ઉત્સવ

વેલકમ `ન્યુ યર’….. આ વરસે તો પાક્કું જ!

મિજાજ મસ્તી – સંજય છેલ

ટાઇટલ્સ:
સમયસર રિક્શા નથી મળતી તો ભગવાન ક્યાંથી મળે? (છેલવાણી)

નવું વરસ આવ્યું તો પછી રાબેતા મુજબ હવે નવા વરસનાં નવા સંકલ્પો પણ લેવા જ પડશેને? છૂટકો છે? વળી રાબેતા મુજબ, અમારાં નવા વરસનાં અળવીતરાં સંકલ્પો, જે આ વરસે તો શું આ જન્મે કે આવતા જન્મે પણ ક્યારેય પૂરા થવાના જ નથી!

એમાં ખોટું શું છે? ઇલેક્શન પહેલાં બધી પાર્ટીઓ વાયદાઓ કરે જ છેને પણ એને પૂરા ક્યાં કરે છે? નહીં ને? તો નેતાઓ જ એકલા એકલા જૂઠાણાંં બોલવાની મજા શું કામ માણે? આપણે પણ કેમ નહીં? તો ચલો, લઇએ નવા નોનસેંસ સંકલ્પ:

1.) આ વરસે બરફીને ચામાં બોળીને નહીં જ ખાઉં. ઉર્ફી જાવેદ કે ડોનલ્ડ ટ્રંપ સાથે વૈરાગ્ય બ્રહ્મચર્યની કે દાઉદ સાથે અહિંસાની ચર્ચા નહીં કં. વળી સરકારી ભક્તો સાથે પણ કોઇ કરતાં મગજમારીમાં નહિં ઉતં. આ બે કામમાંથી પહેલું કામ તો ચોકકસ કરી જ શકાય એમ છે!

2.) આ વરસે પથારીમાં સૂતા સૂતા, ફોન પર ડાયેટિગ વિશેની રીલ્સ જોતાં જોતાં, વજન ઉતારવાનો પ્રયત્ન નહીં કં. એને બદલે પથારીમાં બેસીને એ રીલ્સ જોઇશ, બસ?

3.) આ વરસે હું ગમે તેટલું મન થાય પણ એક સ્વમાની પુષ તરીકે સાડી પહેરીને મેરેથોન રેસમાં નહીં જ દોડું, કારણકે એના માટે મારે સાડી ખરીદવી પડશે. અહીં રૂમાલ ખરીદવાનાં વાંધા છે.

4.) આ વરસે વોટ્સએપ, ફેસબૂક કે ટ્વિટર (X) જેવા સોશ્યલ મીડિયામાં કોઇ રાજકીય, સામાજીક વિવાદો કે ચર્ચાઓમાં નહીં પડું. આ સંકલ્પ કમસેકમ 1 દિવસ તો પાળીશ જ!

5.) આ વરસે કોઇ સાથે ઝગડા નહીં કં. સૌ સાથે સારી રીતે હળીમળીને રહીશ. સૌનું ભલું કરીશ ને આવું બધું જૂઠ્ઠું પણ નહીં બોલું!

6.) આ વરસે ચીઝ-બટર-આઇસક્રીમ-બર્ગર વગેરે આઇટમો ખાઇને તબિયત નહીં બગાડું. કમસેકમ આવું રોજ એક વાર વિચારીશ તો ખરા જ અને પછી જ એ બધું ખાઇશ. પ્રોમિસ!

7.) આ વરસે ન્યૂઝ ચેનલ પર આવતી રાજકીય ચર્ચાઓની બૂમાબૂમ સાંભળી સાંભળીને માં બ્લડપ્રેશર નહીં વધાં. તો એના કરતાં, સાવધાની ખાતર બી.પી.ની દવાનો ડબલ ડોઝ લઇને ન્યૂઝડીબેટ સાંભળીશ!

8.) આ વરસે કોઇપણ સરકાર પાસે કોઇપણ સારા કામની અપેક્ષા નહીં રાખું. મેં કોને વોટ આપ્યો છે એ ભૂલી જવાનો પ્રયત્ન કરીશ અને સરકાર પર ગુસ્સો આવશે તો અરીસામાં ખુદને જોઇને ગાળો દઇશ કે તમાચા મારીશ.

9.) આ વરસે કાંદા, ટામેટાનાં ભાવ વધશે તો ચિંતા કે ફરિયાદ નહીં કં. એની પાછળ આપણી સરકારનો વાંક જરા યે નથી જ નથી પણ પાકિસ્તાન ને ચીનની સરકારનો જ વાંક છે એમ કહીને સાચા દિલથી ખુશ થવાનો પ્રયત્ન કરીશ.

10.) આ વરસે રસ્તા પર પડેલી કોઇ અવાવ બેગ કે પર્સને હાથ નહીં લગાડું, કદાચ એમાં બૉંબ પણ હોઇ શકે તો? અને એવી જ રીતે કોઇ કવિને સામે ચાલીને બોલાવીશ નહીં, એ તરત જ કદાચ કવિતા સંભળાવવા લાગે તો? જોકે અહીં પહેલી શક્યતામાં જાન બચવાના ચાન્સ વધારે છે.

ઇન્ટરવલ:

એક રીતુ આયે, એક રીતુ જાયે,
મૌસમ બદલે ના, બદલે નસીબ (આનંદ બક્ષી)

11.) આ વરસે સરકાર ગમે તેટલા ગામ-શહેર કે રાસ્તાઓના નામ બદલી નાખે, હું કોઇ રીએક્શન નહીં આપું. ઊલટાનું રોજ સવારે ઉઠીને મારા ઘરની બહાર દરવાજા પર નેમપ્લેટને ચેક કરી લઇશ કે માં નામ બદલાયું છે કે નહીં અને જો બદલાયું પણ હશે તો એનો ય વિરોધ નહીં કં.

12.) આ વરસે ગયા વરસના અધૂરા સંકલ્પો વિશે ચિંતા નહીં કં અને ઉદ્યોગપતિઓની અબજોની સરકારી બૅંક લોનની જેમ એને ઓટોમેટિકલી માફ કરી દઇશ.

13.) આ વરસે કોઇ બૂરી આદતનો શિકાર નહીં બનું, એટલે કે કમસેકમ કોઇ નાગનાગીન કે `સાસબહુ’વાળી ટી.વી. સિરિયલો નહીં જોઉં.

14.) આ વરસે શહેરના ખાડાવાળા રસ્તાનો હસી- ખુશી ઉપયોગ કરીશ અને એમ કરતી વેળાએ, જે ઉતારચઢાવનો આનંદ મળશે એમાંથી ડિઝનીલેંડમાં જઇ આવ્યાનો આનંદ મેળવીશ. વળી આ રીતે અમેરિકા જવાના પૈસા પણ બચાવીશ!

15.) આ વરસે શહેરમાં વરસાદમાં પાણી ભરાય જાય તો એ માટે મહાનગરપાલિકાને જવાબદાર નહીં ગણું પણ એ ભરાયેલાં પાણીમાં મને હોડી ચલાવતા કેમ નથી આવડતી? એ માટે ખુદને દોષી ગણીશ. ઘરમાં મગર ઘુસી આવશે તો તેની સામે `મગર તુમ ના હોતે’ જેવું ઇમોશનલ ગીત ગાઇશ.

16.) ગયા વરસના બધા જ ખરાબ સમાચારોને યાદ કરી રાખીશ જેથી આ વરસે પણ એવું જ કંઇ ફરીથી થાય તો નાજુક દિલને ઝટકો ના લાગે. ઊલટાનું સરકાર ભલે એક જ ફિલ્મમાં ખવાતા પોપકોર્ન પર 3 અલગ અલગ જાતના ટેક્સ લગાડે પણ ધાણીને માણી માણીને 3 વાર ચાવી ચાવીને ખાઇશ અને હરખાઇશ.

17.) આ વરસે સિગ્નલ નહીં તોડું, ઇનકમ ટેક્સ પૂરેપૂરો ભરીશ, પોલીસને સલામ કરીશ, નેતાઓની ટીકા નહીં કં. (આ સંકલ્પ કોઇપણ માટે બિલ્કુલ ફરજિયાત નથી, હોં)

18.) આ વરસે ટી.વી.માં કે સોશ્યલ મીડિયામાં કે છાપાઓમાં આવતી બધી વાતો પર ભરોસો નહીં કં, જેમાં આ લેખનો પણ સમાવેશ થઇ જાય છે.

માટે હે વ્હાલા વાચકો, વરસ બદલાશે પણ દેશ, દુનિયા કે જીવનમાં બહુ બદલાશે નહીં.

સો એન્જોય, જેવું જે મળે એને જીવો. બાકી છૂટકો છે?

એંડટાઇટલ્સ:

આદમ: નવા વરસની ગિફ્ટ શું આપીશ?

ઇવ: જીવવા દઇશ?

આ પણ વાંચો…મિજાજ મસ્તી: ઇશ્વર આવશે? નાઇલાજ જીવન- લાજવાબ સવાલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button