નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

વિપક્ષો પરાજય માટે મતદાન મશીનોને દોષ દેશે: અમિત શાહ

મહારાજગંજ (ઉત્તર પ્રદેશ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસની ટીકા કરતાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પરાજય માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને દોષ આપવાનું નક્કી કરી નાખ્યું છે.
પાર્ટીના ઉમેદવાર માટે ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પ્રચાર રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મતદાનના પહેલા પાંચ તબક્કામાં જ ભાજપ બહુમતીના આંકડાને પાર કરી ચૂક્યો છે.

મતગણતરી ચોથી જૂને છે અને બપોરે બે શહજાદા (રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ) એક પત્રકાર પરિષદ કરીને એવી જાહેરાત કરશે કે અમે ઈવીએમ ખામીભરેલા હોવાને કારણે હારી ગયા, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ ચૂંટણીના પહેલા પાંચ તબક્કામાં 310 બેઠકોનો આંકડો પસાર કરી નાખ્યો છે અને રાહુલ બાબા તમને 40 બેઠક પણ મળવાની નથી અને અન્ય શહજાદાને તો ફક્ત ચાર બેઠકો મળવાની છે.

આ પણ વાંચો: ટેકનોલોજીની મદદથી નવા ક્રિમિનલ કાયદા ફક્ત ત્રણ વર્ષમાં ન્યાય આપશે: અમિત શાહ

તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષ પાસે વડા પ્રધાનપદનો કોઈ ઉમેદવાર જ નથી. તેઓ કહે છે કે પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાન રહેશે.

આ કોઈ કરિયાણાની દુકાન નથી, પરંતુ 130 કરોડ લોકોનો દેશ છે, આવા વડા પ્રધાન ચાલશે? એમ તેમણે પૂછ્યું હતું.
વિપક્ષની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓ કહે છે કે પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે, પરંતુ ભાજપના લોકો અણુબોમ્બથી ગભરાતા નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું છે અને રહેશે. અમે તેને પાછું લઈને રહીશું.

સહારા કૌભાંડની વાત કરતાં તેમણે કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન સત્તામાં હતું ત્યારે આ કૌભાંડ થયું હતું. અરે અખિલેશ આ કૌભાંડ તમારા કાર્યકાળ દરમિયાન થયું હતું, મોદીજીએ તો લોકોને નાણાં પાછા અપાવવાની શરૂઆત કરી હતી, એમ પણ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ચૌધરી ચરણસિંહની આજે (બુધવારે) પૂણ્યતિથિ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારત રત્ન આપીને ઉત્તર પ્રદેશના બધા જ ખેડૂતોનું સન્માન કર્યું છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button