30મી એપ્રિલે PM Narendra Modi Maharashtraમાં? ગજાવશે જાહેરસભા…

કરાડઃ મહારાષ્ટ્રના સાતારા લોકસભા મતદાર સંઘમાં ભાજપના ઉમેદવાર ઉદયન રાજે ભોસલેના પ્રચાર માટે Prime Minister Narendra Modi 30મી એપ્રિલના કરાડમાં એક ભવ્ય અને જાહેર સભાને સંબોધન કરવા જઈ રહ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
ભાજપની 12મી યાદીમાં ઉમેદવારી મળતાં મોડે મોડે પણ ઉદયનરાજેની પ્રચાર પ્રક્રિયાએ મોડે મોડે પણ સ્પીડ પકડી છે ખરી. તેમની ઉમેદવારીને કારણે સાતારા લોકસભા મતદાર સંઘ તરફ દેશભરના લોકો મીટ માંડીને જોઈ રહ્યા છે. હવે 30મી એપ્રિલના ઉદયનરાજેના પ્રચાર માટે પીએમ મોદી મહારાષ્ટ્ર આવશે અને સભા ગજાવશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આપણ વાંચો: 2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની આ મહિલા ઉમેદવારોએ વિજય થઈ બનાવ્યો હતો રેકોર્ડ
સાતારા લોકસભા મતદાર સંઘના ભાજપ અર્થાત મહાયુતિના ઉમેદવાર ઉદયનરાજે ભોંસલેના પ્રચાર માટે પીએમ મોદીની કરાડ ખાતે થનારી સભા માટે અત્યાર સુધી કરાડમાં બે જગ્યાની તપાસ કરવામાં આવી છે. જેમાંથી કરાડ નજીક આવેલા સૈદાપુર ખાતેની 35 એકર જમીન પર પીએમ મોદીની સભા થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
જોકે, હજી સુધી પીએમ મોદીના સભાના સ્થળ બાબતની કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી, પણ ટૂંક સમયમાં જ આ અંગેની માહિતી આપવામાં આવશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે.