કેસરગંજથી બૃજ ભૂષણના પુત્રને,તો ભાજપે રાયબરેલીમાથી આપી દિનેશ પ્રતાપ સિંહને ટિકિટ

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ઉમેદવારોની 17 મી યાદી બહાર પાડી. આ યાદીમાં રાયબરેલી બેઠક અને કેસરગંજના ઉમેદવારોના નામ સામે આવી ગ્યાં છે.જેવી રીતે ચર્ચા હતી બરાબર તે જ પ્રમાણે કેસરગંજ બેઠક પરથી પાર્ટીએ બૃજ ભૂષણના પુત્ર કરણ ભૂષણને ટીકીટ આપી છે. જ્યારે રાયબરેલી બેઠક પરથી પાર્ટીએ દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
કોણ છે કરણ ભૂષણ ?
ભાજપાએ પોતાના વર્તમાન સાંસદ બૃજ્ ભૂષણ શરણ સિંહની ટિકિટ કાપીને તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી છે. કરણ ભૂષણ સિંહ એ બૃજ ભૂષણ સિંહના નાના પુત્ર છે. 13 ડિસેમ્બર 1990માં જન્મેલા કરણ ભૂષણ એક પુત્રી અને એક પુત્રના પિતા છે.
આપણ વાંચો: ભાજપના આમંત્રણ પર 10 દેશોના 187 રાજકીય પ્રતિનિધિઓ ભારત આવશે, લોકસભા ચૂંટણીનો અનુભવ કરશે
મળેલી માહિતી પ્રમાણે કરણ ભૂષણએ ડો.રામ મનોહર લોહિયા અવધ વિશ્વ વિધ્યાલયમાથી બીબીએ અને એલ એલ બી ની ડિગ્રી મેળવી છે.સાથે જ ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેંટમાં ડિપ્લોમા પણ કર્યું છે.હાલમાં તેઓ ઉત્તરપ્રદેશ કુસ્તી સંઘના અધ્યક્ષ છે.અને સહકારી ગ્રામ વિકાસ બેન્ક ના પણ અધ્યક્ષ છે. આ લોકસભા ચૂંટણી તેમની પહેલી જ ચૂંટણી છે.
મોટો ભાઈ ધારાસભ્ય
2024ના ફેબ્રુઆરીમાં ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણ ને ઉત્તરપ્રદેશ કુસ્તી સંઘના અધ્યક્ષ બનાવાયા. હવે તેઓ લોકસભા ચૂંટણી લડશે .તો કરણ ભૂષણનો મોટો ભાઈ પ્રતિક ભૂષણ ભાજપનો ધારાસભ્ય છે.