લોકસભા ચૂંટણીમાં ‘મહિલા નિયંત્રિત મતદાન કેન્દ્રો’ બનાવાશે
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહિલાઓ માટે વિશેષ મતદાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવવાના છે. ચૂંટણી પંચ દ્વારા ‘મહિલા નિયંત્રિત મતદાન કેન્દ્રો’ નિર્માણ કરવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો છે, જેથી આ ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં 440 મતદાન કેન્દ્રનું સંચાલન મહિલા કરશે.
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પર આખા દેશનું ધ્યાન છે. તાજેતરમાં ચૂંટણી પંચે ‘મહિલા નિયંત્રિત મતદાન કેન્દ્રો’ નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચને આ દેશનું પાલન કરી મહારાષ્ટ્રના થાણેમાં 36, જળગાવમાં 33, નાશિક અને રત્નાગિરીમાં 30, મુંબઈ અને ઉપનગરોમાં 26 મહિલા નિયંત્રિત મતદાન કેન્દ્રો નિર્માણ કરવામાં આવશે અને વાશીમ, સિંધુદુર્ગ અને ગઢચિરોલી જિલ્લામાં ત્રણ મહિલા નિયંત્રિત મતદાન કેન્દ્રો નિર્માણ કરવામાં આવવાના છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ એમવીએની સીટ વહેંચણીની બેઠકમાં નેતાઓએ કર્યું વોકઆઉટ, જાણો કેમ?
આ વિશેષ મતદાન કેન્દ્રોમાં તહેનાત કરવામાં આવેલા દરેક પોલીસ અને ચૂંટણી પંચના અધિકારીઓ અને કર્મચારીઓ મહિલા જ હશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ દરેક મહિલા નિયંત્રિત મતદાન કેન્દ્રોમાં કોઈ ચોક્કસ રંગનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને મતદાન કેન્દ્રમાં કોઈ રાજકીય પક્ષના રંગનો પણ ઉપયોગ કરવો નહીં એવો આદેશ આપવામાં આવ્યો છે.
આ બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે મહિલા માટે આ પ્રકારના વિશેષ મતદાન કેન્દ્રો નિર્માણ કરવાથી મહિલાઓનો મતદાનમાં સહભાગ વધશે. મહિલાઓની નિમણૂક કરતાં પહેલા કેન્દ્રની સુરક્ષા પર ધ્યાન રાખવામાં આવશે અને આ વિશેષ મતદાન કેન્દ્રો પર પોલીસની પણ નજર રહેશે.