આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

તમારો મત દેશના વિકાસ માટે, મોદી જેવા આદર્શ વડા પ્રધાન માટે…: યામિની જાધવનું આહ્વાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પહેલી જ વખત લોકસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલા અને ઉદ્ધવ ઠાકરેના બે વખત સાંસદ રહી ચૂકેલા ઉમેદવાર સામે જીતવાનો વિશ્ર્વાસ વ્યક્ત કરતા દક્ષિણ મુંબઈના મહાયુતિના ઉમેદવાર યામિની જાધવે પોતાના મતદાર સંઘના મતદારોને દેશના વિકાસ માટે તેમ જ વડા પ્રધાન મોદી જેવા આદર્શ નેતા માટે મતદાન કરવાનું આહ્વાન કર્યું હતું.

મુંબઈ સમાચાર’ સાથે ખાસ વાતચીત દરમિયાન પોતાના મતવિસ્તારના ગુજરાતી મતદારોને રિઝવવા ખાસ ગુજરાતીમાં અપીલ કર્યું હોવાનું જણાવતા ગુજરાતીમાં બોલતા કહ્યું હતું કે હું વધુ ગુજરાતી નથી બોલી શકતી પરંતુ ગુજરાતી મતદારોને મારી વિનંતી છે કે મોટી સંખ્યામાં પોતાનો મતદાનનો હક્ક બજાવવા માટે બહાર આવવું અને ફક્ત અને ફક્ત દેશ માટે સમર્પિત અને દેશસેવાનો જ વિચાર કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તમારો મત પહોંચે અને કેન્દ્રમાં તેમની સરકાર બને એ માટે મતદાન કરવું.

દક્ષિણ મુંબઇનો મતવિસ્તાર આર્થિક દૃષ્ટીએ અસમતોલ છે અને મલબાર હિલ અને કોલાબા વિસ્તારના રહીશોની સમસ્યા જ્યારે કોલીવાડા, મઝગાંવ, લાલબાગ જેવા વિસ્તારોમાં મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસના લોકોની સમસ્યા જુદી હોય છે, એમ સમજાવતા જાધવે જણાવ્યું હતું કે આપણે દરેક વર્ગના લોકોની સાથે સંવાદ સાધી તેમની સમસ્યા સમજવી જોઇએ અને પછી તેમની સમસ્યાઓનું સમાધાન કરવું જોઇએ અને હું સાંસદ બનીશ એ પછી તેમની સમસ્યા દૂર કરવા તેમ જ તેમના વિવિધલક્ષી વિકાસ માટેના કાર્યો કરીશ.

આ પણ વાંચો: જો નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે તો…: PM મોદીએ વિપક્ષ પર તાક્યું નિશાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરતા તેેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ એવા આદર્શ નેતા અને વ્યક્તિ છે જે હરહંમેશ ફક્ત અને ફક્ત દેશના વિકાસ પ્રત્યે સમર્પિત છે અને તેમનું લક્ષ્ય ભારત દેશને નવી ઊંચાઇએ લઇ જવાનું છે. તે આધુનિકતા અને પોતાની સંસ્કૃતિ બંનેને સાથે લઇ સમતોલ રીતે દેશનો વિકાસ કરવા માગે છે.

પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હજી સુધી નથી મળ્યા એ વિશે જણાવતા જાધવ કહે છે કે હું હજી સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે નથી મળી, પરંતુ ટૂંક સમયમાં અમે લોકો એક જ સ્ટેજ પર હાજર રહીશું અને એ મારા માટે ખૂબ જ મહત્ત્વની પળ હશે. તેમની સાથે એક મંચ પર ઊભું રહેવું એ હું સદ્ભાગ્ય ગણીશ. સાચું કહું તો એ બાબતને લઇને હું ખૂબ જ ઉત્સાહિત છું.

પોતે શરૂ કરેલા ‘બ્રેસ્ટ ફીડીંગ સેન્ટર’ને આખા દેશમાં શરૂ કરવાનું પોતાનું લક્ષઅય હોવાનું જણાવતા જાધવે કહ્યું હતું કે શિશું ધરાવતી મહિલાઓ માટે સાર્વજનિક સ્થળોએ તેમના અને તેમના બાળકો માટે સુવિધા ધરાવતું દેશનું સૌપ્રથમ બ્રેસ્ટ ફીડીંગ સેન્ટર મેં મારા મતવિસ્તારમાં શરૂ કર્યું હતું અને ભવિષ્યમાં આ પ્રકારના બ્રેસ્ટ ફીડીંગ સેન્ટર આખા દેશમાં રેલવે સ્ટેશન સહિતના સાર્વજનિક સ્થળોએ ઊભા કરવાનું મારું લક્ષ્ય છે.

જેથી બ્રેસ્ટ ફીડીંગ કરાવતી મહિલાઓને સંકોચ કે ક્ષોભનો અનુભવ ન કરવો પડે. નાના બાળકોના ડાયપર વગેરે બદલવા માટે પણ આ સેન્ટરનો ઊપયોગ થઇ શકે. તડકામાં અકળાયેલા બાળકને થોડી રાહત મળે અને તે શાંત થાય એ માટેની વ્યવસ્થા પણ આ બ્રેસ્ટ ફીડીંગ સેન્ટરમાં કરાશે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker