દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ
આ વખતે દશેરાનો તહેવાર 12 ઓક્ટોબરે છે. આ દિવસે દાનનો પણ ઘણો મહિમા છે
આજે અમે તમને જણાવીશું કે દશેરાએ રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ
મેષ રાશિવાળાએ દશેરાના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ તેનાથી કરિયરમાં સફળતા મળશે
વૃષભ રાશિવાળાઓએ ચોખાનું અને મિથુન રાશિના વ્યક્તિએ આખા મગનું દાન કરવું જોઈએ
કર્ક રાશિના લોકોએ દૂધનું દાન કરવું જોઈએ અને સિંહ રાશિના લોકોએ ગોળ અને મગફળીનું દાન કરવું જોઈએ
કન્યા રાશિના જાતકોએ લીલા વસ્ત્રનું અને તુલા રાશિના જાતકોએ સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ
વૃશ્ચિક રાશિના જાતકો લાલ રંગના અને ધનુ રાશિના લોકોએ પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તમારું માન સન્માન વધશે
મકર રાશિના લોકોએ ચામડાના ચપ્પલનું અને કુંભ રાશિના જાતકોએ વાદળી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ
મીન રાશિના લોકોએ વિજ્યાદશમી પર પાકેલા કેળા અને પપૈયાનું દાન
કરવું જોઈએ જેનાથી દેવગુરુ બૃહસ્પતિની કૃપા મળશે.