Arunachal Pradeshની બાગડોર ફરી ભાજપના હાથમાં લાવનારા Prema Khandu વિશે આ જાણો છો?
ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે અને વધારે બેઠકો સાથે સત્તા પર કાયમ રહ્યું છે ત્યારે પક્ષને આ જીત અપાવનાર મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ વિશે જાણવા જેવું છે.
21 ઓગસ્ટ 1979ના રોજ જન્મેલા ખાંડુને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા દોરજી ખાંડુ, જે રાજ્યના ભૂતપૂર્વ સીએમ પણ હતા, 30 એપ્રિલ 2011ના રોજ તવાંગ મતવિસ્તારની મુલાકાતે હતા ત્યારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. ચીનની સરહદે આવેલા તવાંગ જિલ્લાના ગ્યાંગખાર ગામના વતની પેમા ખાંડુ મોનપા જનજાતિમાંથી આવે છે.
દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાંથી સ્નાતક થયેલા ખાંડુ 2000માં કોંગ્રેસમાં જોડાયા હતા. આ પછી, તેમણે કોંગ્રેસમાં જિલ્લા સ્તરથી રાજ્ય સ્તર સુધી વિવિધ પદો પર કામ કર્યું. પ્રથમ વખત, 30 જૂન 2011 ના રોજ, તેઓ મુક્તો મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આ બેઠક પહેલા તેમના પિતા ધારાસભ્ય હતા. આ પછી પેમા ખાંડુને અરુણાચલ પ્રદેશ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. 2014માં તેમણે રાજ્યના પ્રવાસન અને જળ સંસાધન મંત્રી તરીકે પણ સેવા આપી હતી. ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન અને વોલીબોલ જેવી રમતોમાં રસ ધરાવતા ખાંડુએ રાજકારણમાં આવ્યા બાદ રમતને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા.
આ પણ વાંચો: Arunachal Pradesh માં ભાજપ 44 ને પાર, પ્રચંડ બહુમતીથી બનાવશે સરકાર
ખાંડને કૉંગ્રેસ સાથે મનમેળ ન થતાં બળવાખોર વલણ અપનાવતા ખાંડુએ કોંગ્રેસને આપેલા રાજીનામાના પત્રમાં કહ્યું હતું: તમારા (તુકે) નેતૃત્વવાળી સરકાર રાજ્યના સામાન્ય લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. પાર્ટીના ધારાસભ્યોમાં લોકશાહી નથી. ન તો રાજકીય સ્થિરતા, જેના કારણે રાજ્યમાં શાસન તેના સૌથી નીચા સ્તરે છે. આ કારણે તુકીની આગેવાની હેઠળની સરકારને સત્તા પરથી હટવું પડ્યું હતું.
16 જુલાઇ, 2016 ના રોજ, પેમા ખાંડુને નબામ તુકીની જગ્યાએ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ખાંડુ 17 જુલાઈ 2016ના રોજ 37 વર્ષની વયે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. પરંતુ બે મહિનામાં તેઓએ બળવો કર્યો 16 સપ્ટેમ્બર, 2016ના રોજ, સીએમ પેમા ખાંડુના નેતૃત્વમાં 43 ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી સામે બળવો કર્યો અને ભારતીય જનતા પાર્ટીના સહયોગી પીપલ્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (પીપીપી) અને ભાજપમાં જોડાયા સાથે સરકાર મુશ્કેલીમાં હોય તેવું દેખાતું હતું પરંતુ ખાંડુએ પોતાની બહુમતી સાબિત કરી હતી.
બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. અપાંગ પછી અરુણાચલ પ્રદેશમાં ગીગોંગ ભારતીય જનતા પાર્ટીના બીજા મુખ્યમંત્રી બન્યા. આ પછી, 2019 માં, ભાજપે રાજ્ય વિધાનસભામાં જંગી જીત મેળવી અને પેમા ખાંડુના નેતૃત્વમાં અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવી. હવે 2024માં ભાજપની ભવ્ય જીત બાદ ખાંડુ ત્રીજી વખત રાજ્યની કમાન સંભાળશે.