ઓડિશા: નવીન પટનાયકે લોકસભાના નવ અને વિધાનસભાના 72 ઉમેદવાર જાહેર કર્યા
ભુવનેશ્વર: મુખ્ય પ્રધાન અને બીજેડી (બીજુ જનતા દળ)ના પ્રમુખ નવીન પટનાયકે 13મી મેથી યોજાનારી ચૂંટણી માટે નવ લોકસભા ઉમેદવારો અને 72 વિધાનસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.
નવીન પટનાયક પોતે છઠ્ઠી ટર્મ માટે હિંજીલી સીટ પરથી ફરી ચૂંટણી લડશે. બીજેડીના મહાસચિવ (સંગઠન) પ્રણવ પ્રકાશ દાસ સંબલપુરમાં ભાજપના કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની સામે લડશે. તેઓ જાજપુરથી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે.
બીજેડીએ પ્રાદેશિક પક્ષમાં જોડાયાના કલાકો બાદ કોંગ્રેસમાંથી આયાતી દિગ્ગજ નેતા સુરેશ રાઉત્રેના પુત્ર મનમથ રાઉત્રેને ભુવનેશ્વરમાંથી મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને તાજેતરમાં જ બીજેડીમાં જોડાયેલા અંશુમન મોહંતીને કેન્દ્રપાડા લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: ઓડિશામાં CM પટનાયક સાથે ચર્ચા નિષ્ફળ, હવે ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે
બીજેડીએ આ સીટ પરથી વર્તમાન સાંસદ અને ફિલ્મ અભિનેતા અનુભવ મોહંતીને પડતા મૂક્યા છે. પ્રદીપ માઝી, જેઓ કોંગ્રેસ છોડીને 2021 માં બીજેડીમાં જોડાયા હતા, તેઓ નબરંગપુર માટે બીજેડીના ઉમેદવાર છે. તેઓ 2019માં કોંગ્રેસની ટિકિટ પર આ જ બેઠક પરથી હારી ગયા હતા. પ્રદીપ 2009માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નબરંગપુરથી લોકસભામાં ચૂંટાયા હતા. બીજેડીએ ઝરીગામ વિધાનસભા બેઠક પરથી વર્તમાન સાંસદ રમેશ માંઝીને મેદાનમાં ઉતાર્યા હતા.
નવીન પટનાયકે હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ ટર્કીને સુંદરગઢથી ઉમેદવારી આપી છે તેઓ ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય છે અને 2014માં સુંદરગઢથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ 2019માં તેમણે ચૂંટણી લડી ન હતી.
પાંચ વખત વિધાનસભ્ય રહી ચુકેલા મહેસૂલ મંત્રી સુદામ મારંડીને મયુરભંજથી બીજેડી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મારડીંએ જેએમએમના ઉમેદવાર તરીકે 2004માં મયુરભંજના સાંસદ તરીકે ચૂંટાયા હતા. પાર્ટીએ કાલાહાંડીથી લંબોધર નિયાલને મેદાનમાં ઉતાર્યા હતા અને આસ્કા તરફથી રંજીતા સાહુ. ન્યાલે બીજેડીની ટિકિટ પર ખારિયારથી 2019ની વિધાનસભાની ચૂંટણી અસફળ રીતે લડી હતી.
નવ લોકસભા ઉમેદવારોમાંથી, માત્ર એક, કોરાપુટના કૌસલ્યા હિકાકાએ 2019ની લોકસભાની ચૂંટણી લડી હતી. ત્યારે તેઓ કોંગ્રેસના સપ્તગીરી ઉલાકા સામે હારી ગયા હતા.