કેન્વાસ: ‘ઓસ્કાર’ જેવો એવોર્ડ પણ જરૂરી છે ખરો?

-અભિમન્યુ મોદી
મહિના પહેલાંની વાત છે. હમણાં જ એકેડેમી એવોર્ડસ પત્યા. કઈ કઈ ફિલ્મોને કે કયા કયા એક્ટરને ઓસ્કાર મળ્યો છે. તેની આપણે ત્યાં લોકમાનસમાં ખાસ નોંધ લેવાઈ નથી. ઓસ્કાર એક ધંધો છે. આ વાક્ય ‘શિક્ષણ ધંધો બની ગયું છે’ જેટલું જ ક્લીશે-ચીલાચાલુ ગણાવું જોઈએ, કારણ કે તે ઑપન સિક્રેટ છે. હોલિવૂડે સિનેમાની સેવા કરી હશે, પણ સિનેમા હોલિવૂડના ખભે ઊભું નથી. સિનેમાના ઇતિહાસની ઑલટાઈમ ગ્રેટ ફિલ્મોની યાદીમાં હોલિવૂડની અને એમાંય ઓસ્કાર જીતનારી ફિલ્મો જૂજ હશે.
આ પણ વાંચો..કેન્વાસ : બુદ્ધિ સીમિત ને મૂર્ખતા અંતહીન!
સાયન્સ ફિક્શન ફિલ્મોની બાઈબલ ગણાતી ’2001: અ જાફભય ઘમુતતયુ’ કે હિચકોક દાદાની ‘સાયકો’ જેવી માસ્ટરપીસ ફિલ્મોને બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં ઓસ્કાર મળવાની વાત તો દૂર રહી, નોમિનેશન પણ ન મળે તો પછી એ અવોર્ડની ક્રેડિબિલિટી – વિશ્વસનીયતા કેટલી? ‘ઝવય જવફૂતવફક્ષસ છયમયળાશિંજ્ઞક્ષ’,‘ઘક્ષભય ીાજ્ઞક્ષ ફ શિંળય શક્ષ અળયશિભફ’, ‘ઝવય ૠજ્ઞજ્ઞમ, ઝવય ઇફમ ફક્ષમ ઝવય ઞલહુ’ જેવી માઈલસ્ટોન સમી આલાતરીન-વિશેષ ઓળખ આપનારી બહેતરીન ફિલ્મોને પણ બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળ્યો નથી. ક્રિટિક લૉબી પણ જેનાં ઓવારણાં લે અને ત્રણ-ચાર પેઢી સુધી દર્શકો સતત જોયા કરે તેવી આ ફિલ્મોને ઓસ્કારની જરૂર છે ખરી?
ગાંધીજીને નોબેલ મળ્યો હોત કે સરદાર પટેલને ભારતરત્ન મળ્યો, એ તે સન્માનનું સન્માન છે અને અમુક અંશે એ વિભૂતિઓનું અપમાન. આઈનસ્ટાઇનને નોબેલ પણ થિયરી ઓફ રિલેટિવિટી માટે ક્યાં મળેલું? જગતની શ્રેષ્ઠ ફિલ્મો પૈસાના ઘમંડથી ઊભરાતી હોલિવૂડ ઇન્ડસ્ટ્રીની બહાર બની છે.
બીજી વાત, યુટ્યુબમાં સર્ચ કરો. ગૂગલમાં સર્ચ કરો. આ વર્ષે જે-જે ફિલ્મને ઓસ્કાર મળ્યો છે તે બધી ફિલ્મ ઓસ્કારના લિસ્ટમાં આવશે તેવી આગાહી કરતા એક કરતાં વધારે લેખ મળી આવશે અને તે બધાના તારીખ-વાર-સમય ખાસ માર્ક કરો. (જેમકે, ચારેક વર્ષ પહેલાં ‘ગ્રીન બુક’ આવી એવું તરત અમેરિકન ને બ્રિટિશ અખબારોમાં એ ઓસ્કાર જીતશે એ મુજબના ત્રણ-ચાર-પાંચ કોલમનાં બૉક્સ આવી ગયેલાં.
આ વર્ષે બેસ્ટ એક્ટર તરીકે એડ્રિયન બ્રોડી જીતશે એવું તો ઘણાએ કહી દીધેલું.) ફિલ્મ રિલીઝ થઈ હોય તેના બીજા-ત્રીજે દિવસે ઓસ્કારની મોડસ ઓપરેન્ડીના નિષ્ણાતોએ જાહેર કરી દીધું હોય કે આ ફિલ્મને આ કેટેગરીમાં ઓસ્કાર મળી શકે. યુટ્યુબ ઉપર તો ટ્યુટોરિયલ જેવા વીડિયો પણ મળશે, જેમાં સમજાવ્યું હશે કે ઓસ્કાર કેવી કેવી અને કઈ કઈ ફિલ્મોને મળે. આખો દિવસ ક્રિકેટ મૅચ જોયે રાખતો માણસ કાં તો સટોડિયો થાય અથવા તો ક્રિકેટના કોચિંગમાં ભરતી થાય.
ક્રિકેટર બને તો આપણને શાબાશી આપવાનું મન થાય, પરંતુ સટોડિયો દર વર્ષે કરોડો જીતે તો પહેલાં નફરત થાય ને પછી દયા આવે. વર્લ્ડ કપના સેમિ ફાઈનલ સુધી ઇન્ડિયાને પહોંચાડે તો જ આઈસીસીનો ધંધો ચાલે, છેલ્લા બોલ સુધી આઈપીએલમાં રસાકસી જળવાઈ રહે તો જ જાહેરાતોના ભાવ ઊંચકાય. આ બધાં ઑપન સિક્રેટ છે. હવે તો ટેલર મેઈડ ઓસ્કાર વર્ધી ફિલ્મો બને છે. અમુક ફિલ્મ એટલે જ બનતી હોય છે કે એ ઢગલાબંધ એવોર્ડ જીતી શકે.
ચોખ્ખી વાત છે કે મસાલા ફિલ્મોને એવોર્ડ મળવાના ચાન્સીસ ઓછા અને પેરેલલ સિનેમામાં બનતી ફિલ્મો સુપરહીટ જાય એવા ચાન્સ પણ ઓછા. માટે હવે તો ટ્રેડ પંડિતો પહેલેથી કહી દેતા હોય છે કે આ ફિલ્મ આટલો વકરો કરશે અને આ ફિલ્મ આટલા એવોર્ડ ઉસેટી જશે. માહિતીના ઢગલા કે ભવિષ્યવાણીઓના તુક્કાથી સર્જન પોતાનું આકાશ જોજનો દૂર બાંધતું હોય છે.
‘કોફી વિથ કરણ’ના ઇતિહાસમાં બેસ્ટ રેપિડ ફાયર રાઉન્ડ આપનાર જોડી એટલે મહેશ ભટ્ટ અને ઇમરાન હાશમી. તે રેપિડ ફાયર રાઉન્ડની શરૂઆત જ મહેશ ભટ્ટ ‘પેથેટીક લસ્ટ ફોર ઓસ્કાર’વાક્યથી કરે છે.
આ પણ વાંચો..ઓપિનિયન : જીડીપીમાં મહિલાઓનો ફાળો આટલો ઓછો?
મોરલ ઑફ ધ આર્ટિકલ – સિનેમા અને ઓસ્કારને કંઈ ખાસ લેવાદેવા નથી. સિનેમા બહુ મોટી કળા છે અને ચાર્લી ચેપ્લિન જેવા જૂજ અપવાદો સિવાય ભાગ્યે જ કોઈ એની સહેજ પણ નજીક પહોંચી શક્યું છે. કોઈ પણ કળાના ફોર્મના આજીવન વિદ્યાર્થી બનીને જે કલાકાર ચાલે તે મહાન બની શકે, પણ ક્યારેક કોઈ પણ કળા ઉપર માલિકીભાવ દર્શાવનારને જુઓ તો સમજવું કે પતન નક્કી છે. ઓસ્કાર કે કોઈ પણ એવોર્ડ જરૂરી છે અને તેનું મહત્ત્વ પણ છે જ, પણ ફક્ત એવોર્ડ મેળવવાની લહાયમાં સિનેમા નામની ઉત્તમ કળા સાથે બાંધછોડ થાય છે એ યોગ્ય નથી.