નાગપુરમાં પોલિંગ બૂથ પર વોટ આપવા આ કોણ પહોંચ્યું? વીડિયો થયો વાઈરલ…
દેશભરમાં લોકસભા ચૂંટણી-2024નું રણશિંગુ ફૂંકાયું છે અને આજે પહેલાં તબક્કા હેઠળ 21 રાજ્ય અને અમુક કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પણ આ બધા વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં દુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિ આમગેએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી છે. સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલા તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદાતા છે અને એમાં 8.4 કરોડ પુરુષ અને 8.23 કરોડ મહિલા વોટર્સ છે.
તમારી જાણ માટે કે નાગપુરની જ્યોતિ આમગેનો જન્મ 16મી ડિસેમ્બર, 1993ના થયો હતો અને અને તેની હાઈટ માત્ર બે ફૂટ એટલે કે 63 સેન્ટિમીટર છે. દુનિયાની સૌથી નાના કદની મહિલા તરીકે ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એનું નામ નોંધાયું છે. જ્યોતિને બે વખત વર્લ્ડ રેકોર્ડનો બેજ પણ મળી ચૂક્યો છે.
જ્યોતિની ઓછી હાઈટ માટે જવાબદાર છે એકોંડ્રોપ્લાસિયા નામની બીમારી. આ બીમારી હાડકામાં થનારી બીમારી છે અને એને કારણે વ્યક્તિની હાઈટ નથી વધતી. બાળપણમાં જ્યોતિને લોકો તેના આવા દેખાવ અને હાઈટ માટે ચિડાવતા હતા પણ બધામાં ધીરે ધીરે જ્યોતિની આ વીકનેસ જ તેની તાકાત બની ગઈ. આજે જ્યોતિ કોઈ સેલિબ્રિટીથી કમ નથી.
પરિવાર સાથે નાગપુરમાં રહેતી જ્યોતિ સિંગલ છે અને તેના પરિવારમાં માતા-પિતા, ભાઈ-ભાભીનો સમાવેશ થાય છે.
લમાં જ્યોતિ એક્ટિંગ અને મોડેલિંગ કરી રહી છે. તે એક અમેરિકન હોરર શોમાં પણ જોવા મળી છે. પણ કોરોનાને કારણે તેનું કામ ઠપ્પ થઈ ગયું હતું. જ્યોતિની એક યુટ્યૂબ પણ ચેનલ પણ છે અને એમાં તે પોતાના રોજબરોજના જીવન સાથે સંકળાયેલા વીડિયો શેર કરતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિ આમગેએ બિગ બોસમાં એન્ટ્રી લઈને લાઈમલાઈટ ચોરી લીધી હતી. બિગ બોસ હાઉસમાં જ્યોતિ 10 દિવસ રહી હતી અને તેણે તમામ કન્ટેસ્ટન્ટની સાથે સાથે શોના હોસ્ટ સલમાન ખાનનું દિલ પણ જિતી લીધી હતી.