મારા એ: જેવા છે તેવા

- કિતાબી દુનિયા
સંપાદન: ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી મૂલ્ય રૂ. 150, પ્રકાશક: હેમંત એન. ઠક્કર એન.એમ.ઠક્કરની કંપની, 140 શામળદાસ ગાંધી રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિન્દ બિલ્ડિંગ, મુંબઈ-400002. મો. નં. 9967454445.
આમ તો દરેક પત્નીને પોતાના પતિ વિષે કંઈક તો ફરિયાદો હોય જ છે, જેમ કે ગુસ્સાવાળો સ્વભાવ, ઘરકામમાં અરૂચિ, બિલકુલ અવ્યવહારુ, સાવ જ અરસિક, પરિવારને સમય ન આપવો, છાપા, મોબાઈલમાં વ્યસ્ત રહેવું. બે સ્ત્રીઓ મળે અને પોતાના પતિ વિષે વાત ન નીકળે તેવું ભાગ્યે જ બને. આ પુસ્તકમાં લેખિકા, કવયિત્રી, ડૉક્ટર, ગૃહિણી, પ્રોફેસર, કલાકાર મોટીવેશનલ સ્પીકર, રેડિયો જોકી જેવી વિવિધ ક્ષેત્રની સ્ત્રીઓએ (પોતાની રસપ્રદ શૈલીમાં) પોતાના પતિની ખાસિયતો વિષે હાસ્યલેખો લખ્યાં છે. ડૉ. પ્રીતિ જરીવાલા, ભારતી નલીન ભૂતા, દીપા નીલેશ દેસાઈ, ડૉ. નિરંજના જોશી, પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી દેવયાની હસમુખ વોરા, ડૉ. મંજરી સ્નેહલ મુઝુમદાર વર્ષા ભૂતા, સ્વાતિ મેઢ, પ્રીતિ ધનંજય કોઠી, ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી, અવની ભટ્ટ, મેઘના મુકુલ પટેલ, અશ્ર્વિની અશોક સુદ અને કલ્પના દેસાઈ જેવી જાણીતી લેખિકાઓએ આ પુસ્તકમાં પોતાના પતિ, વિષે હાસ્યસભર શૈલિમાં લેખો લખ્યા છે. પ્રખ્યાત પત્રકાર તરુબેન આ પુસ્તક વિષે લખે છે. ‘આ પુસ્તકમાં પંદર પત્ની-કલમોથી અવતર્યા છે પતિઓની વિચિત્ર આદતો અને તેમણે સર્જેલા છબરડાંના નિખાલસ એકરારનામા કેટલાંક તો નરવા હાસ્યરસના છલોછલ કટોરા, તો કેટલાંક કટોકટ, પણ બધાં ય કટુતાના અંશ વગરના નિર્મળ અને ‘નિડંખ.” કનુભાઈ સૂચક આ પુસ્તક વિષે લખે છે. “કૃષ્ણાબેનના દરેક લેખ મને ગમ્યા છે. સરસ ભાષામાં લખાયેલા લેખોમાં દાયકાઓની અનુભૂતિના દામ્પત્યજીવનની વાતો હૃદય ખોલીને કહેવાઈ છે.”
શૈશવથી યુવાવસ્થા: યાદોના હિલ્લોળે
લેખક: ડૉ. કૃષ્ણા ગાંધી મૂલ્ય રૂ. 250, પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની, 140 શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-400002. મો. નં. 9967454445.
આ પુસ્તક વિષે પ્રખ્યાત પત્રકાર અને હાસ્યલેખક લખે છે. “આ પુસ્તક વાંચતાની સાથે મને મારું બાળપણ યાદ આવી ગયું. મને ગળા સુધી ખાતરી છે કે મારી જેમ જે કોઈ આ પુસ્તક વાંચશે તેમને પોતાનું બાળપણ અને યુવાનીના દિવસો કૃષ્ણાબેનની જેમ કાગળ ઉપર ઉતારવાની પ્રેરણા મળશે.” તો પ્રખ્યાત હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે પણ આ પુસ્તકને આવકાર્યું છે. તેઓ લખે છે. “લેખિકા પાસે રજૂઆતની કળા છે, હાસ્ય નિષ્પત્તિની સહજ શક્તિ છે. તક મળે ત્યાં હાસ્યનો છંટકાવ કરવાનું લેખિકા ચૂક્યાં નથી. તેને લીધે વાચકોને સતત હળવાશનો અનુભવ થયા કરે છે. હાસ્યરસમાં રસ ધરાવનારાઓએ આ બંને પુસ્તકો વસાવવા જેવાં છે. હાસ્ય એ શ્રેષ્ઠ ઔષધ છે. તમામ પુસ્તકોમાં કુરિયર ચાર્જ ફ્રી છે.”
સંઘર્ષથી સફળતા
લેખક: ધનંજય દેસાઈ મૂલ્ય રૂ. 300, પ્રકાશક: હેમંત ઠક્કર એન.એમ.ઠક્કરની કંપની, 140, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-2, મો. નં. 9967454445. (કુરિયર ચાર્જ ફ્રી)
વિશ્વના સફળ ધનપતિઓ જેવા કે વોરેન બફેટ, વોલ્ટ ડિઝની, એલન મસ્ક, બિલ ગેટ્સ, લેરી પેજ, જેકમા, નિકોલસ, પીટર લીન્ચ, સ્ટીવ જોબ્સ, હેન્રી ફોર્ડ, એન્ડ્રુ કાર્નેગી, જ્હોન ડી. રોકફેલર, અકબરઅલીના જીવનની સફળતાનાં રહસ્યો રજૂ કરતું પ્રખ્યાત પુસ્તક. આ ગ્રંથમાં કુલ 221 પૃષ્ઠોમાં 42 ધનાઢ્યોના જીવન સંઘર્ષની કથા રજૂ કરવામાં આવી છે. એક સમયના છાપાના ફેરિયા વોરેન બફેટની મુલાકાત છાપવા આજે અખબારો પડા પડી કરે છે. ઉંદરથી ડરતા વોલ્ટ ડિઝનીએ ઈતિહાસ સર્જ્યો છે. ગૂગલના સ્થાપકે સંઘર્ષથી સફળતા કેવી રીતે મેળવી. સ્ટીવ જોબ્સે એપલ કંપનીને વિશ્ર્વવિખ્યાત કઈ રીતે બનાવી તેની સંઘર્ષ કથા આ પુસ્તકમાં છે. માત્ર ગણતરીની નકલો જ છે. જીવનમાં સફળતા મેળવવાની ઈચ્છા ધરાવનારાઓ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક.
આપણ વાંચો: ટૂંકુ ને ટચ: એક મહિલાના પર્સમાં સમાય જાય સમસ્ત દુનિયા!



