ટૂંકું ને ટચઃ ડિજિટલ દુનિયાના મોડર્ન આઈકોન છે સદા યુવા એવા શ્રીકૃષ્ણ!

લોકમિત્ર ગૌતમ
આજનો તેજીથી બદલાતો યુગ છે. એ જ કારણોસર મોટા મોટા તહેવારોની પરંપરાગત ઉજવણીનો રંગ આજની પેઢી પર સરળતાથી માથે નથી ચડતો.
આશ્ચર્યની વાત એ છે કે, જયારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમકે, ઇન્સ્ટાગ્રામ, યુટયૂબ કે ફેસબુક પર રીલ્સ અને મિમ્સ એ સંસ્કૃતિનો નવો ચહેરો બની વાઇરલ ટ્રેન્ડ બની ગયો છે ત્યારે ‘જિયો હોટસ્ટાર’ જેવા ટીવી ચેનલો જે માત્ર ખેલકૂદ-વેબ સિરીઝ માટે જાણીતી હોય એ અચાનક જાહેર કરે કે એ ‘જન્માષ્ટમીનું સીધું પ્રસારણ કરશે’ તો બધાને આશ્ચર્ય જરૂર થાય.
આનો બીજો અર્થ એ થયો કે જન્માષ્ટમી જેવા તહેવારો પ્રતિ પૂરી દુનિયામાં આવી જાતનું આકર્ષણ થઇ રહ્યું છે. આજે જન્માષ્ટમી દુનિયાના 108 દેશમાં ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરોમાં ભજન સંકીર્તનો સુધી સીમિત રહેવાવાળા શ્રી કૃષ્ણ નામના એક પૌરાણિક પાત્ર આજની ડિજિટલ દુનિયામાં જબરદસ્ત રૂપે સ્વીકારવામાં આવ્યું છે તો એનું કારણ શું હોય શકે?
જયારે કોઈ બાળક પોતાની શાળામાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં કૃષ્ણનો વેશ ધારણ કરી પારણામાં ઝુલે છે અને પછી એની આ પારણામાં ઝુલવાની રીલ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે ત્યારે એ બાળક ગમે તે ધર્મ કે જાતિનું હોય તે ‘ગીતા’ના જ્ઞાનનું પ્રતીક બની જાય છે. જન્માષ્ટમીના ગીત, ડાન્સ, કોસ્ચ્યુમ, ટ્રેન્ડ અને ડિજિટલ સમજ હવે ડિજિટલ આર્ટ અને ક્રિએટીવિટીનો ભાગ છે.
આ બદલાવ સાબિત કરે છે કે, કૃષ્ણ બહુ ઝડપથી વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જો તમે વોટ્સએપ સેવી હો તો તમે અમુક મિમ્સ અને ચેટ જરૂરથી જોયા હશે કે જેમાં પૂછ્યું હોય કે, ‘જો, આજે કૃષ્ણ હોત તો એ અર્જુનને વોટ્સએપ પર શું મેસેજ મોકલત?
જવાબ હશે: ગીતા…. ! રાધા પાસે ઇઅર પોડ્સ હોત તો એને વાંસળીનો અવાજ કોણ સંભળાવત?: ‘કૃષ્ણ.’
આવાં મિમ્સ ભલે મજાક લાગે, પરંતુ મજાકમાં એક વિચાર તો આવે કે આજના યુવાનોના દિલમાં અને એમની ભાષામાં એક નવો એક સમાનઅર્થી વિચાર ઘડાઈ રહ્યો છે.
આજનો આ કૃષ્ણ બદલાતા યુગના એક ઇન્ફ્લુઅન્સર અને ક્ન્ટેન્ટ ક્રિએટર પણ છે. શ્રી કૃષ્ણ માત્ર હિન્દુઓના જ ભગવાન નથી. એ એક ફિલોસોફર છે-યોદ્ધા છે-એક પ્રેમી છે-એક દોસ્ત છે-એક રણનીતિકાર છે અને એ એક મેન્ટર પણ છે.!
આ જ કારણોસર કૃષ્ણ દરેક સંસ્કૃતિમાં બંધ બેસે છે તેથી જ એ દરેક સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે. અમેરિકામાં ભાગવત ગીતા ‘એ લાઈવ પોઝ’ જેવા સેમિનાર થાય છે. યુરોપમાં કૃષ્ણ કોન્શિયસનેશથી જોડાયલા યુવાઓ ધ્યાન અને ભક્તિનો નવો અર્થ શોધે છે.
આજ કારણોથી જન્માષ્ટમીને દિવસે કૃષ્ણને યાદ કરવા, માત્ર મંદિરો અને ભક્તો સુધી જ સીમિત નથી પરંતુ આ યુવાઓ માટે એક વાયરલ ઇવેન્ટ બની જાય છે. તેથી જ રાસલીલા શોપિંગ મોલમાં થાય છે તો મટકી ફોડ પ્રતિયોગિતા ઓનલાઇન બતાવવામાં આવે છે અને કૃષ્ણના એનિમેટેડ વીડિયો દુનિયાભરના બાળકોમાં શેર થાય છે.
આ જ કારણે જન્માષ્ટમી આજે વૈશ્વિક આકર્ષણનો ડિજિટલ તહેવાર છે, જેમાં ભાગ લેવા માટે લાખો લોકો વિદેશથી ભારત આવે છે અને સ્માર્ટ ફોન જેવી સુવિધાથી યુવાનોને આ ઉત્સવ મનાવવા માટે એક સાથે જોડી દીધા છે.