‘એક તો વધારે બાળકો પેદા કરી દીધા,હવે બધાને ધંધે લગાડ્યા છે’ લાલુ પ્રસાદ પર નિતિશ નિશાન

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાઈ-ભત્રીજા વાદ અને ભ્રસ્ટ્રાચારને આધાર બનાવી લાલુપ્રસાદ યાદવ પર નિશાન તાકયું હતું. શનિવારે તેઓએ કહ્યું કે ભ્રસ્ટ્રાચારના કેસોના કારણે લાલુ પ્રસાદ યાદવે ખુરશી છોડવી પડીત્યાર પછી તેમણે પોતાના પત્નીને મુખ્યમંત્રી બનાવ્યા.હવે તેઓ પોતાના બાળકોને આગળ ધપાવી રહ્યા છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્ણિયાના બનમનખીમાં એનડીએના ઉમેદવારના પ્રચાર દરમિયાન લાલુ પરિવાર પર આડકતરો પ્રહાર કર્યો. તેમની વિવાદિત ટિપ્પણીથી વિપક્ષ નારાજ થયો છે. નીતિશ કુમારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રસ્ટ્રાચારને આધારે લાલુપ્રસાદ પર પ્રહારો કર્યા. ઉમેર્યું કે હવે તેઓ પોતાના બાળકોને આગળ ધપાવી રહ્યા છે. નીતિશે કહ્યું કે, ‘તેમણે કેટલાય બાળકો પેદા કર્યા. શું કોઈએ આટલા બાળ-બચ્ચા પેદા કરવાની જરૂર છે ? લાલુ પરિવાર તરફ પ્રહાર અવિરત રાખતા તેમણે ઉમેર્યું કે,’તેમની દીકરીઓ અને બે દીકરા પહેલેથી જ સક્રિય રાજકારણમાં છે તેઓ હકીકતમાં કરે છે શું ?તેઓ પોતાની વિવાદાસ્પ્દ ટિપ્પણીઓથી ચર્ચામાં રહે છે.
આરજેડી એ શું કહ્યું ?
આ પ્રકરણમાં મિસા ભારતીએ કહ્યું કે, ‘સમજાતું નથી કે અહીં શું કહેવું ? બિહારની જનતા સમજશે. બિહાર પ્રદેશના મુખ્યમંત્રી શું કહેવા માંગે છે,જ્યારે અમારી સાથે હતા ત્યારે તેમણે ખબર નહોતી હવે મોદીજીએ બંધ કરી દીધું છે તો કાકાજીએ ચાલુ કરી દીધું છે પરિવારવાદ પર બોલવાનું.
આમ બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર પાટલી બદલતા જ લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર વ્યંગ કરવા શરૂ કરી દીધા છે. વિપક્ષ પણ આ લોકસભા ચૂંટણીને લઈને આત્મ વિશ્વાસમાં છે કે જે રીતે બિહારની ગાદી પર મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા નીતિશ કુમારે વારંવાર પાટલી બદલી છે તેને કારણે લોકસભા ચૂંટણીમા બિહારની જનતા ભાજપા અને નીતિશકુમારને ફગાવી દેશે.