મસ્તરામની મસ્તીઃ ડખ્ખે ન ચડવું હોય તો આટલું કરો…

મિલન ત્રિવેદી
આપણને લાભ ન થાય તો કંઈ નહીં, પરંતુ ગેરલાભ ન થવો જોઇએ એટલે જીવનમાં `ચુનિ’ઝ લો’ અપનાવવો. ‘સામ સામી ખેંચાણી અને આપણી આંખ મીંચાણી’ આ એક વાક્યમાં જીવનની શાંતિનો મંત્ર છુપાયેલો છે.
વાઇફ ટીપોય સાથે ભટકાઈ હોય ત્યારે તમે એ જોયું નથી એવું રાખો તો એ થોડું બબડી શાંત થઇ જશે પરંતુ જો શું થયું? વાગ્યું? થોડું ધ્યાન રાખીને...' વાક્ય પૂં થાય તે પહેલાં ટીપોય તમારા કારણે જ વાગી તે સાબિત ન થાય ત્યાં સુધી ન જંપે.
ત્રણ વર્ષ પહેલાં મેં કીધું હતું કે અહીં કરતા ખૂણામાં ટીપોય રાખો. નો માયના એમાં હું ભટકાણી `બોલો લ્યો, ડખ્ખો ક્યાંય લેવા થોડો જાવો પડે?’
બીજો નિયમ:
જમવામાં પહેલા, ફોટામાં વચ્ચે અને સભામાં છેલ્લા. આ નિયમનો ફાયદો સમજવા જેવો છે જમવામાં પહેલા એટલે પહેલી પંગત કે જમવાની શરૂઆત થાય કે તરત બધાં કામ પડતાં મૂકી થાળી પકડવી. છેલ્લે ભાવતી વાનગી ખૂટી જાય અને પ્રસંગે આશીર્વાદ દેવાની જગ્યાએ વાનગી ન મળવાના ગુસ્સાને કારણે કંઇક બીજું નીકળી જાય તેનાં કરતાં પહેલાં ઝપટ બોલાવી એ વાનગી ખૂટવાનું કારણ બનવું વધારે સાં.
ફોટામાં વચ્ચે, આપણો સ્વભાવ પહેલેથી જ અત્યંત માયાળુ હોય એટલે ઘરધણી એવું ઈચ્છે કે ફોટામાં નહીં હોય તો જ ચાલશે. આ માટે એણે ફોટોગ્રાફરને દરેક વખતે સમજાવ્યું હોય કે આ ગ્રુપ ફોટામાં જે બાજુ ઊભા રહે તે બાજુ ભલે બીજા બે કપાય પણ આ ફોટામાં ન આવે તે અચૂક જોવું, પરંતુ આપણે વચ્ચે જ ગોઠવાઈ જઈએ તો બેય બાજુ ભલે કપાય! પછી ફોટોગ્રાફર સાથે આપણો ફોટો જોઈને ઘરધણીને ડખ્ખો થવો જોઇએ. એમાં આપણે વચ્ચે ન પડવું.
સભામાં છેલ્લે, અત્યારે રાજનીતિમાં નીતિ નથી રહી એટલે નીતિ વગરના લોકોની સભામાં ક્યારેક પાછળથી પથ્થરમારો થતો હોય છે. વટ મારવા આગળ બેસો આપણને એમ થાય કે ગામ પણ ભલે જાણે કે આપણી પહોંચ કેટલે સુધી છે, પરંતુ જયારે પાછલી બેન્ચવાળા કાંકરી ચાળો કરે ત્યારે આગલી બેંચે અદબવાળી બેસાવાવાળા નિશસ્ત્ર હોય એમાં એનો તોલો રંગાઈ જાય. એના કરતાં સાચા જ્ઞાન પામેલા લોકો સાથે પાછળ બેસવું, જેથી મુઠ્ઠીવાળી ભાગવામાં સરળતા રહે.
ક્યારેક કવિ સંમેલનમાં ગયાં છો? એમાં તો છેલ્લે જ બેસાય. ભૂલેચૂકે જો કોઇ કવિને આગળ બેસીને દાદ અપાઈ ગઈ તો આખું ખંડકાવ્ય તમને જોઈ અને બોલે. તમે દાદ આપતા થાકી જાવ એ કાવ્યો વાંચતા ન થાકે. તમારે જો વચ્ચે બાથરૂમ જવું હોય તો ય એક છેલ્લી રચના ખાસ તમારા માટે એમ કહી અને અડધા ઊભા થયેલા તમને ફરી બેસાડે અને એવું જબરજસ્ત લાંબું લાંબું કાવ્ય ફટકારે અને દરેક કડી બે વાર બોલે જાણે તમને ગોખાવતા હોય તેવી રીતે હથોડાની જેમ ફેકે.
આવા અમુક ધરાહાર કવિઓ, કલાકારો,ગાયકો, હાસ્ય કલાકારોને કારણે જ એડલ્ટ ડાઇપરની શોધ થઈ હશે `ન જઈશ ન જાવા દઈશ’… આવાં સમયે છેલ્લી ખુરસીમાં આરામથી બેસી સહન થાય ત્યાં સુધી સાંભળી પછી ઊભા થઇ ખંખેરી ચાલતા થઇ જવું. આગળથી ઊભા થવું એ ગાળો આપવા વાળાઓને જાતે આમંત્રણ આપવા જેવું જ કામ છે.
ડખ્ખો થાય એટલે અમારા ચુનિયાની જેમ મીંઢા થઈ જવું. એમાં પણ જો ચૂનિયો વાંકમાં હોય તો એક અક્ષર ન બોલે…સામેવાળાનું બ્લડ પ્રેશર વધે પણ ચુનિયો ન બોલે.
આજકાલના જુવાનિયાઓને હાલતા ડખ્ખા થાય છે. નાની નાની વાતમાં બ્રેક અપ’ બોલો. અમારે જોવો બંગડીના ધોકા વાગી વાગી અને લીલ જામ થઇ જાય છે તોય બ્રેક અપ? શક્ય જ નથી. ડખ્ખામાં જીત મેળવવા પુષો તરત જસોરી’ બોલી પ્રયત્ન કરતાં હોય છે, પણ પત્નીઓને એમાં મજા ન આવે. હમણાં એક જગ્યાએ લગ્નનાં 40 વર્ષે એક માજીએ છૂટાછેડા લેવા કોર્ટમાં કેસ દાખલ કર્યો. જજે પૂછ્યું કે ડખ્ખો શું છે કે આટલાં વર્ષે હવે આ છૂટાછેડા?
માજી કહે, સવારથી એની (ભાભાની) કચકચ ચાલું હોય હું બધું સાંભળું, માં નાનું મોટુ કામ પતાવી, જમીને રાડારાડ કરવાની તાકત ભેગી કરી અને હું ચાલું પડું, જજ સાહેબ, આમ માં બોલવાનું ચાલુ થાય કે તરત એનું સાંભળવાનું મશીન કાનમાંથી કાઢી નાખી અને બોખા મોઢે આપણી સામુ ખીખી…ખીખી… હસીને શેર લોહી બળાવે મારે કોઈદી આનંદ જ નહીં લેવાનો?’ ડખ્ખો’ શબ્દ જ એવો છે કે બીજાનો હોય તો જ ગમે. પણ જીવનમાં શાંતિ જોઈતી હોય તો ડખ્ખાથી દૂર રહેવું.
વિચારવાયુ:
આ શેનો ડખ્ખો છે?
કંઈ નહીં `ડખ્ખાથી દૂર રહો ‘ વિષય પર પરિસંવાદ હતો. એમાં પહેલા કોણ બોલશે એમાં દલીલ થઇ અને…
આ પણ વાંચો…મસ્તરામની મસ્તીઃ ગાય્ઝ…GST ફરજિયાત છે, હોં…!