નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મોદીના મુસ્લિમ નિવેદન પર અખિલેશ યાદવનો વળતો પ્રહાર, કોંગ્રેસનો બચાવ

લખનૌ: સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. અખિલેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં એક તરફ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને બીજી તરફ તેમણે કહ્યું હતું કે આ વાંધાજનક નિવેદન છે અને તેના માટે કોઈ માફી નથી.

સપા પ્રમુકે લખ્યું હતું કે ભાજપના સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો ચૂંટણી રેલીઓમાં બેફામ વાતો કરીને કોંગ્રેસ માટે જે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે તે ભાજપના પોતાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી રહ્યા છે. એક તરફ તેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ 400 બેઠકો મેળવીને જીતી જશે, બીજી તરફ તેઓ વિપક્ષ જીતશે તો શું થશે તેમ કહીને જનતાને ડરાવીને ચૂંટણીમાં મતો મેળવવા માંગે છે. વાસ્તવમાં તેઓ પોતાની ઈચ્છા અન્યોને માધ્યમ બનાવીને રજૂ કરી રહ્યા છે.

અખિલેશ યાદવે એમ પણ લખ્યું હતું કે જે લોકોએ નોટબંધીથી ગરીબો અને મહિલાઓની મહેનતની કમાણી બહાર કઢાવી હતી, તેઓ આજે ઘરેણાંની વાત કરી રહ્યા છે. સત્ય તો એ છે કે જેમની પાસે એક-બે ઝવેરાત છે તે મધ્યમ વર્ગ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરી રહ્યો છે કારણ કે મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગના લોકો પણ ગરીબો, ખેડૂતો, મજૂરો, યુવાનો, પછાત, દલિતો, લઘુમતી, મહિલાઓની અડધી વસ્તી, આદિવાસીઓ અને દલિતોની જેમ બેરોજગારી અને મોંઘવારીથી અસરગ્રસ્ત છે.

આપણ વાંચો: ‘તાજનગરી’ પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં અખિલેશ યાદવ જોડાયા, વિરોધીઓ પર તાક્યું નિશાન

…જેની કોઈ માફી નથી

તેમણે એમ પણ લખ્યું હતું કે નામ લઈને કોઈ ચોક્કસ સમુદાય વિશે ખોટી વાતો કરવી એ આખી દુનિયામાં ફેલાયેલા સમુદાય વિશેષનું અપમાન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આનાથી દેશની બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ઓળખને ભારે નુકસાન પહોંચ્યું છે. આ એક ખૂબ જ વાંધાજનક નિવેદન છે, જેના માટે કોઈ માફી ન હોઈ શકે.

વાસ્તવમાં ભાજપ આવું નિવેદન એટલા માટે આપી રહી છે કારણ કે તેના પોતાના સમર્થકો પણ તેને વોટ નથી આપી રહ્યા. પ્રથમ તબક્કાના મતદાન બાદ આ નિરાશાજનક પ્રથમ નિવેદન છે અને દેશમાંથી ભાજપ સરકારની વિદાય તરફનો સંકેત પણ છે. ભાજપે પોતાની હારનો સ્વીકાર કર્યો છે, એમ તેમણે લખ્યું હતું.

બંધારણને ખતમ કરવાનો ઇરાદો ધરાવતા લોકો જ આવી ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કરી શકે છે. શું ચૂંટણી પંચ આવા નિવેદન પછી કોઈને ચૂંટણી લડવા દેશે? ઈતિહાસ આને યાદ રાખશે અને ઈતિહાસ આ માટે ભાજપને ક્યારેય માફ નહીં કરે, એવી ટીકા તેમણે કરી હતી.

આ બધા વચ્ચે કોંગ્રેસ વડા પ્રધાન વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે એવી રજૂઆત કરી હતી કે તેમણે આવું નિવેદન કેવી રીતે આપ્યું. ચૂંટણી પંચે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. અમે તેને અત્યંત ખરાબ માનીએ છીએ. સમુદાયના નામ સાથે વર્ણન છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ સમુદાય લોકોના સંસાધનોને હડપ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button