યંગ ઑન્ટ્રપ્રેન્યોર અવૉર્ડથી નવાજાયેલા શ્વેતા મુત્રેજા-અગ્રવાલની ટેસ્ટી કેક, ચોકલેટ, કૂકીઝની પેશકશ

આજની યુવા પેઢી સહિત તમામ જનરેશન લોકોમાં પોતાની મેંદા વગરની કૂકીઝ, કેક, પેસ્ટ્રી અને ચોકલેટ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓનો ચટકો લગાવ્યા બાદ કૉર્પોરેટ સેકટરમાં ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધી રહેલા કૂકી કેક ક્રમ્બલના સ્થાપક 45 વર્ષના યુવા ઑન્ટ્રપ્રેન્યોર શ્વેતા મુત્રેજા-અગ્રવાલને તાજેતરમાં તેમના નવા ઓદ્યોગિક સાહસ બદલ ઈકોનોમિક્સ ટાઈમ્સ એફ એન્ડ બી લીડરના ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે.
આજના જમાનામાં તગડી કોમ્પિટિશન વચ્ચે કેક ને કૂકીઝના ક્ષેત્રમાં કાઠું કાઢી રહેલા બેકિંગ ક્વીને શ્વેતા મુત્રેજા-અગ્રવાલ આજે પોતાના હાથે જ ઘરમાં ખાસ બનાવેલા કિચનમાં ઈંડા વગરની હેલ્થી કેક-કુકીઝ જેવી બેકરી આઈટમ્સ, ચોકલેટ, પેસ્ટ્રી જેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે. તેમની પાસે ખાસ તાલીમ પામેલો નાનો સ્ટાફ પણ છે.
શ્વેતાના હાથના બનેલી ફૂડ પ્રોડક્સ ખાવાના શોખીનોને ઘેલા કરી મૂક્યા છે. નાનપણનો કૂકિંગનો શોખ આજે તેમની માટે એક પેશન બની ગયો છે અને તેમના આ સાહસ તેમની પેશન્સ અને મહેનતને કારણે આજે તેઓએ નાની ઉંમરે મોટું નામ કમાવ્યું છે.
કોવિડ મહામારી દરમ્યાન લૉકડાઉનમાં અનેક લોકોના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા હતા ત્યારે શ્વેતા મુત્રેજા કૂકિંગ પ્રત્યેના તેમના પેશનને એક નવી દિશામાં લઈ જવામાં સફળ રહ્યા હતા. કોવિડ મહામારી પહેલા તેઓએ કૂકિંગ કરતા હતા પણ લોકો સુધી પોતાના ફૂડ પ્રોડક્ટ્સ લઈ જવા માટે તેઓ હજી ચોક્કસ કંઈ વિચારે તે પહેલા જ તેમના એક મિત્રએ તેમના માટે હેલ્ધી કેક બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.
કોવિડના કારણે લૉકડાઉન હોવાથી બહાર દુકાનો બધી બંધ રહેતી હોવાને કારણે કેક બહારથી મળે એવી શક્યતા જ નહોતી. એવા સમયે મિત્રએ આપેલો કેકનો ઓર્ડર પર્ફેક્ટ હોવો જોઈએ તે માટે તેઓ માટે પૂરા દિલથી મહેનત કરીને તેમણે 50 બોક્સ બનાવીને આપ્યા અને એ હેલ્ધી કેક લોકોને એટલી બધી ભાવી કે ત્યારપછી કોઈ દિવસ તેમણે પાછળ વળીને જોયું નથી.
કૂકિંગ ક્ષેત્રમાં આવવા પહેલા શ્વેતા પીઆર પ્રોફેશનમાં હતા. વાર તહેવારે નવા નવા ફૂડ પ્રોડકટ્સ સાથે લોકો સુધી પહોંચનારા શ્વેતા દિવાળી હોય કે ગણેશોત્સવ હોય લોકોને નવું આપવામાંથી કોઈ દિવસ પાછળ નહીં હટે. આવતા અઠવાડિયામાં રક્ષાબંધન છે તે માટે પણ તેઓ પોતાના નવા મેન્યુ સાથે હાજર થઈ ગયા છે. અલગ અલગ પ્રાઈઝ રેન્જમાં 1,000 રૂપિયાથી લઈને 3,200 રૂપિયા સુધીના તેમણે રક્ષાબંધન માટે હેમ્પર રાખ્યાં છે.
સંપૂર્ણ રીતે એગલેસ ખાદ્યપદાર્થ બનાવનારા શ્વેતાના જણાવ્યા પ્રમાણે હાલમાં દુબઈ ચોકલેટનો ટ્રેડ ચાલી રહ્યો છે. કોનાફા ચોકલેટ અને કોનાફા ચીઝકેક માટે તેમના મોટા પ્રમાણમાં ઓર્ડર આવી રહ્યા છે. આ સાથે જ તેઓ હવે ધીમી પણ મક્કમ ગતિએ કૉર્પોરેટ સેક્ટરમાં નાના સ્તરે કેટરિંગના ઓર્ડર લેવાનું ચાલુ કર્યું છે. શ્વેતાના જણાવ્યા પ્રમાણે તેમના પપ્પાનું હંમેશાંથી સપનું રહ્યું હતું કે તેણે બનાવેલી ડિશનો લોકો આનંદ ઉઠાવે અને તેમનું આ સપનું તેઓ ચોક્કસ એક દિવસ પૂરું કરશે.
નાનપણથી જ કૂકિંગ પ્રત્યે એક અલગ પ્રકારનું આકર્ષણ ધરાવતા શ્વેતા કૂકીઝ અને કેક, ચોકલેટ સહિતની અનેક બેકરી આઈટમમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. એ સિવાય કેટો, વિગન અને સુગર ફ્રી, ગ્લુટન ફ્રી અને જૈન બેકિંગ આઈટમ્સ પણ તેઓ બનાવે છે. તેમને આ કૂકિંગ પ્રત્યેનો શોખ તો ગળથૂથીમાં જ મળ્યો હતો.
શ્વેતાના કહેવા મુજબ નાનપણમાં પપ્પા, મમ્મી, ફોઈઓ અને ઘરમાં કાકી દ્વારા બનાવવામાં આવતી રસોઈ અને નવા નવા ખાદ્યપર્દાથને જોઈને તેઓ પણ નાનપણથી મલબરી પાઈ બેક, બટર કૂકીઝ, અલ્મન્ડ રોડ, નૉગટ બાસ્કેટ જેવી બેકડ વાનગીઓ બનાવતા શીખી ગયા હતા. પોતાની આ વાનગીઓ શ્વેતા અકબર અલી અને રશ્મી ઉદય સિંહની દુકાનમાં સપ્લાય કરતા હતા.
સતત નવા નવા એકસપરીમેન્ટ કરનારા શ્વેતાના જણાવ્યા પ્રમાણે નાનપણથી કિચનમાં ઘૂસી જઈને કંઈ નવું બનાવવાની તેમનામાં પ્રબળ ઈચ્છા રહી હતી. તેમના પપ્પા ઓફિસથી સાંજે ઘરે આવતા અને સીધા રસોડામાં જઈને તેમની માટે જમવાનું બનાવતા અને તેમના હાથમાં જે ટેસ્ટ હતો તે આજે હોટલના જમવામાં પણ નહીં મળશે.
તેમના પપ્પાને રસોડામાં રાંધતા જોઈને નાનપણથી તેમને પણ કૂકિંગ પ્રત્યે શોખ તો જાગ્યો જ હતો પણ પ્રોફેશનલ સ્તરે કંઈ કરવાનો હજી વિચાર્યું તો નહોતું છતાં 20 વર્ષ પહેલા સોફિયા કૉલેજ ઓફ પોલિટેક્નિકલ કોલેજમાંથી બેકિંગમાં ડિપ્લોમા કોર્સ કરી નાખ્યો હતો. પછી એગલેસ બેકિંગનો કોર્સ કરવા માટે તેમણે સ્કૂલ ઓફ યુરોપિયનમાં એડમિશન લીધું હતું. ફૂકેતના ધ કૂકિંગ ક્લાસ પણ તેમણે કર્યા છે.
કૂકિંગ ફીલ્ડ એક એવું છે જેમાં તમારા ક્લાયન્ટને સતત કંઈ નવું આપતા રહેવું પડે છે. શ્વેતાના જણાવ્યા મુજબ તેમને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે એટલે તેઓ જે દેશમાં જાય ત્યાં જઈને ત્યાંની રેસિપી લઈને જ આવવી એવો એક નિયમ જ થઈ ગયો છે.
શ્રીલંકા ગયા ત્યારે શ્રીલંકન અને ઈટલી ગયા તો ત્યાંથી ઈટાલિયન અને થાઈલેન્ડ ગયા તો ત્યાંની થાઈ વાનગીઓ બનાવતા શીખી ગયા છે.
શ્વેતાના જણાવ્યા મુજબ તેમના પપ્પાની કહેલી વાતને હંમેશા યાદ રાખી છે, જેમાં કોઈ પણ વાનગી બનાવતા સમયે તાજા ઈન્ગ્રેડિયન્ટ્સ વાપરવા. તેનાથી ટેસ્ટ તો રહે છે પણ તે આરોગ્ય માટે પણ હેલ્ધી રહે છે.
શ્વેતાના જણાવ્યા મુજબ તેઓએ ડાયાબિટીકના દર્દીથી લઈને અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ માટે પણ ખાદ્યપર્દાથ બનાવ્યા છે. માતા-પિતા પણ તેમના બાળકને મેંદાના ખાદ્યપદાર્થથી દૂર રાખવાનું પસંદ કરે છે. એટલે જે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેંદો નહીં પણ મિલેટ્સનો ઉપયોગ કરે છે.
એટીથ્રીએલ કે મોન્ક ફ્રૂટ જેવા નેચરલ સ્વિટનર્સનો પણ તેઓ ઉપયોગ કરે છે. ખાદ્યપદાર્થ બનાવવામાં તેઓ કોઈ પણ પ્રકારની ગુણવત્તામાં બાંધછોડ કરતા નથી. તેઓ વિગન ફૂડ પણ બનાવે છે, જેમાં તેમની પાસે અલ્મન્ડ મિલ્સ, કોકોનટ મિલ્કની કેકના પણ ઓપ્શન છે.
શ્વેતાના ફૂડ પ્રોડક્ટસ મુંબઈગરાની સાથે જ બોલિવૂડમાં પણ અનેક કલાકારોમાં માનીતા છે. શ્ર્વેતાએ અત્યાર સુધી બોલિવૂડમાં અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય-બચ્ચન, ઈશા દેઓલ, વિદ્યા બાલન, કોંકણા સેન-શર્મા જેવા અનેક સેલેબ્સ માટે ગિફ્ટ હેમ્પર બનાવ્યા છે. હેલ્થ અને હાઈજિનને શ્ર્વેતા પ્રાથમિકતા આપવામાં માને છે.
આપણ વાંચો: મિજાજ મસ્તીઃ તેરી દોસ્તી, મેરા પ્યાર… ‘ફ્રેન્ડશિપ-ડે’ મુબારક હો!
અહીં ઓડર્ર આપી શકો છો
ખાવાના શોખીનો તેમને વોટ્સએપ, ફોન નંબર સહિત ઈન્સ્ટાગ્રામ પર ઓર્ડર આપતા હોય છે. શ્વેતાને 9819844013 નંબર પર વોટ્સએપ પર મેસેજ કરીને ઓર્ડર આપી શકાય છે અથવા kookiecakecrumble પર ઓર્ડર કરી શકાય છે.