લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદેની શિવસેનાએ વધુ એક ઉમેદવારની કરી જાહેરાત

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ ઉત્તર પશ્ચિમની બેઠકના ઉમેદવારની જાહેરાત કર્યા પછી વધુ એક બેઠક દક્ષિણ મુંબઈની બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. દક્ષિણ મુંબઈ લોકસભાની સીટ ભાયખલા માટે યામિની યશવંત જાધવને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. યામિની જાધવની ટક્કર હવે ઉદ્ધવ ઠાકરે જૂથના અરવિંદ સાવંતની સામે રહેશે.
પાંચમા તબક્કાની મહારાષ્ટ્રની 13 લોકસભા બેઠક પરથી વોટિંગ કરવામાં આવશે, જેમાં સાઉથ સીટનો સમાવેશ થાય છે, જ્યારે તેના મતદાનની તારીખ 20મી મેના થશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ત્રીજી મે છે, જ્યારે છઠ્ઠી મે સુધી ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકશે. અહીંની બેઠક માટે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર અને કેબિનેટ પ્રધાન મંગળપ્રભાત લોઢાએ પણ ભાજપવતીથી ટિકિટની માગણી કરી હતી, એમ રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું.
મહાયુતિમાં શિવસેનાએ આજે મુંબઈ ઉત્તર પશ્ચિમથી જાહેરાત કરી હતી, જેમાં આ સીટ પર રવિન્દ્ર વાયકરની જાહેરાત કરી હતી, જેમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે વાયકર લડશે.
આપણ વાંચો: 2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની આ મહિલા ઉમેદવારોએ વિજય થઈ બનાવ્યો હતો રેકોર્ડ
અહીં એ જણાવવાનું કે મુંબઈની છ લોકસભાની બેઠક માટે દક્ષિણ મુંબઈ એમવીએવતીથી અરવિંદ સાવંત, શિવસેના (યુબીટી) મહાયુતિ યામિની જાધવ (શિવસેના શિંદે), મુંબઈ સાઉથ સેન્ટ્રલ એમવીએના ઉમેદવાર અનિલ દેસાઈ યુબીટી (શિવસેના), મહાયુતિ રાહુલ શેવાળે (એકનાથ શિંદે શિવસેના) છે.
આ ઉપરાંત, ઉત્તર મધ્ય મુંબઈ માટે એમવીએ વર્ષા ગાયકવાડ (કોંગ્રેસ), જ્યારે મહાયુતિ વતીથી ભાજપે ઉજ્જવલ નિકમને ટિકિટ આપી હતી. મુંબઈ નોર્થ ઈસ્ટ પરથી એમવીએએ સંજય દિના પાટીલ (શિવસેના-યુબીટી), મહાયુતિએ મિહિર કોટેચા (ભાજપ)ને ટિકિટ આપી છે.