આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ધોળકામાં ખાંડા ખખડાવશે ક્ષત્રિયો: શંકરસિંહ આવે છે !

એક તરફ વડાપ્રધાન મોદીગુજરાત લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પહેલીવાર ગુજરાતમાં જાહેરસભા સંબોધવા બે દિવસ માટે આવ્યા છે. બુધવારે બનાસકાંઠા અને સાબરકાંઠામા જનસભા સંબોધ્યા બાદ ગુરુવારે આણંદ,સુરેન્દ્રનગર,જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધશે. આ વેલા જ અમદાવાદ અને સૌરાષ્ટ્રની બોર્ડર પરના ધોળકામાં વિશાળ ક્ષત્રિય સંમેલન મળશે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો કોલ હતો કે,વડાપ્રધાની જનસભામાં કશું જ નહિ,પછી બધું ભાજપ વિરોધી. હવે ધોળકાના સંમેલનમાં ક્ષત્રિય સમજે તેમનો પ્રભાવક ચહેરો પહેલીવાર મેદાનમાં ઉતાર્યો છે એક તુરુપનાં એક્કાની જેમ. તે શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી.

છેલ્લા લગભગ એક મહિનાથી ચાલતા ક્ષત્રિય સમાજના ભાજપા વિરોધી આંદોલનમાં ‘બાપુ’ માત્ર એક જ વાર પત્રકાર પરિષદ કરી ચુક્યા છે. આ સિવાય શંકરસિંહ ક્યાંય –કશું બોલ્યા નથી. પણ ધોળકાના સંમેલનમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આમંત્રણને માન આપી શંકરસિંહ ઉપસ્થિત રહેશે.

કહેવાય છે કે, વડાપ્રધન મોદીએ પણ સ્થિતિ જોતા,જ્યાં મતદાનને અસર થઇ શકે અથવા જે લોકસભા બેઠકમાં સંભાવનાઓ છે ત્યાં જ જનસભાઓ કરી રહ્યા છે. પણ ક્ષત્રિય સમાજનું આંદોલન બહુ જ યુક્તિપૂર્વક અને જનસંઘ પેટર્નનું હોવાનું પણ કેટલાક વિશ્લેષકો માને છે. મોદીનો વિરોધ નહિ,પણ મતદાન પાર્ટી વિરુદ્ધ,અથવા 24 એપ્રિલથી શરુ થયેલી ધર્મરથ યાત્રા અને તેની પૂર્ણાહૂતિ પણ ધાર્મિક સ્થળ,શક્તિના પ્રતિક ખોડલધામમા, આ શું સૂચવે છે?

આપણ વાંચો: શંકરસિંહ વાઘેલાએ BAPના નેતા છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ

શું ક્ષત્રિય આંદોલન પાછળ કોઈ રણનીતિકાર ચહેરો છે ? કે ‘બેક સ્ટેજ’અથવા તો ‘કર્ટેન કોલ’ આપે છે ? જનસંઘથી લઈને કેટલાય વહી ગયેલા પાણીને નાણી ચુકેલા રણનીતિકારનાં માર્ગદર્શનમાં રૂપરેખા ઘડાઈ હોય તેવું લાગે છે.
ગુરુવારે સૌરાષ્ટ્રમાં એવા વિસ્તારોમાં વડાપ્રધાનની સભાઓ છે જ્યાં કેટલાક પરિબળો નિર્ણાયક બને છે. આ ચારેય સભાઓમાં વડાપ્રધાનના સંબોધનમાં કોને ઉદ્દેશીને શું બોલાય છે ? અથવા તેમના સંભાષણમા કેવો ભાવ છે? તેના પર ન માત્ર ભાજપ,પરંતુ કોંગ્રેસ સહીત સમગ્ર ગુજરાતની નજર રહેશે.

સમા પક્ષે શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં સામાજિક સમરસતા જળવાઈ રહે તેવા મતમાં છે જ. ત્યારે શંકરસિંહનું ઉદબોધન પણ રાજનીતિક કરતા સમાજ નીતિના હિતમા હોય તો જરા પણ નવાઈ નહિ રહે. જો કે આખો મામલો હવે 7મી તારીખનાં મતદાન પર રહેશે. અને મતની તાકાત જ ગુજરાતનો અરીસો બનશે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker