રાયપુરમાં ટ્રાન્સફોર્મરના ગોડાઉનમાં ભીષણ આગઃ 1,500 ટ્રાન્સફોર્મર બળીને ખાખ
છત્તીસગઢના પાટનગર રાયપુરમાં વીજળી વિભાગની સબ-ડિવિઝન ઓફિસમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભીષણ હતી કે ત્રણેક કિલોમીટર દૂરથી જ આગનો ધુમાડો હવામાં જોવા મળ્યો હતો. છત્તીસગઢ સ્ટેટ પાવર ડ્રિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના ટ્રાન્સફોર્મરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, ત્યાર બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
રાયપુરના ગુઢિયાર વિસ્તારમાં વીજળી વિભાગના સબ-ડિવિઝનની ઓફિસમમાં એક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. એકદમ ઓછા સમયમાં આગ ઓફિસના બીજા ભાગમાં પણ ફેલાતા આખા પરિસરમાં ધુમાડો ફેલાયો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈપણ જાનહાનિ નોંધવામાં આવી નથી પણ સબ-ડિવિઝન ઓફિસમમાં રાખવામાં આવેલા 6,000 ટ્રાન્સફોર્મન્સમાંથી 1,500 જેટલા બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે સુરક્ષાના કારણસર આસપાસના રહેવાસીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.
આપણ વાંચો: રાયપુરમાં એક બાળકને સંભાળવા જતા પિતાના હાથમાંથી બીજું બાળક છટકી ગયું અને…
સબ-ડિવિઝન ઓફિસમમાં આગને કારણે ટ્રાન્સફોર્મન્સ રૂમ પણ આગની અડફેટમાં આવતા ત્યાં રાખેલા ટ્રાન્સફોર્મન્સમાં એક પછી એક બ્લાસ્ટ થયા આગ વધુ વકરી હતી. આગને લીધે થયેલા વિસ્ફોટને લીધે લોકો પોતાનો જીવ બચાવવા પરિસરની બહાર નીકળતા મોટો ધમાલ ઊભી થઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને અગ્નિશમન વિભાગના જવાનોએ આસપાસના વિસ્તારને ખાલી કરાવી રસ્તાને પણ તાત્કાલિક બંધ કર્યાં હતા.
આગની તીવ્રતા વધતી જ જઈ રહી છે, જેને લીધે અગ્નિશમન દળના જવાનોને આગ ઓલવવામાં ભારે મુશ્કેલી આવી રહી છે. ઓફિસમમાં લાગેલી ભયંકર આગમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી પણ આગમાં લાખો રૂપિયાના ટ્રાન્સફોર્મર અને ઓફિસ બળી જતાં મોટું નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે પણ એક વખત આગ પર પૂર્ણ રીતે કાબૂ મેળવ્યા બાદ જ ચોક્કસ કારણ સામે આવશે, એવું એક અધિકારીએ કહ્યું હતું.