વાચકની કલમે: કૃષ્ણ ને રાજનીતિ…
ઉત્સવ

વાચકની કલમે: કૃષ્ણ ને રાજનીતિ…

  • હિમ્મતલાલ પ્રભુદાસ ભૂતા

`કાજલકી કોઠરી મેં કૈસો ભી સયાનો જાય. કાજલ કો ડાઘ ભાઈ લાગે રે લાગે’ આ ઉક્તિ રાજનીતિને સંપૂર્ણ રીતે લાગુ પડે છે. રાજનીતિ એ ધર્મની વિરુદ્ધ દિશા છે. જિંદગીમાં એટલે કદાચ ગૌતમ બુદ્ધ અને મહાવીર જેવા પ્રજ્ઞપુરુષોએ રાજપુત્રો હોવા છતા રાજનીતિનો ત્યાગ કર્યો, જ્યારે કૃષ્ણ તો રાજનીતિમાં જીવનભર ગળાડૂબ રહ્યાં.

રાજનીતિના રૂપમાં જે તેમણે મહાભારતના યુદ્ધમાં કર્યું એ. ભીષમની આગળ શીખંડીને ઊભો રાખી એને દગાથી મરાવ્યા, દ્રોણ ને અશ્વત્થામા મરી ગયો એવું ખોટું બોલાવીને મરાવ્યા, કર્ણને જ્યારે રથનું પૈડું ફસાઈ ગયું ત્યારે એ નિ:શસ્ત્રને મરાવ્યો, દુર્યોધનને એની જાંગ પર ગદાનો પ્રહાર કરાવી મરાવ્યો. આ બધું હોવા છતાં આપણે કૃષ્ણને પૂર્ણાવતાર તરીકે પૂજીએ છીએ-તે સામાન્યજનની નજરે અપ્રસ્તુત નથી???

ઘણાં કૃષ્ણભક્તોના મનમાં આ પ્રશ્ન ઊઠતો હશે. કૃષ્ણના જીવન કાર્યોને સમજવા થોડા જટીલ છે. ચાલો આપણે સમજવા પ્રયાસ કરીએ…

કૃષ્ણ આધ્યાત્મિક પુરુષ-ધાર્મિક નહીં. આધ્યાત્મ સમગ્ર જીવનને આવરી લે છે. ધર્મ એક દિશા છે. અન્ય બુદ્ધ પુરુષો ધાર્મિક છે આધ્યાત્મિક નહીં. એ અર્થમાં તેમણે એક દિશાને પસંદ કરી છે. કૃષ્ણને આખું જીવન પસંદ છે. એટલા માટે કૃષ્ણને રાજનીતિ ડરાવી શકતી નથી.

રાજનીતિ પણ જીવનનો ભાગ છે. કૃષ્ણને જીવનમાં ફૂલ અને કાંટા બંનેર સ્વીકૃત છે. ફૂલ અને કાંટા એક બીજાના દુશ્મન નથી, પણ એકબીજાના પૂરક છે. બન્ને ઊંડાણમાં જોડાયેલા છે. કૃષ્ણ એવા સાધનોનો ઉપયોગ કરે છે કે જેને ઉચિત નહીં કહી શકાય. અસત્યનો, છળનો, કપટનો ઉપયોગ કરે છે. કૃષ્ણ સ્વિકારે છે કે જિંદગીમાં શુભ અને અશુભ વચ્ચે પસંદગી નથી હોતી. જીવનની બધી જ પસંદગી સાપેક્ષ છે.

સવાલ એ નથી કે કૃષ્ણએ જે કર્યું તે ખરાબ હતું, સવાલ એ છે કે જો એ ન કરત તો શું એનાથી ભલું થાત કે વધારે ખરાબ થાત? પસંદગી હંમેશાં લેસર ઈવિલ અને ગ્રેટર ઈવિલ વચ્ચેની છે. કૃષ્ણની સામે જે પસંદગી છે. ઓછા ખરાબ અને વધારે ખરાબની વચ્ચે છે અને કૃષ્ણએ જે જે છળકપટનો ઉપયોગ કર્યો તેનાથી વધારે છળકપટ સામો પક્ષ કરતો હતો અને કરી શકે તેમ હતો.

સામો પક્ષ સાધારણ ખરાબ ન હતો એ અસાધારણ દુષ્ટની સામે સારાની જીતની કોઈ સંભાવના ન હતી. દાખલા તરીકે તેમણે મહાભારતના યુદ્ધને રોકવા પાંડવોના વિષ્ટકાર તરીકે કૌરવોને માત્ર પાંચ ગામ પાંડવોને આપવાની કરી, તેનો પણ સ્વિકાર ન થતા કૃષ્ણને માટે યુદ્ધ સિવાય કોઈ માર્ગ બચ્યો નહીં.

જરાસંઘના આક્રમણને રોકવા અને તેને લીધે થનાર મથુરાના સામાન્ય લોકોના વિનાશને રોકવા કૃષ્ણે મથુરા છોડી પલાયન થવાનું સ્વીકાર્યું. ભરી સભામાં કૃષ્ણનું અત્યંત હિન ભાષામાં અપમાન કરનાર શિશુપાલને પણ નવ્વાણું ગાળો સહન કરીને પણ કૃષ્ણ મારતા નથી, જ્યારે પાણી માથા પરથી જવા લાગ્યું ત્યારે જ શિશુપાલનો વધ તેઓ કરે છે.

કૃષ્ણ યુદ્ધખોર નથી જ…

અર્ધ સદીમાં અર્ધ રાત્રે મળેલી અર્ધ સ્વતંત્રતા…

  • આલોક ગાગડેકર

તમારા અંતરમનને ધ્રુજાવી નાખે એવી એક વાત કહેવી છે 35 કરોડની જનસંખ્યા ધરાવતું દેશ આઝાદ થાય અને એમાંથી એક કે દોઢ કરોડ લોકોને આઝાદ ના કરવામાં આવે તો એ એક દોઢ કરોડ લોકો ઉપર શું વીતી હશે એ આપવિતી જેવું સંશોધન તમારી સમક્ષ મૂકું છું. વાત 1947ની છે જયારે આપણો દેશ સ્વતંત્ર થયો હતો.

લોકો ઉત્સવ મનાવી રહ્યા હતા શહેરની એકે એક શેરી, ગામ, ગલી, ગોત્ર બધું શણગારવામાં આવી રહ્યું હતું. પણ અમુક લોકો કાટાઓની વાડની પાછળ આંસુડા વહાવી રહ્યા હતા. એ લોકો એટલે વિચરતી ભટકતી જનજાતીઓનો એક મોટો વર્ગ. જેમાં 192 જનજાતીઓને આઝાદી ના મળી

કારણ કે એમને તો 1871માં જ અંગ્રેજોએ Born Criminal કહીને આજીવન કારાવાસમાં બંધ કરી દીધા હતા એ હતા સેનાપતિના પદ ઉપર બિરાજેલા સ્લીમન નામના એક કલકત્તા આર્મીના ઓફિસર જેણે બનાવેલી યાદી મુજબ ભામટા, વરાડ, કૈકાડી, પારધી, ચીડીમાર, ભેડકૂટ, કંજર, સાંસી (સાહસી) જેવી 190 જનજાતીઓને જન્મજાત અપરાધી’ જેવી એક ભેદી ઓળખાણ આપી હતી.

અને એ ઓળખાણ આજ સુધી એ જનજાતીઓનો પીછો છોડતી નથી. આપણે ત્યાં સ્વતંત્રતાની પ્રથમ ચળવળ શરૂ થઇ એ સમય હતો 1857 મંગલ પાંડે વિદ્રોહ એ સર્વ વિદિત છે. ત્યારેઆનંદ મઠ’ લખનારા બંકિમ બાબુ બાર વર્ષના હતા. એ પછી આ ચળવળ લોકમાન્ય તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે એ આગળ વધારી એ પણ સર્વવિદિત છે.

પણ આ ચળવળો પહેલા પણ એક ચળવળ શરૂ થઇ હતી. એનું નામ હતું `જંગલ સત્યાગ્રહ’ અને એના આગેવાનો હતા જનજાતીય યોદ્ધાઓ જેમણે હુંણ, શક, મંગોલિયન, પોર્ટુગીઝ, મુગલ અને બ્રિટિશરોમાંથી એકેયની ગુલામી સ્વીકારી ન હતી. મુગલ તો માત્ર એમના પાલતું મોટા મોટા સુવ્વર જોઈનેજ ભાગી જતા હતા.

ઘાસી સિંહ સિંહભૂમ, જેમને 1760માં અંગ્રેજો સામે બળવો પોકારેલો, ટનંટયા મામા જેને ટનટયા ભીલથી લોકો જાણે છે, બિરસા મુંડા, સાહસી ફુકન, રાની દુર્ગાવતી, ટાનાભગત જેવા સેકડો બળવાનોએ પોતાનું લોહી રેડી રેડીને આ ધરતીની સેવા કરી હતી. વિદેશિઓ અહીંની મૂરતિઓ, આભૂષણો, દરિયા માર્ગે લઇ જતા હતા ત્યારે એ માલ મિલકતને અંગ્રેજોથી લૂટીને પાછા રજવાડામાં આપી દેતા હતા.

એક સમયે રાજા રણજીતસિંહ સાંસીના મુકુટ પર કીમતી કોહિનૂર હીરો ચમકતું હતું એ રાજા પણ આ જનજાતિના જ હતા. આ રાજા રજવાડાઓ એમની આ હિંમતની દાદ આપતા અને એમને ગામની સીમમાં રહેવાની સુવિધાઓ કરી આપતા. સમય જતા આ લોકોની હિંમત બ્રિટિશરોના માથાનો દુખાવો બનવા લાગી અને ઉપર જણાવ્યું એમ સ્લીમન નામના ઓફિસરે એમને નજર કેદ કર્યા.

આટલા મોટા વર્ગને એક સાથે જેલમાં કઈ રીતે રાખવાના એ મોટી સમસ્યાનું સમાધાન એ લાવ્યું કે એમના માટે વિશિષ્ઠ પ્રકારની જેલોની રચના કરવામાં આવી જે જેલોમાં તેઓ પોતાના પરિવાર સાથે રહી શકે. જેલમાં ત્રણ વિભાગ હતા પુષો, સ્ત્રીઓ અને બાળકો. બેડીયો બાંધેલા પુષો મિલોમાં કામ કરવા જતા, સ્ત્રીયો વિદેશીઓના ઘરના કામ કરે અને અંગ્રેજી બાળકોને સ્તનપાન કરાવે અને બાળકો સફાઈ કરે અને શિક્ષણ પ્રાપ્ત કરે.

દૂરથી જોતા હિટલરનું concentration camp લાગે. 1871થી આ સમુદાયને પણ આશા હતી કે જયારે દેશ બ્રીટિશરોના ગુલામીથી મુક્ત થશે ત્યારે આપણે પણ મુક્ત થઇ જઈશું. પણ આઝાદ દેશના વહેલા તે પહેલા વડા પ્રધાન જવાહર લાલ નેહ જે જાતે પણ ઘુમક્કડ જ હતા કેમ કે કાશ્મીરની નહેરના સહારે સહારે એમના વંશજો પણ પ્રયાગરાજમાં આવીને વસ્યા હતા.

ને એ માણસે આ જનજાતિઓને 1952માં માંડ માંડ વિમુક્ત કર્યા ત્યારે આ લોકો Notified થી Dnotified થયા. આ ઐતિહાસિક જેલો આજે પણ છે અને એ જેલોની બહાર આજે પણ એ જનજાતીઓ વસે છે. મગજની ગુલામીની સાથે. તો થઇને આ અર્ધ સદીની અર્ધી સ્વત્રંતા.

આ પણ વાંચો…વાચકની કલમે : અષાઢી બીજે નવું જોમ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button