વીક એન્ડ

ચકલી નાની ને ફૈડકો મોટો

નિસર્ગનો નિનાદ-ધર્મેન્દ્ર ત્રિવેદી

ગામડામાં ઉછેર થયો હોવાનો મોટો ફાયદો એ થાય કે ગ્રામ્યજીવનમાંથી નિપજેલી કહેવતો અને શબ્દપ્રયોગો હૈયે વસી જાય અને જરૂર પડે હોઠે પણ આવી જાય. નાના હતાં ત્યારે “ચકલી નાની ને ફૈડકો મોટો શબ્દ પ્રયોગ અનેક વાર સાંભળેલો અને જ્યારે એ શબ્દપ્રયોગ પોતાના માટે વપરાય ત્યારે હસવું પણ બહુ આવતું. ત્યારે એના શબ્દાર્થ અને નિહિતાર્થ ઓછા સમજાતા પણ એટલું સમજાતું કે દેખીતી રીતે કદમાં નાની વ્યક્તિ મોટી વાત કરી નાખે એ સંદર્ભે આ વાત થતી. મોટા થયા બાદ પ્રકૃતિ અને પંખીડાઓના અભ્યાસમાં એક પંખી ધ્યાનમાં આવેલું જેનું ગુજરાતી નામ છે ચંડૂલ અને ઇન્ગ્રેજી નામ છે લાર્ક. આ પંખી ઊજડ જમીન પર ટોળામાં બેઠા હોય, ચણતા હોય અને એકાએક કોઈ આવી ચડે અથવા ખતરા જેવુ લાગે તો સમૂહમાં એક સાથે એટલા ઝડપથી ઊડે ત્યારે ભર્રર્રર્રર્રર્રર્રર્ર અવાજ એટલા જોરથી આવે કે એવું જ લાગે જાણે હેલિકૉપ્ટર ઊડ્યું ! આમ મારું અનુમાન છે કે લોકબોલીના આવા શબ્દપ્રયોગો પ્રકૃતિના નિરીક્ષણોમાંથી જ આવ્યા હોવા જોઈએ.
પરંતુ તમને સૌને બરોબર ખ્યાલ આવી જ ગયો હશે કે મેં આજે વાત ભલે પંખીડાથી શરૂ કરી, પણ દર વખતની માફક કહીં પે નિગાહે, કહી પે નિશાના જ હશે, અને તમે આમ તો સાચા છો… આજે વાત કરવાની છે એવા ઉંદરની જે કદમાં બહુ નાનો હોય છે, પૃથ્વી પર અતિ વિષમ વિસ્તારોમાં વસે છે, અને મજાની વાત એ છે કે એનું નામ સાંભળીને આપણે તેના દેશ અંગે કલ્પના કરીશું તો એ સાવ ખોટી પડશે. તો આજે જેની ઓળખાણ કરવાની છે તેનું નામ છે “કાંગારું રેટ એટલે કે કાંગારું ઉંદર. હા તમે ખોટા જ છો કારણ કે કાંગારું રેટ પોતાના નામ મુજબ ઓસ્ટ્રેલિયામાં નથી વસતાં, પરંતુ ત્યાંથી હજારો કિલોમીટર દૂર ઉત્તર અમેરિકાના ઉજજડ રણ વિસ્તારોમાં વસે છ, પરંતુ તેનું નામ તેની વિશિષ્ટતાને લીધે કાંગારું પડ્યું છે. આ ઉંદર બીજા જંગલી ઉંદરોની જેમ ચાર પગે નથી ચાલતો પરંતુ પાછળના બે પગે ચાલે છે. એના ચારે પગમાંથી પાછળના બે પગ કાંગારુંની જેમ મોટા અને ખૂબ મજબૂત હોય છે.
કાંગારું ઉંદર દક્ષિણ કેનેડાથી લઈને છેક અમેરિકાના મેક્સિકોના દક્ષિણ છેડા સુધીના રણ અથવા તો એકદમ શુષ્ક કહી શકાય એવા વિસ્તારોમાં વસે છે.
આ ઉંદરોનું કદ માત્ર ત્રણેક ઈંચથી લઈને છ ઈંચ સુધીનું જોવા મળે છે. તેના શરીરની રચના કાંગારું જેવી જ હોય છે એટલે કે પાછળના બે પગ પર ચાલવું, પૂંછડીનો ઉપયોગ સંતુલન માટે અને દોડતી વખતે સંતુલન અને દિશા બદલાવ માટે કરવો. કાંગારું ઉંદરની લગભગ બાવીસ જેટલી પ્રજાતિઓ હોવા છતાં, મોટા ભાગની પ્રજાતિઓ દેખાવમાં એકસરખી જ હોય છે. તેમનામાં તફાવત જાણવા માટે બે ત્રણ માપદંડ હોય છે. એક તો તેમના પાછળના પગની આંગળીઓની સંખ્યા અને દાંતની અને પૂંછડીની રચનામાં પણ તફાવત જોઈ શકાય છે.
મજાની એક વાત એ છે કે કાંગારું ઉંદરડા પોતે ચારથી આઠ ઈંચના હોય જ્યારે તેમની પૂંછડી સાડા પાંચથી લઈને સાડા છ ઈંચ જેટલી મોટી હોય છે મતલબ કે મોટા ભાગની કાંગારું ઉંદરની જાતિઓ પ્રજાતિઓમાં તેમના શરીર જેટલા કદની અથવા તો તેના શરીર કરતાં પણ મોટી હોય છે. કાંગારું ઉંદરડાનું સામાજિક માળખું માનવ જેવુ જ હોય છે.
આપણી જેમ કાંગારું ઉંદરડાઓનો સમાજ પુરુષ-પ્રધાન છે. નર ઉંદરડા આખા કુટુંબ કે જૂથમાં વ્યવસ્થા અને શિસ્ત બનાવી રાખે છે. જે ઉંદર તાકાતવાળો હોય એ એક કરતાં વધુ માદાઓ સાથે પ્રજનન કરે છે અને પોતાની તાકાતના જોરે આખા સમુદાય પર દબદબો બનાવી રાખે છે. આ સમુદાય પર કબજો જમાવવા કે જાળવી રાખવા તાકાતવાળા નરો વચ્ચે યુદ્ધ પણ થાય છે. આ લડાઈ પણ કાંગારું જેવી જ હોય છે. બંને નર ઊંદરો હવામાં કૂદીને એકબીજા પર પાછલા તાકાતવાર પગથી હુમલો કરે છે. કાંગારું ઉંદરોમાં નર આક્રમક હોય છે અને માદા શાંત હોય છે.
એકદમ સુક્કા ભઠ્ઠ રણ પ્રદેશમાં રહેતા હોવા છતાં કાંગારું ઉંદરોને પાણી પીવાની જરૂર ખૂબ ઓછી પડે છે. કારણ કે તેમના ખોરાકમાંથી મળતું પ્રવાહી તેમના શરીર માટે પૂરતું હોય છે. તેઓ રણપ્રદેશમાં જોવા મળતા વિવિધ છોડવાઓના બીજ અને લીલા દાણા અને ક્યારેક તીડ, ફૂદાં અને અન્ય જીવડાંને પણ તેઓ આરોગી જાય છે. તેમનું પેટ ભરાઈ જાય બાદમાં આ ઉંદરો પોતાના ગાલમાં દાણા અને બીજને ભરીને પોતાના દરોની બહાર સુકવણી કરીને પછી જ પોતાના દરમાં તેનો સંગ્રહ કરી રાખે છે. આ ઉંદરો ચોક્કસ પ્રકારના અવાજો કરીને તથા પોતાના પગ પછાડીને થતાં અવાજોથી એકબીજા સાથે વાતચીત કરે છે એવું અભ્યાસોમાં પુરવાર થયું છે.
કાંગારું ઉંદરોનો શિકાર ઘુવડ, સાપ, જંગલી બિલાડા, શિયાળ, ઘોરખોદિયા અને કૂતરા
પણ કરતાં હોવાથી, તેમણે બે ત્રણ પ્રકારે
પોતાનો બચાવ કરવાની પ્રયુક્તિઓ શોધી કાઢી છે. સામાન્ય ઉંદરો કરતાં કાંગારું ઉંદરોના કાન મોટા હોવાથી તેમની શ્રવણશક્તિ ઘણી વિકસિત હોય છે.
રાત્રિના ભોજન માટે ભટકતી વખતે તેઓ ખૂબ સાવચેત રહે છે, થોડી થોડી વારે ઊભા રહીને સાંભળી લે છે અને જો સહેજ પણ શંકા પડે તો અત્યંત ઝડપથી ભાગી જાય છે. બીજી પ્રયુક્તિ એ છે કે જો એકાએક કોઈ શિકારીનો સામનો થઈ જાય તો તેઓ એકદમ સ્ટેચ્યૂ થઈ જાય છે. અને તેમનો રંગ રેતીને મળતો હોવાથી રેતીમાં જ્યારે તેઓ એકદમ સ્થિર થઈ જાય ત્યારે શિકારી તેમને શોધી શકતા નથી. અને આ પ્રયુક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે કાંગારું ઉંદર એક બીજો દાવ ખેલે છે. પોતાના પાછલા પગની તાકાતથી તે હવામાં એકાએક ખૂબ ઊંચો કૂદકો લગાવીને શિકારીને ચોંકાવી નાખે છે અને પછી ભાગી જાય છે.
હવે આ ઊંચો કૂદકો એટલે જરા કલ્પના કરો કે આ છ ઈંચની ઉંદરડી વધુમાં વધુ કેટલો ઊંચો કૂદકો મારી શકતી હશે… મૂળે અડધા ફૂટની આ ઉંદરડી વધી વધીને બે ફૂટ, ત્રણ ફૂટ અરે કદાચ ચાર ફૂટનો કૂદકો મારતી હોય… બરોબરને મિત્રો? ના… હવે ચક્રના અંતે ઠેરના ઠેર આવીને ઊભા છીએ… ચકલી નાની ને ફૈડકો મોટો… હા તો ઉંદરડી નાની ને કૂદકો મોટો રે લોલ… મિત્રો આ ઉંદરડી પર જીવનું જોખમ આવે ત્યારે તે પૂરા નવ ફૂટ ઊંચો કૂદકો હવામાં મારી શકે છે…! છે ને ઉંદરડી નાની ને કૂદકો મોટો? ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…