OTTનું – હોટસ્પોટ : 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી 9 શો ને અનેક સુપરહીટ ફિલ્મની ભરમાર

આ સમયગાળામાં ઓટીટી પર ફિલ્મપ્રેમીઓને નિહાળવા માટે અનેક વિવિધતા છે.
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ 29 જુલાઈથી શરૂ થઈ છે એ નિયમિત ચેનલ સ્ટાર પ્લસની સાથે નેટફિલક્સ પર પણ રજૂ થઈ રહી છે.
શનિ-રવિના ‘કપિલ શર્મા’ને પણ નેટફ્લિક્સ પર મળી શકાશે.
જિયો હોટસ્ટાર પર જ ‘પતિ, પત્ની ઔર પંગા’ બીજી ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. જે શનિ-રવિ રજૂ થશે. મનોરંજનની દુનિયાના સાત સેલિબ્રિટી કપલ આ શોમાં દેખાશે. આ શોનું સંચાલન સોનાલી બેન્દ્રે અને મુનવ્વર ફારૂકી કરવાના છે.
શીબા ચઢ્ઢા, રાજેશ તેલંગ, આદિત્યા શુકલા, અભિનીત ફેમિલી ડ્રામા ‘બકૈતી’ ઝી-ફાઈવ પર જોવા મળશે.
જિયો હોટસ્ટાર પર થ્રીલર અંગ્રેજી ફિલ્મ ‘બ્લેક બેગ’ રજૂ થશે, જેમાં કેટ બ્લેન્ચેટ, માઈકલ ફેસબેન્ડર, ટોમ બર્ક, પિયર્સ બ્રોસનન જેવા હોલિવૂડના સ્ટાર એક સાથે નજર આવશે.
બીજું શું છે નવું?
મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ-ફાઈવ-એમઝોન પ્રાઈમ વીડિયો પર રજૂ થશે.
નવમી ઓગસ્ટે નેટફ્લિક્સ પર ‘ફિર આઈ હસીન દિલરૂબા’ જોવા મળશે, જેમાં તાપસી પન્નુ, વિક્રાંત મેસ્સી, સન્ની કૌશલ અને જિમ્મી શેરગીલ છે.
ધ અમ્બ્રેલા એકેડેમી-સીઝન થ્રી : આઠમી ઓગસ્ટે નેટફ્લિક્સ પર આ કોમેડી સીરિઝની ત્રીજી સિઝનની શરૂઆત થઈ રહી છે.
મંડાલા મર્ડર્સ: નેટફ્લિક્સ પર વાણી કપૂર અભિનિત આ ક્રાઈમ થ્રીલર સીરિઝ ધૂમ મચાવી રહી છે. આઠ એપિસોડવાળી આ સીરિઝ રજૂ થતાંની સાથે જ ઓટીટી પર છવાઈ ગઈ છે. આ ઉપરાંત, જિયો હોટસ્ટાર પર કાજોલ, પૃથ્વીરાજ સુકુમારન અને ઈબ્રાહિમ અલી ખાનની ‘સરજમીન’.અભિનેતા વિનીતકુમાર સિંહની ‘રંગીન’ એમેઝોન પ્રાઈમ વીડયો પર. જિયો હોટસ્ટાર પર સાઈકલોજીકલ થ્રીલર ફિલ્મ ‘ડીએનએ’ હિન્દી, તમિળ, તેલુગુમાં રજૂ કરવામાં આવશે.
ઝી ફાઈવ પર પંકજ ત્રિપાઠી અભિનિત ‘કડક સિંહ’. એમેઝોન-એમએક્સ પ્લેયર પર ‘ગુટર ગુ’ની નવી સિઝન. સંજય દત્ત, મૌની રોય, પલક તિવારીની ‘ભૂતની’ ઝી-ફાઈવ પર અને નીરજ પાંડેની થ્રીલર સીરિઝ ‘સ્પેશ્યલ-ઓપ્સ ટુ’ જિયો હોટસ્ટાર પર રજૂ થઈ રહી છે..
આપણ વાંચો: મનોરંજનનું મેઘધનુષ્યઃ જુનૈદ વર્સિસ ઇબ્રાહિમ અલી ખાન