આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીની જાહેરસભા, PM મોદીને શહેનશાહ કહી કર્યા પ્રહાર

ગુજરાતની 25 લોકસભા સીટો માટે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ મતદાન થવાનું છે. જેના પગલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઠેર-ઠેર પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારોને જિતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યાં છે, પ્રિયંકા ગાંધીએ આજે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર જાહેરસભા સંબોધી હતી. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમની જનસભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાના લાખણીમાં આજે પ્રિયંકા ગાંધીએ જાહેરસભામાં લોકોને સંબોધતા વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને શેહઝાદા કહ્યા હતા એનો પણ જવાબ આપ્યો હતો અને મોદીને શહેનશાહ કહી દીધા હતા. કોંગ્રેસ ભેંસની પણ ચોરી કરી લેશેના મોદીના નિવદેનનો પણ જવાબ આપીને કહ્યું હતું કે 55 વર્ષ કોંગ્રેસની સરકાર હતી બતાવો, અમે કોની ભેંસ ચોરી કરી?

કોરોના વેક્સિન મુદ્દે પીએમ મોદીને નિશાન બનાવતા તેમણે કહ્યું કે તમે બધાએ વેક્સિન લગાવી છે ને, સર્ટીફિકેટ પણ મળ્યુ છે આ સર્ટીફિકેટમાં શહેનશાહનો ચહેરો હતો. આ વેક્સિનને એક કંપનીએ બનાવી હતી અને તે કંપની પાસે પણ ફંડ લીધુ હતું. આજે રિપોર્ટમાં સામે આવ્યું છે કે વેક્સિન ના કારણે કેટલાક લોકોને હાર્ટ એટેક આવી શકે છે, એક બે વર્ષમાં કેટલાય લોકોને હાર્ટ એટેક આવ્યા છે. જે કંપનીઓમાં તેઓએ રેડ પાડી હતી તેની પાસેથી પણ ફંડ લીધુ છે અને રેડ બંધ કરી છે. કેસ કર્યા છે ફંડ લીધુ અને કેસ બંધ કર્યા. ગૌ માસ સપ્લાય કંપની પાસેથી પણ ફંડ લીધુ છે, આ ભષ્ટ્રાચાર જ કહેવાય ને.

આપણ વાંચો: “મોદીજી ગુજરાતને ભૂલી ગયા છે, એટલે જ વારાણસીથી ચૂંટણી લડે છે” લાખણીમાં પ્રિયંકા ગાંધીનું જનસભાને સંબોધન

તેમણે સરકારમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર મુદ્દે કહ્યું કે એક જમાનામાં ચોરી છુપીથી ભષ્ટ્રાચાર થતો હતો આજે ખુલ્લેઆમ સ્કિમ હેઠળ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. અરે કહે છે કે ખુદ ઈમાનદાર છે બાકી બધા નેતા ભષ્ટ્ર છે.ચાલો આજે હું તેમના પર આરોપ લગાવી દવ. મોદીજી એક સ્કિમ લાવ્યા હતા, તે સ્કિમનું નામ હતુ ઈલેક્ટોરેલ બન્ડ, જે પણ કોઈ રાજનીતીક પાર્ટીને ફંડ આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે આ સ્કિમ હતી. કોઈને ખબર ન પડવી જોઈએ કે અદાણી અને અંબાણીએ કેટલુ ફંડ આપ્યું છે. હવે આ મામલે કોઈએ કેસ કર્યો હતો.

આ કેસ સુપ્રિમ કોર્ટમાં આવ્યો અને જજે આ કેસ જોયો તો કહ્યું કે, આ તો ખોટી સ્કિમ છે. રાજનીતીક પાર્ટી જનતાની સેવા કરે છે અને તેને જેઓએ ફંડ આપ્યું હોય તે જનતાને ખબર હોવી જોઈએ. મોદીજીની સરકારે સૌથી પહેલા તો કહ્યું કે લીસ્ટ અમને નથી મળતું. બહુત મુશ્કિલ છે લીસ્ટ કાઢવું. પણ ન્યાયાધીશે ખખડાવ્યા તે બાદ લીસ્ટ આવ્યું હતુ. અને લીસ્ટમાં ઘણાના નામ આવ્યું, ગુજરાતમાં જે બ્રિજ ધરાશાયી થયો હતો તે બ્રિજ બનાવનારા પાસેથી પણ ફંડ લીધુ હતું.

પ્રિયંકા ગાંધીએ પેપર લીક મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં આજે પેપર લીક થાય છે. ભરતીની પરીક્ષા બાદ વર્ષો સુધી રોજગારીની રાહ જોવી પડી રહી છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા છે. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ ખાલી છે. આઉટ સોર્સિંગ,કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે, ખાનગી યુનિવર્સિટીઓની મોંઘીદાટ ફી ભરવી પડી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button