વીક એન્ડ

કડાકેસ – ફરી એક વાર ડાલીની ટેરિટરીમાં…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

કોસ્ટા બ્રાવાના આ વેકેશનનો હવે અંત નજીક આવી રહૃાો હતો. એમાં કડાકેસ જતાં રસ્તામાં વાત થઈ કે પહેલા દિવસ્ો બાર્સિલોનામાં ખાધા પછી ક્યાંય સારા ચૂરોઝ દેખાયા નથી. જોકે અમે પણ ખાસ કોઈ ફૂડ માર્કેટ કે ખાઉ ગલી પહોંચ્યાં ન હતાં. ત્ો પછી રસ્તાની બ્યુટીન્ો સાઇડમાં રાખીન્ો મેં ન્ોટ પર સર્ચ ચલાવી કે લા એસ્કાલાથી કડાકેસ વચ્ચે ક્યાં સારા ચૂરોઝ મળશે. આ રિજન અત્યંત ટૂરિસ્ટી નથી, એટલે કોઈ પણ બ્ોકરીમાં ચૂરોઝ મળી જાય એવું નહોતું. મોટાભાગ્ો તો ચૂરોઝનાં પોતાનાં અલગ સ્ટોર કે કાફે હોય. જીરોનામાં તો ઘણાં ઠેકાણાં દેખાયાં હતાં, પણ હવે અમે જીરોના જવાનાં ન હતાં. એવામાં દેખાયું કે લા એસ્કાલામાં એક ચૂરોઝનું કાફે છે જે સવારે અન્ો સાંજે માત્ર બ્ો કલાક માટે ખૂલે છે. એ ખાસ કાફેનાં ચૂરોઝ ઓલિવ ઓઇલમાં તળેલાં હોય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં પણ બધેય ચૂરોઝથી માંડીન્ો વોફલ્ઝ હવે જાણે ગલી ગલીમાં મળવા લાગ્યાં છે. છતાંય, ચૂરોઝના ઓરિજિન પર ત્ોની મજા લેવા મળે તો ત્ોન્ો ચૂકી શકાય નહીં. અમે એક વાર ત્ો સાંજે અન્ો ફરી મોર્નિંગ વોક પછી જ્યારે કાફે ખુલ્લું હતું ત્યારે બ્ો વાર ચૂરોઝ દબાવ્યાં.

કડાકેસ જવાનો રસ્તો રોઝીઝનો જ રસ્તો હતા જ, છતાંય જ્યારે બહાર નજર પડતી ત્યારે કુદરતનો આભાર માનવાનું મન થઈ આવતું. કડાકેસ બરાબર રોઝીઝનું જ વર્ઝન હોય ત્ોવું લાગતું હતું. અહીંનો બીચ વ્યુ, ખડકો, પ્રોમોનાડનો વિસ્તાર, બધું જ રોઝીઝ અન્ો બાકીના બીચ ટાઉનન્ો મળતું આવતું હતું. જોકે કડાકેસન્ો બાકીનાં ગામથી અલગ પાડવા માટે અહીં ડાલીનું ઘર છે, જેન્ો મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. કડાકેસ આસપાસ હાઇક કરવાના પણ ઘણા રસ્તા છે. પહેલી નજરે તો અમે ફરી એક વાર ફિગુરેસ પછી ડાલીના ગામમાં આવી ગયાં હોઇએ એવું લાગતું હતું. ફરક એટલો હતો કે આ વખત્ો અમે બરાબર દરિયા કિનારાના નાનકડા ગામમાં હતાં. કડાકેસના પ્રમાણમાં ફિગુરેસ ઇનલેન્ડ હતું. દરિયો જરૂર ડાલીની કલ્પનાન્ો પ્રેરવા માટે થોડોક તો જવાબદાર રહૃાો જ હોવો જોઈએ.

૧૯૩૦થી ૧૯૮૨ વચ્ચેનું જીવન ડાલીએ આ ઘરમાં જ વિતાવ્યું હતું. પોર્ટલિગાટ નામે ઓળખાતું આ ઘર ડાલીનું એકમાત્ર સ્થાયી ઘર હતું, અન્ો આજે પણ ત્ોન્ો વિગત્ો જોવાનું શક્ય છે. ડાલીનાં ચિત્રો અન્ો શિલ્પ એટલાં અલગ જ દુનિયાનાં લાગ્ો છે કે ત્ોના ખરા ઘરન્ો દૂરથી જોઈન્ો નવાઈ લાગ્ો કે ત્ો ઘણા અંશે સાવ સાધારણ રીત્ો રહેતો. ત્ોની કલ્પનાની દુનિયા તો ત્ોના મગજમાં જ હતી. દૂરથી ત્યાં એ જ રિજનનું પારંપરિક સફેદ દીવાલો અન્ો રાતાં નળિયાંનું બન્ોલું ઘર દેખાતું હતું, પણ જરા વિગત્ો જોતાં ત્ોની છત પર પણ સફેદ મોટાં ઇંડાં દેખાવા માંડ્યાં. હવે સ્પષ્ટ હતું, ડાલીની પર્સનાલિટી આ ઘરમાં પણ હાજર હતી જ. અહીં ગાર્ડન હોય, છત હોય કે પ્ાૂલ, ઘરના દરેક ખૂણે ડાલીએ પોતાની છાપ છોડી હતી. ઘરમાં કોઈ પણ સમયે મર્યાદિત મુલાકાતીઓ જઈ શકે ત્ોમ છે, એટલે ત્યાં બુકિંગ કરાવવું ફરજિયાત છે. અમે પણ આગલા દિવસ્ો ફોનથી બુકિંગ કરાવેલું.

ડાલીએ એક માછીમારનું નાનકડું ઘર ખરીદીન્ો ૧૯૩૦ પછી આ ઘરન્ો આજનું સ્વરૂપ આપ્યું હતું. અહીંનો વ્યુ અન્ો માહોલ ત્ોન્ો ભાવી ગયો હતો. વળી આ વિસ્તાર ફિગુરેસથી પણ ઘણો નજીક છે, જ્યાં પાછળથી ડાલીએ થિયેટર અન્ો સ્ટુડિયો બનાવ્યાં હતાં. ખડકો વચ્ચે બન્ોલું આ ઘર ડાલીન્ો અહીં કુદરતમાં જ ઊગ્યું હોય ત્ોવું લાગતું હતું. જિંદગીના દરેક પડાવ પર ત્ો અહીં એક નવો રૂમ ઉમેરતો. ત્ોના મન્ો આ રૂમ બનાવવાની પ્રેરણા ત્ોન્ો આપમેળે આવતી. જોકે ત્ોના માટે ડાલી દર થોડાં વર્ષોએ આજુબાજુનાં બધાં ઘરો ખરીદતો ગયો હતો. અહીં વિતાવેલાં વર્ષો દરમ્યાન ત્ો કુદરતનો જ ભાગ હોય ત્ોવું અનુભવતો. આ વિચાર સાથે અહીં ડાલી રહે પછી સ્વાભાવિક છે, આ ઘર હવે ભવ્ય બની ગયું છે. અહીં અલગ અલગ દિશાઓમાં બનાવેલા રૂમન્ો ડાલીએ ક્રિયેટિવ કોરિડોરથી ક્ધોક્ટ કર્યા છે. ડાલીએ આ ઘર ક્યારે ખરીદ્યું, ત્ો અલગ અલગ સમય ગાળામાં કેવું હતું, ઘર વિષેના ત્ોના વિચારો, બધું અહીં સારી રીત્ો જોઈ અન્ો અનુભવી શકાય છે. ડાલીની નજરે જોવામાં આવે તો એવું પણ કહી શકાય કે આ ઘર પણ ત્ોનાં આર્ટ કલેક્શનનો જ એક હિસ્સો છે. એવો હિસ્સો, જે ત્ોનો સૌથી માનીતો હતો.

સીડીની નીચે રીંછનું શિલ્પ વટાવતાં આ ઘરના મ્યુઝિયમ તરીકે ત્રણ હિસ્સા પાડવામાં આવ્યા છે. પહેલો હિસ્સો ડાલીનો પ્રાઇવેટ એરિયા છે, બીજો હિસ્સો ત્ોનો સ્ટુડિયો, સ્ટડી છે, અન્ો ત્રીજા હિસ્સામાં ડાલીએ આર્ટ અન્ો એક્સપ્ોરિમેન્ટ તરીકે બનાવેલાં રૂમ્સ, ગાર્ડન, કોરિડોર અન્ો બીજા આઉટડોર એરિયા છે. અહીં આખો દિવસ ક્યાં વીતી જાય ખબર ન પડે. અમે ત્ો દિવસ્ો કડાકેસમાં એક બીચ વ્યુવાળી હાઇક અન્ો ડાલી મ્યુઝિયમ સિવાય બીજો કોઈ પ્લાન બનાવેલો નહીં.

ડાલીની પાર્ટનરના મૃત્યુ પછી ત્ોન્ો આ ઘરમાં રહેવાનું જરાય મન ન હતું અન્ો ત્ોણે નજીકમાં જ પ્યુબોલ કાસલમાં રહેવાનું પસંદ કર્યું હતું. આ કિલ્લો પણ ચૂકવા જેવો નથી. ડાલીનાં ચાહકો, ત્ોનાં કામ અન્ો પર્સનાલિટીમાં રસ ધરાવનાર લોકો માટે આ વિસ્તારમાં આવીન્ો આ ત્રણ સ્થળોએ જવાનું જાણે જાત્રા કરવા જેવું છે. યુરોપનાં આર્ટ સ્ટુડન્ટ્સ માટે તો અહીંની મુલાકાત જાણે ફરજિયાત જ લાગતી. મોડર્ન આર્ટ સીન પર ડાલીનો પ્રભાવ કંઇક અલગ સ્તર પર છે.

કડાકેસમાં ત્ો દિવસ્ો મોટાભાગનો સમય તો ડાલી મ્યુઝિયમમાં જ પસાર થયેલો, છતાંય અમે કેપ ડે ક્રોય્ઝ લાઇટહાઉસ સુધીની વોક માટે સમય બચાવી રાખ્યો હતો. દરિયો તો બધેથી દેખાતો હતો, પણ ઘણાં આવાં સ્થળો પર જાણે દરિયાનું પણ કેરેક્ટર બદલાઈ જતું હોય ત્ોવું લાગતું. અહીં એક રેસ્ટોરાંમાં ટાપાસ સાથે સન સ્ોટ સુધી બ્ોસીન્ો જલસા કર્યા. પાછાં જઈન્ો લા એસ્કાલાનાં ચૂરોઝ તો હતાં જ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…