અમિત શાહે ચૂંટણીના પરિણામ અંગે કર્યો મોટો દાવો, ‘અમે પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ’
દેશમાં લોકસભા ચૂંટણીનું પ્રયાર અભિયાન સમગ્ર દેશમાં જોરશોરથી ચાલી રહ્યું છે, હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ત્રીજા તમબક્કાનું મતદાન 7 મી મેના રોજ યોજાશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે, તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે, અમે હાલમાં થયેલા બે તબક્કાના મતદાનમાં 100 બેઠકો પર આગળ છીએ, અને અમારા 400 પારના નારાના વિરૂદ્ધમાં કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહી છે.
લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દાવો સામે આવ્યો છે, અમિત શાહે ચૂંટણી અને પરિણામને લઇને મોટો દાવો કર્યો છે. અમિત શાહે કહ્યું કે, પ્રથમ બે તબક્કામાં 100થી વધુ બેઠકો પર ભાજપ આગળ છે. અનામત અને બંધારણ પર કોંગ્રેસ દેશની જનતા સામે દુષ્પ્રચાર કરી રહ્યું છે. કોંગ્રેસ અનામત, બંધારણ પર ભ્રમ ફેલાવી રહ્યું છે. અમારા 400 પારના નારા પર કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. અમે 400 પારના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યાં છીએ.
અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહી છે. કોંગ્રેસ મારો નકલી વીડિયો વાયરલ કર્યો છે, નકલી જનસમર્થન માટે નકલી વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, અમે નારીશક્તિની સાથે છીએ. અમે તપાસના પક્ષમાં છીએ. ભાજપ અનામતના સમર્થનમાં છીએ, મહિલાશક્તિનું અપમાન સહન નહીં કરી કરીએ.