ખોવાયેલી વસ્તુ શોધી આપતું યંત્ર: ટેગ ટે્રકર

વારંવાર મહત્ત્વની વસ્તુ ખોવાતી અટકશે… આ ટે્રકિગ ડિવાઈસથી બીજા કયા કયા ફાયદા થશે?
ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ
સિમકાર્ડ પછી મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ અને પછી પોર્ટેબલ હાર્ડડ્રાઈવ… આ તમામ ડિવાઈસનું કામ ડિજિટલ ડેટાને કોઈ પણ સ્વરૂપે સાચવવાનું છે. ઘણીવાર કિ-ચેન વગરની ચાવી ક્યાંક મુકાય જાય તો ક્યારેક ઈયરપોડ ક્યાંક રખાય જાય… આમ નાની પણ મહત્ત્વની વસ્તુઓ ક્યાં રાખવી એ તો ખબર પડે, પણ અચાનક ક્યાંક મુકાય જાય ત્યારે શોધવામાં ઘણો સમય જાય. પછી આ કામ રણમાંથી સોઈ શોધવા જેવું થઈ પડે. આવું ન થાય એ માટે `ટે્રગ ટે્રકર’ નામનું ડિવાઈસ કામ કરે છે.
હવે આ શું છે એ થોડું ફિલ્મના એક સિનના માધ્યમથી સમજીએ. ફિલ્મ ઉરી’ના એક સીનમાં બતાવવામાં આવે છે કે વિક્કી કૌશલનાં મમ્મી અલ્ઝાઈમરને કારણે ઘરમાંથી ક્યાંક જતાં રહે છે. એ સમયે યામી એમ કહે કે,એ ક્યાંય નહીં જાય અને જ્યાં પણ જશે ત્યાંથી ટે્રક થશે. એમની સાડીમાં જીપીએસ ટે્રકર છે….’ આમ, ગુમાવેલી કે ન શોધાતી વસ્તુનો `પીછો’ કરવાનું કામ કરે છે ટેગ ટે્રકર.
અત્યાર સુધી એપલ કંપનીના ટેગ ટે્રકર જાણીતા હતા, પણ હવે એન્ડ્રોઈડ પણ આ દિશામાં અપગ્રેડ થતા એના ટેગ ટે્રકર કામ કરી રહ્યા છે. એપલ, ગૂગલ જેવી કંપનીઓ `ફાઈન્ડ માય ડિવાઈસ’ જેવી સગવડ આપે છે. એની મદદથી સ્માર્ટફોન ક્યા છે એની ખબર પડે છે. આ ડિવાઈસને પછી મેપ પર જોઈ શકાય છે.
હવે આ જ અભિગમને વધુ વિકસાવીને ટેગ ટે્રકર બનાવવામાં આવ્યું છે. સરળતાથી જે વસ્તુ ઈન્ટરનેટ સાથે ક્નેક્ટ ન હોય એને ક્નેક્ટ કરવા અને પછી ટે્રક કરવા માટે વપરાય છે ટેગ ટે્રકર, જેને જે તે સ્માર્ટ ફોન ડિવાઈસથી જોઈ શકાય છે. એક રૂપિયાના સિક્કા જેટલું કદ પણ કામ વિરાટ આકાશ જેવડું. આ ડિવાઈસમાં હોય છે સર્કિટ, ચીપ, સેન્સર, બેટરી, નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન જેવી હાઈટેક ડિવાઈસ ટેક્નોલોજી.
એપલ કંપનીએ જ્યારે નવા સ્માર્ટ ફોન લોંચ કર્યા એ સમયે કેટલાક આવા ટેગ પણ માર્કેટમાં મૂક્યા હતા, જે અમેરિકાની બજારમાં સારી રીતે વેચાયા. એપલના એરટેગ જીપીએસથી ટેગ થઇ શકે એવા આવતા હતા.
નાનાં બાળકો પણ વોચની જેમ પહેરી શકે એવા આવતા. ખાસ કરીને કોઇ પાળીતા પશુ ખોવાઈ ન જાય એ માટે એનો વ્યાપક ઉપયોગ થતો. એ પછી સેમસંગ, ગૂગલ જેવી કંપનીએ આવા સ્માર્ટ ટેગ તૈયાર કર્યા. ખાસ કરીને લાઈટિગ ડાયોડ આપીને અંધારામાં કોઈ પશુને ઓળખી શકાય એ માટે વિશેષ સગવડ આપી.
છેલ્લે છેેલ્લે જીઓ કંપનીએ પણ પોતાના ટેગ શરૂ કર્યા. ટેકની કંપની ભલે અલગ અલગ હોય પણ કામ એક સરખું જહોય છે. તફાવત માત્ર કદ અને ફીચર્સનો હોય છે. સૌથી મોટી અને ખાસ વાત એ હોય છે કે, એમાં આઈફોન કે એન્ડ્રોઈડ સાથે તે સરળતાથી કનેક્ટ થઈ જાય છે અને કામ કરી આપે છે. આવા ટેગની બેટરી લાંબા સમય સુધી ચાલે છે. ઘણા ટેગ એવા હોય છે એની બેટરી સરળતાથી બદલી શકાય છે.
આવા ટેગને પહેલા ફોન સાથે કનેક્ટ કરવામાં આવે છે. પછી એ ટેગ બ્લુટુથની રેંજમાં હોય તો ફોનની મદદથી ટેગમાં સાઉન્ડ પ્લે કરી શકાય કે એને વાયબ્રેટ કરી શકાય, જેથી એના અવાજથી ખબર પડે કે, વસ્તુ ક્યાં પડી છે. હવે ટેગ બ્લુટુથની રેન્જની બહાર હશે તો ચોક્કસ સમય બાદ આ સિગ્નલ રીલે થશે અને ટેગમાં ઝીલાશે. આ તમામ પ્રક્રિયા સર્વરમાંથી કંટ્રોલ થાય છે. હવે જ્યારે ફાઈન્ડ માય ડીવાઈસને ઓપન કરવામાં આવે છે એ સમયે નિશ્ચિત ટેગ પસંદ કરી લીધા બાદ સર્વરમાં એ ટેગનો ડેટા રીલોડ થાય છે. પછી એનું લોકેશન એ સ્ક્રીન પર દેખાય છે.
ટેગ એક પર્સનલ ડિવાઈસ છે એટલે બીજા કોઈ વાપરી ન શકે, કારણ કે આ ટેગ આપણા ફોન સાથે ક્નેક્ટેડ હોય છે. એક જ પરિવારની વ્યક્તિ આનો સરળતાથી ઉપયોગ કરી શકે. હવે આવો ટેગ જ ખોવાઈ જાય ત્યારે શું?
એપલમાં આ માટે એક વિકલ્પ હોય છે એનું નામ છે ` લોસ્ટ એરટેગ’ એ પછી શો કોન્ટેટ ઈન્ફો પછી એ ટેગની વિગતને ચેક કરી શકીએ. જે તે વ્યક્તિ ક્યાં છે અને કેટલા દૂર છે ત્યાં સુધી પહોંચી શકાય છે. ટેગ ક્લેક્ટ કરી શકાય.
હવે લોચો એ છે કે, ટેગમાં જ ડિસેબલ ઓપ્શન હોય છે એ ઓન થઈ ગયું તો વાર્તા ખતમ. ન મળે. ન લોકેટ થાય. હવે માની લો કે, એક બેગમાં આ ટેગ મૂક્યો છે અને તમે કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયા ત્યાં આ બેગ ભૂલાઈ ગઈ તો? `નોટિફાઈડ વેન લેફ્ટ બિહાઈન્ડ’ નામનો વિકલ્પ આ માટે મદદરૂપ થાય છે. હવે મોબાઈલ ભૂલી જાવ તો તો સર્વત્ર કલ્યાણ! આટલું જાણ્યા બાદ સ્વાભાવિક પ્રશ્ન થાય કે પછી પ્રાયવસીનું શું? એક લાઈનનો જવાબ એ છે કે, આ ટે્રકર છે કોઈ ટ્રાંસમીટર નથી. ટ્રાંસમીટર માત્ર લોકેશન અને સેન્સરનો ડેટા થાય છે. કોઈ વ્યક્તિની ફોન સુધીની વાતચીત કે ડિજિટલ મીડિયા નહીં.
આ ઉપરાંત ટેગમાં પણ ડિસેબલનો ઓપ્શન આવે છે, ડિસકનેક્ટનો પણ વિકલ્પ આવે છે. જસ્ટ જાણી લો કે, કોઈ પણ ડિવાઈસમાં મેપ સર્વિસ હવેથી ડાયરેક્ટ જીપીએસ સેટેલાઈટ પર કામ કરે છે, જેમાં ઓટો ઓપ્શન ઓન હોય તો સાંજે સૂર્યાસ્ત થયા બાદ મેપ ઓટોમેટિક રંગ બદલી જશે અને નાઈટમોડ ઓન થઈ જશે.
હા, કોઈ ગમતું રેસ્ટોરાં કે હોટેલ સેવ કરેલા હશે તો એ નજીક આવતા જ નોટિફિકેશન પણ મોકલશે.
આઉટ ઓફ ધ બોક્સ
`ઈન્સ્ટાગ્રામ’માં વીડિયો અપલોડ કરતા હો તો વધુ પડતા હેશટેગ ન નાખશો. એ ટ્રાફિક કે વ્યૂઅર આપવાના બદલે સેન્સેટિવ કેટેગરીમાં સર્વર મૂકી દેશે.
આ પણ વાંચો…ટૅક વ્યૂહ: ગૂગલ મેપની ટાઇમલાઈન સર્વિસ: કામ એક ફાયદા અનેક…



