મસ્તરામની મસ્તી : હોય એટલું `બટર’ વાપરો… મહિલા દિવસે!

મિલન ત્રિવેદી
આજે વિશ્વ મહિલા દિવસ…
મહિલાઓને પ્રાધાન્ય આપવાનો સોનેરી અવસર આજે ગણાય. આજના દિવસે તમામ પુષ પોતાના ઘરમાં રહેલા મહિલા સભ્યોને શાબ્દિક રીતે ઉચ્ચ આસન પર બેસાડી ભરપૂર વખાણ કરશે. જરૂરી છે, પરંતુ માં તો માનવું છે કે દિલથી ઈજ્જત આપો તો શાબ્દિક રજૂઆત કરવાની જરૂર નહીં. સામેવાળા સ્ત્રી પાત્રો આપણી રહેણી કહેણીને સમજી જ જાય. આમ છતાં, આ બધાં સ્ત્રી પાત્રોમાં અમુક સ્પેશિયલ પણ હોય છે, જેમકે ગર્લફ્રેન્ડ, પ્રેમિકા, ફિયાંસી, પત્ની.
આ તમામ પાત્રને વિશેષ પ્રશસ્તિની જરૂર રહે છે.
સૌથી વધારે માવજત ગર્લ ફ્રેન્ડની કરવી પડે. શરૂઆતમાં તો સવાર બપોર- સાંજ દવાના ત્રણ ડોઝ હોય તેમ મેસેજ કે રૂબરૂ એના વખાણ કરતો એક એક મેસેજ કરવો પડે.
આપણ વાંચો: રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારીની રાજકોટ મુલાકાત
તેના ગમા -અણગમા પ્રમાણે સરપ્રાઈઝ ગિફ્ટ આપવી પડે. ખોટે ખોટું રિસાઈ જાય ત્યારે સાચે સાચું ચાંપલુસાઈની હદ સુધી પહોંચી મનાવવી પડે. ત્યારે એ પ્રમોટ થઈ અને પ્રેમિકાના લિસ્ટમાં આવે. અહીં `ગોરધન’ ની જવાબદારી વધી જાય છે.
નાની નાની ચોકલેટ કેડબરી કે ફુલ બુકેમાં માની જતી ગર્લફ્રેન્ડ પ્રમોટ થઈ અને પ્રેમિકા બને એટલે ખર્ચ પણ વધે. વેલેન્ટાઇનનું આખું અઠવાડિયું વર્ષ આખાનું બજેટ ખોરવી નાખે. છેલ્લા છ મહિનાથી ભાઈબંધ દોસ્તારોને ચા- પાણી, ઈત્યાદિમાં કાપ મૂકી એમની સાથે કંજૂસાઈની હદ સુધી કરકસર કરી હોય ત્યારે જે ફંડ ભેગું થયું હોય તે વેલેન્ટાઈનના એક જ વીકમાં પીઝા બર્ગરના એક એક બાઈટ તથા કોલ્ડ્રિંકના ઘૂંટડે ઘૂંટડે ઊડતું જોઈ કોઈ પણ જુવાનિયાનો જીવ કળીયે કળીએ કપાતો હોય તેમ છતાં હસતા મોઢે દરેક ડે ઉજવવાના.
પ્રેમિકામાંથી સગાઈ થાય તેવા ઓછા કિસ્સા હોય છે, પરંતુ માની લો કે એની સાથે સગાઈ થઈ જાય એટલે ખર્ચ થોડો વધી જાય. તમારા ખિસ્સામાં 500 રૂપિયા હોય તો તે લઈ અને તમને 50 તથા પોતે પોતાના માટે સાડા ચારસો રૂપિયાનો ખર્ચ કરાવે. ગોરધન હોશે હોશે કરે પણ ખરો.
અને છેલ્લો તબક્કો એટલે પત્ની.
લગ્ન થઈ જાય એટલે શરૂઆતમાં શાહબુદ્દીન સાહેબ કહે છે તેમ `કેટલી ગરમી છે ‘ શબ્દ સાંભળતા જ માઉન્ટ આબુની એસી ડબ્બાની ટિકિટ થઈ જાય. આબુરોડ ઊતરી અને બસની તો સામું પણ ન જોવે અને ટેક્સી કરી સીધા માઉન્ટ આબુ સારામાં સારી હોટલમાં આરામ ફરમાવે. આ જે જર્ની છે તે ઉમળકાની જર્ની છે. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ વાસ્તવિકતા સમજાતી જાય.
આપણ વાંચો: પૈસાથી ચૂંટણી જીતી શકાય…: લાડકી બહેન યોજના અંગે આખરે સુપ્રિયા સુળેએ આપી પ્રતિક્રિયા
પછી જનરલ ડબ્બામાં આબુની જર્ની ચાલુ થાય અને શેરિગ જીપ અથવા એસટીની બસમાં આબુ ધર્મશાળામાં ઉતારો ગોઠવાય.
સમય જતા ફેન્ટસીમાંથી રિયાલિટી સમજાતી હોય છે. આ બધી હસવાની વાત છે બાકી એક વાત નક્કી કે કોઈ પણ બહેનોની એ તાકાત હોય છે કે એક લાખ રૂપિયા હાથમાં આપી અને એમ કહો કે આ મહિનામાં વાપરી નાખજે તો 25માં દિવસે તમારી પાસે આવી બીજા 10,000 માંગે કે ઓલા ખાલી થઈ ગયા છે બીજા આપો.! પરંતુ એ જ બહેનને હાથમાં 10,000 રૂપિયા આપી અને એમ કહો કે `આખો મહિનો આમાંથી પૂં કરવાનું છે.
આ વખતે હાથ થોડો ખેંચમાં છે.’ મહિનાના અંતમાં 3000 રૂપિયા પાછા આપે અને કહે કે 7,000 માં પૂં થઈ ગયું છે!’
જોકે, મારે તો અહીં વાત કરવી છે મહિલા દિવસની. સાચા અને સારી ભાષામાં વખાણ કરો તો લોકોને ગમે. વાસ્તવિક પણ લાગે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયામાં અમુક મહિલા એકાઉન્ટે જે ઉપાડો લીધો છે તે વાત જવા દો. તેનું કારણ હરખપદૂડાપણાની ચરમસીમા વટાવી ગયેલા પુષો જ છે.
રાત્રે કોઈ છોકરીના એકાઉન્ટમાં પોસ્ટ આવે કે `ઊંઘ નથી આવતી’ આટલું લખીને તે સૂઈ જાય અને હરખ પદુડા પુષો આખી રાત જાગી, આંખનું મટકુ માર્યા વગર, ઊંઘ માટેના નુસખા સુજાડતા રહે.
સોશિયલ મીડિયામા છોકરી જો એક પોસ્ટ મૂકે કે
`હાથ ઉપર મચ્છર કરડી ગયું..!’
પોસ્ટ વાંચતા જ ધરતી ફાડીને અચાનક પાતાળમાંથી પ્રગટ થયેલાં બાયુઘેલા સેવાભાવી લોકોની એ પોસ્ટ પરની અમુક કોમેન્ટું ઉપરા ઉપર પડે, જેમકે ..
`ઓહ માય ગોડ…જાનું, તું ઠીક તો છે ને…? બહુ ઊંડો ઘા તો નથી થયો ને? હું એ નાલાયક મચ્છરનું લોહી પી જઈશ. છોડીશ નહીં. મને ખાલી લોકેશન મોકલ કંઈ જગ્યાએ થયું? કોર્પોરેશન ઉપર કેસ કરવો જોઈએ જો તેમણે સફાઈ ઉપર ધ્યાન દીધું હોત તો આજે તને મચ્છર ના કરડ્યું હોત.
મચ્છર એટલામાં જ હશે હું આવું છું. છોડીશ નહીં. પેલા પરસુરામની જેમ તારા એ વિસ્તારને `ન- મચ્છ રિયો ‘ ન કરી નાખું તો મારું નામ બદલી નાખજે.
ઓહ બેબી, તું તાં ધ્યાન રાખજે ચંદનમાં ગુલાબજળના બે ટીપા ઉમેરી ઘા ઉપર લગાડજો ટેક કેર.
હું હમણાં ઘરે આવું છું પછી આપણે હોસ્પિટલ જઈશું. તને મચ્છરનું ઇન્ફેક્શન પણ લાગી શકે છે. ગમે તેટલો ખર્ચ થાય હું બેઠો છું. સ્વીટુ, તું ટેંશન ના લે…! ‘
હવે ધારો કે કોઈ છોકરાએ પણ આ જ પોસ્ટ ફેસબુક ઉપર મૂકી – `હાથ ઉપર મચ્છર કરડી ગયું..! ‘ ત્યારે કેવી કેવી કોમેન્ટસ આવે?
`ડફોળ, ગટરમાં સૂતો હતો કે શું…?
તારે પણ એને કરડી લેવું હતું ને, હિસાબ બરાબર થૈ જાત…
ચાદર ઓઢીને સુવાનું રાખ, લપોડશંખ…
ફાટેલી મચ્છરદાનીમાં સૂઈશ તો આવું જ થાશે…
કછુઆ-છાપ અગરબત્તી સળગાવવાનું રાખ, ભિખારી…
લગ્ન કરી લે હવે, ઘરવાળી મચ્છરનાં ભાગનું પણ લોહી પીઇ જશે. જેથી મચ્છર બીજી વાર તારી પાસે આવતાં પહેલાં પણ વિચારશે.’
પોસ્ટ મૂકનાર પુષને એવું થઈ જાય કે મેં શું કામ પુષ તરીકે જન્મ લીધો?!
વિચારવાયુ:
બહેનો વગરનું વિશ્વ એટલે મીઠાં વગરની રસોઈ.