આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લેઉવા પટેલ સમાજની પત્રિકા ફરતી કરવા મામલે 4 લોકોની અટકાયત, ધાનાણીએ ભાજપ પર કર્યા પ્રહાર

રાજકોટ: ગુજરાતમાં આગામી 7 મેના રોજ 25 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે જાતિ-જ્ઞાતિના દાવપેચ રમવામાં વ્યસ્ત બન્યા છે. રાજ્યમાં એક તરફ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે અને ઠેર ઠેર જાહેરસભાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ કડવા પટેલ સમાજ અને લેઉવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવાના ઈરાદે અમુક શખ્સોએ જાગો લેઉવા પટેલ સમાજ જાગો તેવી પત્રિકા ફરતી કરતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.

રાજકોટ લોકસભા બેઠક પર અંતિમ તબક્કાના પ્રચારમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજની રાજનીતિથી માહોલ ગરમાયો છે. જાગો લેઉવા જાગો પત્રિકા સામે ભાજપે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો કોંગ્રેસે આ પત્રિકા ભાજપના જ પેજ-પ્રમુખે વાઈરલ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનિય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જો કોઈ બેઠક પહેલેથી ચર્ચાસ્પદ રહી હોય તો એ રાજકોટ લોકસભા બેઠક રહી છે.

આપણ વાંચો: રાજકોટમાં કોંગ્રેસનાં પંજાનો સાથ છોડી પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરે કર્યા કેસરીયા !

કડવા પટેલ સમાજ અને લેઉવા પટેલ સમાજ વચ્ચે ખટરાગ ઉભો કરવાના બદઈરાદે અમુક શખ્સોએ જાગો લેઉવા પટેલ સમાજ જાગો તેવી પત્રિકા ફરતી કરતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. આ મુદ્દે ભાજપના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી જેના પગલે પત્રિકા વહેતી કરનાર ચાર શખ્સો સામે મોડીરાતે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

લેઉવા પટેલ સમાજની પત્રિકા ફરતી થતાં ભાજપ શહેર પ્રમુખ સહિતના આગેવાનો પોલીસ કમિશનર પાસે દોડી ગયા હતા. ભાજપના નેતા મહેશ પીપરિયાની ફરિયાદ બાદ તાલુકા પોલીસે મવડી ગામ પાસે આવેલ ગાયત્રી પાર્કમાં રહેતા કારખાનેદાર મહેશભાઈ રવજીભાઈ પીપરિયા ઉ.વ.45ની ફરિયાદ પરથી રાજકોટના કેતનભાઈ તાળા, પ્રકાશભાઈ વેજપરા, વિપુલભાઈ તારપરા અને દિપ ભંડેરી સહિતના સામે આઈપીસીની કલમ 153એ, 188, 114, લોકપ્રતિનિધિ અધિનિયમની કલમ 125 અને 127 એ હેઠળ ગુનો નોંધી ચારેય શખ્સોને ક્રાઈમ બ્રાંચે મોડી રાત્રે જ અટકાયત કરી હતી.

પોલીસે કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરતા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોલીસે કરેલી કાર્યવાહી અંગે સવાલો ઉઠાવી જણાવ્યું હતું કે રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવામાં માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. તંદુરસ્ત ચુંટણીમાં અવરોધ પેદા કરવા પોલીસ તંત્રનો દુરઉપયોગ થઇ રહ્યો છે. મુળ ભાજપના ભડકેલા પેઇજ પ્રમુખો પાસે નામ-ઠામ વગરની પત્રીકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું ષડયંત્ર પણ કરી રહ્યું છે તેવો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker