લોકસભા ચૂંટણીઃ મુંબઈ જિલ્લામાં આટલી ઈન્ક બોટલની આવશ્યક્તા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચ અને મતદાન તેમ જ મતગણતરીની પ્રક્રિયામાં સામેલ થનારા રાજકીય સંસ્થાનોની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. મુંબઈમાં મતદારોમાં મતદાન વિશે જાગરૂકતા ફેલાવવા માટે વિવિધ પ્રશિક્ષણ કેન્દ્રો યોજવાના ગયા અઠવાડિયાથી જ શરૂ થઇ ગયા હતા. ત્યારે હવે ચૂંટણી અને મતદાન માટે જરૂરી સામાન અને ઉપકરણની ઉપલબ્ધતા માટે પણ તૈયારી શરૂ થઇ ગઇ છે.
આપણ વાંચો: મુંબઈ-થાણેમાં ચોરી કરવા વિમાનમાં ફરનારો રીઢો ચોર આસામમાં ઝડપાયો
મતદાન વખતે મતદારોના અંગુઠાના નખ ઉપર લગાવવા માટે શાહી એટલે કે ઇંકનો ઉપયોગ થાય છે. મુંબઈ ઉપનગર જિલ્લા પ્રશાસન દ્વારા મતદારવિસ્તાર માટે શાહીની બોટલોની સત્તાવાર માગણી નોંધાવવામાં આવી છે. ઉપનગરના ચાર મતદાર સંઘ માટે કુલ 20,267 બોટલ શાહીની માગણી કરવામાં આવી હોવાની માહિતી જિલ્લાધિકારી તેમ જ ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે આપી હતી.આપણ વાંચો:મતદાન વખતે મતદારોના અંગુઠાના નખ ઉપર લગાવવા માટે શાહી એટલે કે ઇંકનો ઉપયોગ થાય છે. મુંબઈ ઉપનગર જિલ્લા પ્રશાસન દ્વારા મતદારવિસ્તાર માટે શાહીની બોટલોની સત્તાવાર માગણી નોંધાવવામાં આવી છે. ઉપનગરના ચાર મતદાર સંઘ માટે કુલ 20,267 બોટલ શાહીની માગણી કરવામાં આવી હોવાની માહિતી જિલ્લાધિકારી તેમ જ ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે આપી હતી.
મુંબઈઉપનગરમાં ઉત્તર મુંબઈ, ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ, ઉત્તર-પૂર્વ મુંબઈ અને ઉત્તર મધ્ય આ ચાર બેઠકો આવેલી છે. આ બેઠકો માટે 26મી એપ્રિલથી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે 20 મે 2024ના રોજ આ બેઠકો માટે મતદાન યોજવામાં આવશે. મુંબઇ ઉપનગર જિલ્લામાં કુલ 72,28,403 મતદારો છે અને આ ક્ષેત્રમાં મતદાન કેન્દ્રોની સંખ્યા 7,353 છે. આ ઉપરાંત ઉપનગર વિસ્તારમાં 27 સહાયકરૂપી મતદાન કેન્દ્રો પણ છે.
શાહીની જે બોટલો મગાવવામાં આવી છે તે હૈદરાબાદ અને મૈસુરમાં બનાવવામાં આવે છે. શાહી ઉપરાંત 61,300 પિંક પેપર સીલ, 37,760 ગ્રીન પેપર સીલ, 1271 મોક પોલ સ્લીપ, એરો ક્રોસ માર્કર્સ, 9271 મેટલ સીલ, 7,26,300 કોમન એડ્રેસ ટેગ પણ મગાવવામાં આવ્યા છે.