રાજ્યમાં આ મોટા માથા હાર્યાઃ મુંબઈમાં પણ ચોંકાવનારા પરિણામો
મુંબઈઃ આખા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા ચાલી રહી છે અને બેઠકોના આંકડા તમામને ચોંકાવી રહ્યા છે. કૉંગ્રેસ, એનસીપી અને શિવસેના (યુબીટી)ની બેઠકો મળીને પણ 288માંથી 60 બેઠકો થઈ રહી નથી. મહાવિકાસ આઘાડીની આ કારમી હાર છે.
આ કારમી હારનો ફટકો કૉંગ્રેસને પડ્યો છે અને તેમને 100માંથી માત્ર 20 બેઠક પર વિજય મળ્યો છે. આ સાથે પક્ષના મોટા ચહેરા હારનો સામનો કરવો પડ્યો છે. મુખ્ય પ્રધાન રહી ચૂકેલા પૃથ્વીરાજ ચવ્હાણને કરાડ દક્ષિણ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. તેમની સામે ભાજપના અતુલ ભોંસલે જીત્યા છે તો સંગનેરમાંથી મુખ્ય પ્રધાનપદના દાવેદાર માનવામાં આવતા બાળાસાહેબ થોરાત પણ હાર્યા છે.
આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં વધી મતદાનની ટકાવારીઃ કોને ફાયદો કોને નુકસાન?
મુંબઈમાં પણ ચોંકાવનારા પરિણામો
મલાડ પશ્ચિમમાંથી બે વાર જીતી જનારા અસલમ શેખ પાછળ ચાલી રહ્યા છે તો રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેએ માહિમ બેઠક પરથી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. શિંદેસેનાના મિલિન્દ દેવરા પણ આદિત્ય ઠાકરે સામે હારની સ્થિતિમાં છે. ફવાદ અહેમદને હરાવી સના મલિક લગભગ જીતી ચૂકી છે, પરંતુ નવાબ મલિક સપાના અબુ આઝમી સામે હારી ગયા છે. વર્સોવામાં ભારતી લતેકર હારુન શેખ સામે હારી ગઈ છે.