ઉત્સવ

કોટાયનું શિવમંદિર કલાભિરૂચિ રજૂ કરતું ઉત્કૃષ્ટ સ્થાપત્ય

વલો કચ્છ -ડો. પૂર્વી ગોસ્વામી

લોકસમૂહ અનેક અભાવો અને હાડમારીઓનો સામનો કરવા છતાં રસાનંદમયી કળાસૃષ્ટિને પોતાના હૃદય ધબકારની જેમ જીવે છે અને ખરું કહીએ તો આજ લોક પ્રકૃતિ છે જેણે અભાવ અને સુવિધા બંનેને બેલેન્સ કરીને જીવવાની કળા સામૂહિક દ્રષ્ટિએ વિકસાવી છે. કચ્છનું પણ આવું જ છે, અભાવે અને સ્વભાવે પ્રદેશે જે કળા સંસ્કૃતિનો વિકાસ કર્યો છે તે બેજોડ છે.

ગુજરાતનું કોક જ એવું ગામ હશે કે જેમાં ગામની વચ્ચે ચોરામાં સીતારામ કે રાધાકૃષ્ણની પૂજા ન થતી હોય અને ગામની પાદરે શિવમંદિર ન હોય. ઘણાં ગામોમાં શૈવમંદિરો નદી કાંઠે કે ગામથી દૂર એવી જગ્યાએ હોય છે કે ત્યાં જવાથી ચિત્તમાં રહેજે શાંતિ, વૈરાગ્ય અને ભક્તિનો ઉદય થાય. આજે જે કોટાય ગામના સદીઓ પુરાણા એ શિવમંદિરની વાત કરવી છે જેની નીરવ શાંતિ લોકાભિમુખ થવા એકાંતમગ્ન બની રાહ જોઈ રહ્યું છે.

જ્યારે સૂર્યપૂજક કાઠી કોમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે આરાધ્યદેવનું મંદિર હબાયના ડુંગરોની મધ્યમાં પહેલું કોટયર્કનું મંદિર ચણાવ્યું અને એ કોટયર્ક ઉપરથી જ આ સ્થળ ‘કોટાય’ કહેવાયું હશે. કર્કવૃત્ત ઉપર બંધાયેલું આ કોટયર્ક મંદિર હાલ તો નામશેષ છે. કોટિ એટલે કરોડ અને અર્ક એટલે કિરણ એટલે કે કરોડ કિરણ જ્યાં સૌપ્રથમ પ્રવેશતાં હતાં તે કોટયર્ક. ભારતનાં ઘણાંખરાં સૂર્યમંદિરો આ રીતે કર્કવૃત્ત પર બંધાયેલાં છે.

એજ કોટાયની બાજુમાં અન્ય એક જર્જરિત હાલતમાં એક શિવમંદિર આવેલું છે. મંદિરની સ્થાપત્ય શૈલીને નિહાળીને મંત્રમુગ્ધ થઈ જવાય તેવું. કાળની થપાટોએ પથ્થરને પણ ઓગાળી નાખ્યા છે છતાંય કચ્છના પ્રાચીન અવશેષોમાં આ મંદિર ચૂંટાયેલા મોતી સમાન પોતાની સુંદરતા સાથે અડીખમ ઊભું છે. મંદિરના બહારના ભાગમાં દ્વાર પર કેટલીક ભવ્ય પ્રતિમાઓ ઉતારેલી છે. ને ભોંયતળિયેથી શિખર સુધી મંદિરનું સ્થાપત્ય શિલ્પસભર છે. કમળપુષ્પો, પ્રાણીઓ, હાથીઓ, મનોહર અંગભંગિમાં લાવણ્યવંતી રપસુંદરીઓને અનેક પ્રસન્ન દેવમૂર્તિઓ ઘસાઈને તૂટી ગયાં છતાં તેમની ભાવના છતી કરે છે. અને તેમની સૌન્દર્યપૂજક કલાભિરચિ કેટલી ઉચ્ચકક્ષાએ પહોંચી હશે? તેનો ઉત્તર આ સ્થાપત્ય જ આપે છે.

મંદિરના તોરણ ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રણ પ્રતિમાઓ તથા ચામરધારિણીઓ કંડારેલી છે. ઉત્તર દિશાએ જળધારી અને ગોમુખ સ્પષ્ટ દેખાતાં હોઈ શિવમંદિર હોવા અંગે કોઈ શંકા રહેતી નથી, જોકે ગર્ભગૃહમાં શિવલિંગની બાદબાકી છે. કોટાયના શિવમંદિરમાં તેની ઉત્તરે અને દક્ષિણે એક એક ઝરુખાબારી છે. સળંગ પથ્થરમાંથી કોરી કાઢેલી તેની જાળીઓ તો આજે તૂટી ગઈ છે. માત્ર એક ઝરુખામાં નમૂના જેવો જાળીનો થોડો ભાગ બચવા પામ્યો છે. બહારની દીવાલ પર કોતરેલી મૂર્તિઓને મથાળે કંદોરા ઉપરની ખાલી જગ્યાઓમાં છૂટક છૂટક કંડારેલાં યુગલ-શિલ્પોનો એક નમૂનો વિશિષ્ટ જણાય છે. જેમાં પુરુષ મત્સ્યાકારનું તંતુવાદ્ય વગાડે છે. જેના પરથી કહી શકાય કે તે સમયે સંગીતનાં વાઘો અને સંગીતનું જ્ઞાન વિકસેલું હશે. શ્રી રવિશંકર રાવળે તો અજંતાની શિષ્ટ કલાપ્રણાલીની સાથે કોટાયના આ મંદિરની શિલ્પકૃતિઓ, અલંકારોને સરખાવ્યાં છે. જેનાથી અજંતાની શિષ્ટ પ્રણાલીનો પ્રચાર એ ગુજરાતમાં પણ વિસ્તૃત હતો એવું સાબિત થાય છે.

એ પુરાણા પથ્થરોમાંથી માનવતાની ખુશ્બુ, જીવનનો રંગ, સંસારનો રસ, કર્તવ્યનો આનંદ અને ઉમળકો નીતરતાં લાગે. શિલ્પની આવી સૌન્દર્યકળા જોતાં તો થાય કે સંસાર અસાર નથી. ત્યાંના શિલ્પમાં પહોંચેલી પ્રજાની કારીગરી સમી પ્રાણવાન રસિક્તા તરવરે છે. અહીંની શિલ્પશૈલીમાં સૌન્દર્યની કલ્પનાને સ્થાપિ સ્વરૂપ મળ્યું છે. ટાંકણા પરનો સંયમ ઉચ્ચકક્ષાનો રહી કઠણ પથ્થરોમાં કલ્પનાઓ કોતરાઈને નિર્માણ પામી છે. કચ્છે છેલ્લા બે – ત્રણ દાયકાઓમાં પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે તે નોંધનીય સાબિત થઈ છે ત્યારે આ મંદિર પણ લોકોથી અભિભૂત બને તે જરુરી બની જાય છે. પ્રવાસનની દેખરેખ સાથે મુલાકાતીઓને આકર્ષવા માટેનું નજરાણું ઉમેરાય તો મંદિરની પ્રત્યેની ઉદાસીનતા જીવંતતામાં ફેરવાઇ જાય તેમ છે.

ભાવાનુવાદ: લોકસમૂહ કિઇક અભાવ નેં હાડમારીએંજો સામનો કે છતાં રસ તીં આનંધજે કલાજગતકે પિંઢજે ધિલમેં ધબકાર વાંકે સાચવે જીવેતા નેં સચો ચો ત હી જ પ્રિકૃતિ આય જુકો અભાવ ને સુવિધા બોંયકે સાચવેને જીએજી કલા વિકસાય આય. કચ્છજો પણ ઍડ઼ો જ આય, અભાવ નેં સ્વભાવે પ્રડેસ જુકો કલા સંસ્કૃતિજો વિકાસ ક્યો આય ઇ અનોખો આય.

ગુજરાતજો કોક જ ઍડ઼ો ગામ હૂંધો કે જિત ગામજી વિચે ચોરેમેં સીતારામ ક રાધાકૃષ્ણજી પૂજા ન થીંધી હુંધી નેં ગામજી પાધરતે મહાડેવજો મિંધર ન વે. ગણે ગામેમેં સિવજા મિંધર નદીજે કિનારેક ગામથી પર્યા એડ઼ી જગ્યાએ વેંતા ક હૂત બનેથી મનમેં શાંતિ, વૈરાગ્ય નેં ભક્તિજો ભાવ જગે. અજ઼ કોટાયજે સધિયું જૂને માડેવજે મિંધરજી ગ઼ાલ કેંણી આય જેંજી નિરવ શાંતિ લોકાભિમુખ થેલા એકાંતમગ્ન ભની વાટ ન્યારેતો.

જડે સૂર્યપૂજક કાઠી કોમજો સિજ મધ્યાહ્નતે તંપધો વો તેર આરાધ્યડેવજો મિંધર હબાયજે ડુંગરેજી વિચમેં પેલો કોટયર્ક’જો મિંધર ચણાયો નેં ‘કોટયર્ક’ તાંનું જ તેંજો નાંલો ‘કોટાય’ પ્યો હૂંધો. કર્કવૃત્ત તે બંધલ હી કોટયર્ક મિંધર હેવર ત નામશેષ થિઇ વ્યો આય. ‘કોટિ’ ઇતરે કરોડ નેં ‘અર્ક’ ઇતરે કિરણ ઇતરે ક કરોડ કિરણ જિત પેલે પ્રવેશધા વા ઇ કોટયર્ક. ભારતજે લગ઼ભગ સૂર્યડેવજા મિંધર હિન રીતે કર્કવૃત્ત તે બંધાણા ઐં.

ઇજ કોટાયજી મૂરમેં અના હિકડ઼ો જર્જરિત હાલતમેં શિવમિંધર આય. મિંધરજી સ્થાપત્ય શૈલીકે નિહાડીને મંત્રમુગ્ધ થિઇ વિનાજે એડ઼ો. કાલજી થપાટું ખાઇંધે પાયણા પણ ઓગરી વ્યા ઐં તે છતાં કચ્છજે પ્રાચીન અવશેષમેં હી મિંધર ચૂંટલ મોતી સમાન અડીખમ ઊભો આય. મિંધરજી બારાજી કુરા ધરવાજે તે કિતરીક જાજરમાન પ્રતિમાઉં ઐં નેં તરીયે સે શિખર તઇં મિંધરજો સ્થાપત્ય શિલ્પસભર આય. કમલપુષ્પ, પ્રાણી, હાથી, મનોહર અંગભગિમાવારીયું રૂપસુંદરીયું નેં દેવમૂર્તિયું ઘસાજેને ટૂટી પિઇ આય છતાં ઇનીજી ભાવના છતી કરેતા. નેં ઇનીજી સૌન્દર્યપૂજક કલાભિરુચિ કિતરી મહાન હૂંધી તેંજો જભાભ હી સ્થાપત્ય ડેતો.

મિંધરજા તોરણ મથે બ્રહ્મા, વિષ્ણુ, મહેશજી ત્રે પ્રતિમાઉં તીં ચામરધારિણી કંડારેલી આય. ઓતરાધે પાસે જલાધારી નેં ગોમુખ ડસાંધા હૂંધે જે કારણ મહાડેવજો મિંધર વેજી કો શંકા રે નતી, જકાં ગર્ભગૃહમેં શિવલિંગ નાય. કોટાયજે મહાડેવજે મિંધરમેં ઇનીજી ઓતરે ને ડખણે પાસે હિકડી ઝરુખાબારી ઐં. સડ઼ંગ પથ્થર મિંજાનું કોરીવારી જારીયું ત અજ ટૂટી પિઇયું ઐં. ખાલી હિકડે ઝરુખેમેં નમૂના જેડો જારીજો થોરો ભાગ ભચેલો આય. બારાજી દિવાસ્લ તેં કોતરેલી મૂર્તિએંજે મથાડ઼ે તે યુગલ-શિલ્પજો હિકડ઼ો નમૂનો વિશિષ્ટ આય. જેંમેં પુરુષ મત્સ્યાકારજો તંતુવાદ્ય વગાડીએંતા. હિન મથાનું ચિઇ સગાજે ક હુન સમોમેં સંગીતજો જ્ઞાન વિકસેલો હૂંધો. શ્રી રવિશંકર રાવલ ત અજંતાજી શિષ્ટ કલાપ્રણાલીજી સરખામણી ભેરી કોટાયજે હિન મિંધરજી કિઇ આય. જેંસે અજંતાજી કલાજો પ્રચાર ગુજરાતમેં પ વધુ હૂંધો ઇ સાબિત થિએતો.

હિન જૂને પાયણે મિંજાનું માનવતાજી ખુશ્બુ, જીયણજો રંગ, સંસારજો રસ, કર્તવ્યજો આનંદ ને ઉમડ઼કો નીતરધા લગે. શિલ્પજી ઍડ઼ી સુંદરતા ન્યારીને ઇં થિએ ક સંસાર અસાર નાય. હિન શિલ્પમેં કસાયેલી પ્રિજાજી કારીગરી પ્રાણવાન રસિક્તા તરવરેતી. હિતજી શિલ્પશૈલીમેં કલ્પનાએંકે સ્થાપિત સરુપ જુડ઼્યો આય. ટાંકણે મથેજો સંયમ હી કઠણ પાયણેમેં કલ્પનાઉં કોતરાજીને ભનાયમેં આવઇ આય. કચ્છ પાછલે બો ત્રે ડયકેમેં પ્રિવાસનમેં હરણફાળ ભરી આય ઇ નોંધનીય સાબિત થિઈ આય તડે હી મિંધર પ માડૂએંસે અભિભૂત થિએ ઇ જરૂરી આય. પ્રિવાસનજી ડેખરેખ ભેરો મુલાકાતીએંકે આકર્ષેલા વિકસાયમેં અચે ત મિંધરજી ઉદાસીનતા જીવંતતામેં ફેરવાજી વિઞે તીં આય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…