દાદરની કેટરિંગ કોલેજના આ વિદ્યાર્થીના હાથનો સ્વાદ તમને મંત્રમુગ્ધ કરી નાખશે

એક પુરુષ સારી રસોઈ બનાવી શકે તે વાત હવે સર્વસ્વીકાર્ય છે. ભારતના ઘણા સેલિબ્રિટી શેફ વિશ્વમાં નામ કમાઈ ચૂક્યા છે. આવા જ એક શેફની આપણે વાત કરવાની છે. નામ છે વિરેન્દ્ર રાવત. મુંબઈમાં જ જન્મેલા અને ઉછરેલા વિરેન્દ્રએ પોતાનું કરિયર આ ક્ષેત્રમાં બનાવવા માટે દાદરની કેટરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કમ્પલીટ કર્યું.
વિરેન્દ્રએ આ બિઝનેસમાં એમ જ પ્રવેશ કર્યો. માતા-પિતા ઈચ્છતા હતા કે ઓટો-મોબાઈલ ક્ષેત્રમાં કરિયર બનાવે, પરંતુ કોઈ કારણસર તે શક્ય ન બન્યું. તે સમયે કેટરિંગ ટ્રેન્ડમાં હતું અને વિરેન્દ્રએ પણ ઝંપલાવ્યું. જોકે જેમ જેમ તે આ ક્ષત્રેમાં આગળ વધ્યા તેમને મજા આવતી ગઈ. આજે 20 કરતા પણ વધારે વર્ષથી તેઓ કેટરિંગના અલગ અલગ સેક્શનમાં કામ કરી રહ્યા છે અને પોતાના કામનો આનંદ પણ માણી રહ્યા છે.
વિરેન્દ્રની કરિયરની શરૂઆત ઘણી પોઝિટીવ થઈ. તેમને જાણીતા શેફ મોશે શેક સાથે કામ કરવાનો મોકો મળ્યો. આ અનુભવે વિરેન્દ્રને નવી જ દિશા આપી. કિચન માત્ર રસોઈ બનાવવાનું સ્થળ નથી તમારી સર્જનાત્મકતાને ખિલાવવાની તક પણ છે તે વિરેન્દ્રને સમજાયું. પારંપારિક વાનગી હોય કે કોઈ અલ્ટ્રામોર્ડન ટેસ્ટ, વિરેન્દ્રને દરેક ફ્લેવર પોતાની તરફ ખેંચવા લાગી. આવી રહેલા ગણેશોત્સવ માટે તેમણે ઉકળી ચે મોદકના અલગ અલગ ટેસ્ટ ડેવલપ કર્યા છે. ઈન્ડિયન અને ફોરેન એમ બન્ને કુઝીનમાં વિરેન્દ્ર એક્પર્ટ છે.
લાંબા સમય સુધી અન્ય રેસ્ટોરાં કે એમએનસી સાથે કામ કર્યા બાદ વિરેન્દ્રને થયું કે હવે કંઈક મારા માટે કરું. 12 વર્ષ પહેલા વિરેન્દ્રએ ગૂડ ફૂડ કોન્સેપ્ટ નામનું વેન્ચર શરૂ કર્યું. વિરેન્દ્રએ કેટરિંગ સાથે પોતાને બેન્ક્વેટ હોલ અને નાના કેફે પણ શરૂ કર્યા. એક સમયે મુંબઈની જાણીતી 10 જેટલી ક્લબમાં વિરેન્દ્ર કેટરિંગ સર્વિસ આપતો.
ત્યારબાદ તેણે નાના કેફે શરૂ કર્યા. હિન્દુજા અને જશલોક જેવી હોસ્પિટલોમાં પણ વિરેન્દ્રના કેફે ચાલે છે. પોતાનો બેન્ક્વેટ હોલ પણ છે. આઠ-દસ વર્ષ કામ કર્યા બાદ વિરેન્દ્રને થયું કે જે કરવું છે તે મારે મારા માટે કરવું છે અને છેલ્લા 12 વર્ષથી તે પોતાની કેટરિંગ કંપની ચલાવી રહ્યા છે.
આ ફિલ્ડના પડકારો વિશે તેઓ કહે છે કે આજના સમયમાં જે કોઈપણ વસ્તુઓ જોઈતી હોય તે દુનિયાના ગમે તે ખૂણામાંથી હું મંગાવી શકું છું. એ રીતે આ બિઝનેસ આસાન થઈ ગયો છે, પરંતુ અમુક સરકારી મંજૂરીઓ લેવાનું આજે પણ એટલું જ અઘરું છે. કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ હોવાછતાં બાબુશાહીનો સામનો કરવો પડે છે, તેનાથી છૂટકારો મળે તે જરૂૂરી છે.
વિરેન્દ્રના જીવનનું એક સૂત્ર છે જીવન તમને જ્યારે લીંબુ આપે ત્યારે તમે તેનું લેમોન્ડે બનાવી નાખો. પોતાના જ ફિલ્ડની આ એક નવી કહેવત વિરેન્દ્રએ અમલમાં મૂકી છે. લાઈફમાં જે પડકાર આવે તેને તકમાં ફેરવી નાખવામાં વિરેન્દ્ર માને છે.
આપણ વાંચો: કેક સ્પેશિયાલિસ્ટ શ્વેતા મુત્રેજા અગરવાલની એગલેસ કેક તમે બાપ્પાને ચોક્કસ ચખાડજો!
આ ફિલ્ડમાં યુવાનો જો કરિયર બનાવવા માગતા હોય તો વિરેન્દ્રનું કહેવાનું છે કે તમારી માટે ઘણી જ કરિયર ઑપચ્યુનિટીઝ છે. માત્ર રેસ્ટોરાં જ નહીં, આજકાલ મોટા કોર્પોરેટ્સથી માંડી ઘણી જગ્યાએ સ્પેશિયલ શેફની ડિમાન્ડ છે. વિરેન્દ્રનું કહેવાનું છે કે જેમને રસોઈ બનાવતા આવડે છે તે ક્યારેય ભૂખ્યુ સૂતું નથી તે ન્યાયે આ ફિલ્ડમાં તમે આવશો તો તમે કામ વિનાના નહીં રહો.
(Good Food Concept, gfcmumbaihotmail.com – 9820842525)