માનખુર્દમાં ભંગારના ગોડાઉનમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર માનખુર્દમાં એક ભંગારના ગોડાઉનમાં સવારના સમયમાં આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ આગમાં ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ માનખુર્દ (પશ્ર્ચિમ)માં કુર્લા-મંડાલા વિસ્તારમાં સાંજે ૫.૫૩ વાગે ભંગારની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના આઠ ફાયર એન્જિન, આઠ જેટી, એક ક્વિક રિસ્પોન્સ વેહીકલ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. છ વાગીને દસ મિનિટે તેને બીજા લેવલની જાહેર કરવામાં આવી હતી.