વીક એન્ડ

એક ડાકુ સવાયો દેશભક્ત

કવર સ્ટોરી-મનીષા પી. શાહ

કર્નલ ભવાનીસિંહ – બળવંતસિંહ બખાસર

ખરેખર, ચંબલના વળતા પાણી થયા છે. હવે એ કોતર, એ ઘોડા, બે બંદૂક અને એ ડાકુ દેખાતા નથી. ન વાસ્તવિકતામાં કે ન ફિલ્મોમાં. હવે લૂંટવાના સીધા, સરળ એ લોકતાંત્રિક માર્ગ છે ને વધુ આસાન, મલાઈદાર અને સલામત છે, પરંતુ આજે આપણા એવા સાચુકલા ડાકુની વાત કહે છે કે જે સવાયો દેશપ્રેમી હતો, બહાદુર હતો અને અનન્ય માનવ પણ ખરો.
બળવંતસિંહ બખાસર. એ ડાકુ, રૉબિનહુડ અને એનાથી ઘણો વધુ હતો. એ વ્યવસ્થા સામે પડ્યો હતો, સરકાર સામે બહારવટે પડ્યો હતો પણ દેશ સામે નહીં. આ તફાવત સૂક્ષ્મ છે. સમજે એ સમજે, બાકી બધા ભલે વૉટ્સએપ યુનિવર્સિટીમાં રમમાણ રહે.
ડાકુ બળવંતસિંહ બખાસરને જાણવાનો પ્રયાસ કરીએ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધથી. આ યુદ્ધનું બેકગ્રાઉન્ડ સમજાવવાની બહુ જરૂર નથી. હા, પાકિસ્તાનના ટુકડા કરીને બાંગલાદેશ કંડારાયું એ યુદ્ધ હતું ૧૯૭૧નું. એ યુદ્ધમાં રાજસ્થાનની બાડમેર સીમાની જવાબદારી બ્રિગેડિયા કર્નલ અને જયપુરના ભૂતપૂર્વ મહારાજા ભવાનીસિંહના માથે હતી. તેઓ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના બાડમેર જિલ્લા સ્થિત બખાસર પહોંચ્યા. હકીકતમાં તો બખાસરને ગુજરાતના કચ્છના રણનું વિસ્તરણ કહેવાય છે. આ રણ લગભગ ૭૫૦૦ કિલોમીટરમાં ફેલાયેલું છે. એ દુનિયાના સૌથી મોટા મીઠાના રણમાંનું એક છે. રાજસ્થાનના બાડમેરના બખાસર સુધી આ રણ વિસ્તરેલું છે. રણનો માત્ર પાંચ (હા, પાંચ જ ટકા) વિસ્તાર રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં એક સ્થળે તો કચ્છના મીઠા અને થારના રેતીના રણનું મિલન થાય છે. અહીં રણની સુંદરતા અદ્ભુત છે. દરેક મોસમમાં એના રંગ-રૂપ બદલાતા રહે.
આવા રણને સમાવતો બાડમેર જિલ્લો એટલે પાકિસ્તાનના સિંધને અડોઅડ. કહેવાય છે કે આઝાદી બાદ ભારત-પાકિસ્તાનની સરહદો ખુલ્લી હોવાથી સિંધના મુસ્લિમોએ સીમાવર્તી વિસ્તારોમાં બહુ ઉપાડો લીધો હતો. તેઓ ભારતમાં ઘૂસીને લૂંટફાટ મચાવતા હતા. એ સમયે બખાસર ગામના જાગીરદાર બળવંતસિંહ ચૌહાણ સરકારી તિજોરી અને આ લૂંટારાઓને લૂંટીને બધી રોકડ ગરીબોમાં વહેંચી દેતા હતા. આપણી તરફના સરકારી બાબુઓ પણ તેમના નામ માત્રથી ફફડતા હતા.
બ્રિગેડિયર કર્નલ ભવાનીસિંહ ભૌગોલિક સ્થિતિથી પૂરેપૂરા પરિચિત. તેઓ સમજે કે ભારતીય લશ્કર પાસે આ વિસ્તારમાં કામ કરવાનો અનુભવ નથી અને એમને આદત નથી. આથી બળવંતસિંહ બખાસર અને એમના સાથીઓની મદદ ટ્રમ્પકાર્ડ સાબિત થઈ શકે. તેઓ એ પણ બળવંતસિંહ અને એમના સાથી હીરાભા રબારી સિંધમાં લોકપ્રિય હતા અને ઘણાં તેમનાથી ડરતા પણ હતા.
પરંતુ સરકાર ડાકુ-લૂંટારાની મદદ કેવી રીતે લઈ શકે? આ ધર્મસંકટના સમયે ભવાનીસિંહજીએ પહેલ કરીને સરકારને ખાતરી આપી અને આ અ-સૈનિકોને સાથે રાખ્યા. એટલું જ નહીં, બળવંતસિંહ અને એમના સાથીઓને લશ્કરની ચાર જોંગા જીપ અને લશ્કરી બટાલિયન પણ સોંપી.
અને પછી તો યુદ્ધ દરમિયાન બળવંતસિંહ આણી મંડળી તથા ભારતીય સૈનિકોએ ગજબનાક સપાટો બોલાવી દીધો. આ વીરોએ દેશભક્તિના જોશમાં સિંધ પ્રાંતના છછેરો શહેર પર કબજો મેળવી લીધો. એ ઉપરાંત પાકિસ્તાનનાં એકસોથી વધુ ગામ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો. અહીં તૈનાત પાકિસ્તાની સૈનિકો પોતાના ક્વાર્ટર્સ છોડીને પલાયન થઈ ગયા.
મોટાભાગની લશ્કરી ચોકીઓ પર ભારતે કબજો જમાવી લીધો હતો. ભારતીય જવાનો આ સિવિલિયનોના કમાલથી આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા, પરંતુ હજી કંઈક બાકી હતુ. સિંધના ગ્રામીણ વિસ્તારના લોકો દૂરદૂરથી
ચાલીને બળવંતસિંહને જોવા આવી રહ્યાં
હતાં.
સૈનિકો માની શકતા નહોતા કે માત્ર દેશી રાઈફલથી લૂંટફાટ કરી જાણનારા દુશ્મનની ટેન્ક રેજિમેન્ટ સામે ઊભા કેવી રીતે રહી શક્યા? હકીકતમાં બળવંતસિંહ અને તેમના સાથીઓ આ વિસ્તારને બારીકાઈથી જાણતા-સમજતા હતા. થોડા સમય અગાઉ સિંધના મુસલમાન ડાકુઓ ભારતીય સીમામાં ઘૂસીને ૧૦૦થી વધુ ગાય લૂંટીને લઈ ગયા. બળવંતસિંહ સિંધમાં જઈને આઠ લૂંટારાને યમસદન પહોંચાડીને બધી ગાય પાછી લઈ આવ્યા હતા.
૧૯૭૧ના યુદ્ધ બાદ બ્રિગેડિયર કર્નલ ભવાનીસિંહને મહાવીર ચક્ર મળ્યું હતું, તો બળવંતસિંહ પણ હીરો બની ગયા હતા. તેમની સામેના બધા પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
ખુદ ભવાનીસિંહે પોતાના યુનિટની સિદ્ધિ વર્ણવતા બળવંતસિંહને ‘રિયલ હીરો’ ગણાવ્યા હતા. ત્યાર બાદ તો સરકારે આ ભૂતપૂર્વ ડાકુને બે હથિયાર રાખવાના લાઈસન્સ પણ આપ્યાં હતાં.
રાજસ્થાનના પોલીસ ચોપડે ભલે જે પણ નોંધાયું હોય, પરંતુ આજે ય રાજસ્થાનના બાડમેર-સાંચોર અને ઉત્તર ગુજરાતનાં વાવ અને થરાદ જેવા ગામના વડીલો માટે બળવંતસિંહ બખાસર ડાકુ નથી, આધુનિક રૉબિનહુડ છે. હાલ બળવંતસિંહના પૌત્ર રતનસિંહજી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે અને ભાજપના નેતા છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…