેમ્પોને ટક્કર મારી હતી. માહિતી મળતાં જ નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામના મૃતદેહને બાડી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

| Also Read: વાયનાડ બેઠક પર પ્રિયંકાની સામે ભાજપના નવ્યા હરિદાસ મેદાને: કોણ છે નવ્યા હરિદાસ?

દૌસામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા

આ અગાઉ દૌસા જિલ્લાના લાલસોટ શહેરના બસ સ્ટેન્ડ પર એક ઓવરલોડ ડમ્પર બ્રેક ફેલ થવાને કારણે કાબૂ બહાર ગયું હતું અને ત્રણ બાઇક અને એક ખાનગી બસને ટક્કર મારી હતી અને રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં પિતા-પુત્રી સહિત પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. 9 ઘાયલોને જયપુર અને દૌસાની હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા હતા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker