ફરી બેલોટ પેપરના આધારે ચૂંટણી કરાવો: રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રમાં બેલોટ પેપર દ્વારા ફરી ચૂંટણી કરાવવાની માગણી કરતા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે ચૂંટણી વખતે વપરાયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ) સાથે ગેરરીતિ આચરવામાં આવી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે આક્ષેપ કર્યો હતો કે ઇવીએમ ખોટકાઇ જવાની ઘણી ફરિયાદો મળી હતી અને તેની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો.
આપણ વાંચો: ‘ઈતિહાસ ડી વાય ચંદ્રચુડને ક્યારેય માફ નહીં કરે’, સંજય રાઉતે હારનું ઠીકરું પૂર્વ CJI પર ફોડ્યું
‘અમને ઇવીએમ બાબતે અંદાજે ૪૫૦ ફરિયાદ મળી હતી. ઘણી વખત આ વિશે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ આ મુદ્દે કોઇ કાર્યવાહી કરાઇ નથી. ત્યારે કેવી રીતે કહી શકાય કે આ ચૂંટણી પારદર્શક રહી હતી? તેથી જ ચૂંટણીના પરિણામ રદ કરીને ફરી બેલોટ પેપરના આધારે ચૂંટણી યોજવી જોઇએ’, એમ રાઉતે કહ્યું હતું.
અમુક ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે નાશિકના એક ઉમેદવારને ચાર જ મત મળ્યા હતા જ્યારે કે તેના પરિવારમાં જ ૬૫ સભ્ય છે. ડોંબિવલીમાં પણ ઇવીએમ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાયું હતું, પરંતુ ચૂંટણી અધિકારીઓએ આ તરફ ધ્યાન જ આપ્યું નહોતું.
આપણ વાંચો: દેશમુખ પર હુમલો: સંજય રાઉતે કહ્યું ફડણવીસ જવાબદારી સ્વીકારે