*વલો કચ્છ : * કચ્છી પ્રેમભરી કુરનિશ

- ડૉ. પૂર્વી ગોસ્વામી
ગુજરાતી સાહિત્ય લેખન પર હમણાં એક કાર્યક્રમમાં આલેખ પાઠ કરવાનું થયું, ત્યાં પણ કચ્છ અને કચ્છીની ખૂબ યાદ આવતી હતી. એ પરથી સ્વસાહિત્ય માટે થોડું મનોમંથન ચાલતું હતું, ત્યારે રામસિંહ રાઠોડની કલમથી કચ્છી રાગજી રોશનાઈની અનોખી પ્રસ્તુતિને આજે માણીએ.
દિલ અને દિમાગના એકરસમાંથી રેલાતી રચના એટલે રાગ. કચ્છીમાં રાગ કરવો એટલે સાહિત્ય રચવું, હૃદયના હલચાલને શબ્દરૂપ આપવું. રાગ એટલે એ ભાવ જગતનો સંવાદ, જ્યાં શબ્દો સંગીતના લયે ધબકતા હોય છે. કચ્છી રાગના બંધારણ વિના કચ્છી સાહિત્ય અધૂરું છે, કેમ કે એ જ કચ્છની ભાષા, સંસ્કૃતિ અને માનસની મૂળ ધ્વનિ છે.
કચ્છી રાગના રાગ-વાઙમયમાં મનને કારે એવો સાચો સાર અને સૂર છે; જે કચ્છની ધરતીની ધૂળમાં, રેતીના ધોરાંમાં અને દરિયાની લહેરોમાં પણ સંભળાય છે. ગામઠી કચ્છ એને રોજિંદા જીવનમાં ભોગવે છે; રોજની વાતચીતમાં, તહેવારોમાં, મેળામાં અને માનવસંબંધોમાં પણ.
આજે કચ્છી રાગનો ભાણ જાણે ફરી એકવાર ડૂબવાની તલપ જગાવે છે. અત્રે જે રજૂ થાય છે તે એની સંધ્યાની આભાનું આછું અજવાળું છે; અંધારાની પહેલાંની તે ચમક, જે કચ્છની આત્માનો પ્રકાશ છે.
પાણી મથે પન તરે ને તીકું ડે, તિંય અસાંજો મન લુડે લોરી વિચમે જેમ જલલહેરમાં તરતું પાન ક્યારેક બૂડે, ક્યારેક તરે તેમ કચ્છી રાગનાં લહેરિયાં મનુષ્યના મનમાં હેલાં લે છે. કચ્છી રાગ એ કચ્છના માણસના મનની ભીતર ઊંડે ઉતરેલું સંગીત છે, જે દુ:ખમાં સાથ આપે અને આનંદમાં ઉમંગ વધારે છે.
આ કોઈ લેકસાહિત્યની ઔપચારિક મહેફિલ નથી, ન કોઈ ભજન-કીર્તન કે કવ્વાલીનો મંચ. આ તો છે જનતાની મધમાં ગુંથાયેલા ગામઠી ઢંગના કાલાવાલા: કચ્છની અસલિયતનો ઉત્સવ. રાગ અને રાગીની આ રોશનાઈ ભારતીય સંગીતની મોટી ગાથામાં કચ્છી પ્રેમભરી કુરનિશ છે.
કચ્છી રાગની ખાસિયત એ છે કે એ ભાવવાહી, મીઠી અને મૌલિક કવિતાશૈલી ધરાવે છે. એમાં એક ચંગો રંગ છે, જે શબ્દોને સૂરના સહારે જીવંત કરે છે. પ્રાકૃત અને સંસ્કૃતની મળતાવાડી કચ્છી બોલ, ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં એક અનોખું ચમકતું પાન ઉમેરે છે.
કચ્છી રાગ માત્ર શબ્દો કે સૂર નથી, એ તો કચ્છી માનસનો સ્વર છે. ધૂળના ધોરાંથી લઈને દરિયાના તટ સુધી એની ગૂંજ છે. તે પ્રેમમાં મીઠાશ લાવે છે, વિયોગમાં સહાનુભૂતિ આપે છે અને આશામાં નવો ઉલ્લાસ જગાવે છે.
કચ્છી રાગ ગુજરાતી કવિતાના લયભાવને ઉજળો બનાવે છે અને આ રીતે કચ્છી ભાષા ગુજરાતની કવિતાની રોશનાઈમાં પોતાનો દીવો પ્રગટાવે છે.
કચ્છી રાગને જાણવું, નાણવું અને માણવું એટલે કચ્છને તેની સંસ્કૃતિના સાચા સ્વરૂપે અનુભવું. કચ્છી રાગની રોશનાઈનો આ ઝબક ગુજરાતની આંખને ચમક આપે એ મિશાલ ભારતીય કવિતાના છત્રીશ રાગ પૂરા માં અત્રે મોજૂદ થાય છે.
સુણો સૂર કેલેયાણ સિને મ્યાંનું લધો
જખરા તું જમન જીંય સોર રાગ જીલાઈયેં
થેઆ સૂર સામુંઢિકે વૈયા ઉ વટાયે
સુઅણીકે સિક સાડજી ધરિયામેં ધામાયે
ખટણ હલઈ ખંભાત સે સારંગ સુણાઈયેં
કઈ કાલ કિડારેનું વ્યા કાફલા કાહે
સસઈ પાંજે સાજન પુઆ આભડી ઓભાએ
મુલક મિડે માજુરી કેયા ધેસી પૈચ પચાઈયે
કલ કી પઈ કોયારીનું વ્યા છપર છોલાએ
હોસેની લજ હુંધા ભીલાલ ભરમાઈયેં,
સંગીત સોરઠ સુણી ભરવેસેં ભુલાઈયેં
રમઈ હીર રાંજનસે ઈ ઈછકસેં અડાઈયેં,
સુણ સોંક કછ કીનરેજા રાણકે રીજાઇયેં
ખુશ થૈ ખાહુડી, રામકલી રાગે
સુર રિપનું વૈદ્યા ચનેસર સેં ચાહે
ધીધાર ડોથીવનલા થૈ કાપાતી કંમાઇયે
ડાઈ થૈ ડારલા ગર ગાતુ ગારાઈયે
રખે સેક સિક્રિડારેજો આસા ઉમેધ હુલાઈયે.
મારઈજી મીંજે મ્યાં, લુડાવ લંગેઇય લંગાઈયેં
દ્રકથી ઢોલામારૂજો વ્યા કાફલા કાહે
ધનાસરી ધિલભર ડિસી મોરચંગ મિલાઈયેં
જલાય જાન જોગી, ગિંધરી ગુજ ગાલાઈયેં
સુજેં કાલ કારાયલજો સૂર સિનેસે સુણાઈયેં
બેસક ભેરવ ભાઈયાં લીલાં લાડ લુડાઈયેં
તંબૂરેજી તંધસે લગી લઉં કશરી કરાઇયેં
ઇં છત્રી સૂર પૂરા વાઈમે વેરાઇયેં
ચય બાવો બાપુશાહ ગુલશન ગારાઈયેં
વલેંજો વલેકાર કછી રાગમે સુણાઈયેં
આ પણ વાંચો…વલો કચ્છ : કચ્છ કનેક્શન વિથ કલામ: રણથી રાષ્ટ્રદ્રષ્ટિ સુધી



