ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પાછળ કેટલો ખર્ચ થશે?

ભારતમાં દુનિયાની ખર્ચાળ ચૂંટણી થવાનો દાવો

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)નો ખર્ચ ગયા વર્ષોના રેકોર્ડ તોડવા અને દુનિયાની સૌથી ખર્ચાળ ચૂંટણી માનવામાં આવી રહી છે. ચૂંટણી સંબંધિત ખર્ચા પર નજર રાખનારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અહેવાલ અનુસાર લોકસભાની ચૂંટણીમાં અંદાજિત ખર્ચ 1.35 લાખ કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે, જે 2019માં ખર્ચ કરવામાં આવેલા 60,000 કરોડ કરતા ડબલ છે.

વોશિંગ્ટન સ્થિત બિનસરકારી સંસ્થાના અહેવાલમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતમાં આ વર્ષે 96.6 કરોડ જેટલા મતદાર મતદાન કરશે, જ્યારે પ્રત્યેક મતદાર સાથે 1,400 રુપિયા થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણીના ખર્ચાઓમાં રાજકીય પક્ષ અને સંગઠનો, ઉમેદવારો, સરકાર અને ચૂંટણી પંચ સહિત ચૂંટણી સંબંધિત પ્રત્યક્ષ અને પરોક્ષ તમામ ખર્ચનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ વખતની ચૂંટણીના પ્રચારમાં પક્ષનું પ્રભુત્વ રહેશે, એમ નિષ્ણાતે જણાવ્યું હતું.

શરુઆતના તબક્કા દરમિયાન લોકસભાની ચૂંટણીમાં 1.2 લાખ કરોડના ખર્ચનો અંદાજ હતો, પરંતુ હવે તેમાં સુધારો કરીને 1.35 લાખ કરોડ કરવામાં આવ્યો છે. ચૂંટણીના બોન્ડના ખુલાસા પછી આંકડા અને તમામ ચૂંટણી સંબંધિત ખર્ચના હિસાબનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: પનવેલમાં ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્કવોડની કાર્યવાહીઃ કારમાંથી 35 લાખની રોકડ જપ્ત કરી

હાલમાં ભારતમાં રાજકીય ભંડોળ ફાળવણીમાં પારદર્શકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. 2004-05થી 2022-23 સુધી દેશની છ મુખ્ય પાર્ટીને કુલ 19,083 કરોડનું ભંડોળ મળ્યું હતું, જેમાંથી કુલ 60 ટકા અજ્ઞાત લોકો મારફત મળ્યું હતું, જેમાં ઈલેક્શન બોન્ડનો સમાવેશ થાય છે. જોકે, આ વખતની લોકસભાની ચૂંટણી માટે કુલ ચૂંટણી ખર્ચનો કોઈ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો નથી, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)માં દાવો કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પૂર્વે પાર્ટી અને ઉમેદવારોના પ્રચાર ખર્ચ મુખ્ય બાબત છે, જેમાં ચૂંટણીની રેલી, પરિવહન, કાર્યકર્તાઓની નિમણૂક અને એટલે સુધી કે નેતાઓની વિવાદાસ્પદ ખરીદીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ચૂંટણીના ખર્ચ માટે ચૂંટણી પંચના કુલ બજેટ ખર્ચનું અનુમાન 10થી પંદર ટકા થવાની અપેક્ષા છે.

વોશિંગ્ટન ડીસી સ્થિત સંસ્થાએ ઓપન સિક્રેટ્સ ડોટ ઓઆરજીના અનુસાર ભારતમાં 96.6 કરોડ મતદાતા મતદાન કરશે, જ્યારે તેના કુલ ખર્ચ પ્રત્યેક મતદાર પાછળ 1,400 રુપિયા થશે. આ ખર્ચ 2020માં અમેરિકામાં થયેલા ચૂંટણી ખર્ચથી વધારે છે, જે 14.4 અબજ ડોલર અથવા લગભગ 1.2 લાખ કરોડ રુપિયા હતો.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker