ઉત્સવ

ખાખી મની-૨૭

‘બદનામીનો ડર સામાન્ય માનવી કરતાં રાજકારણીને થોડો વધુ હોય છે કારણ કે બદનામીને ખુરસી સાથે સીધો નાતો હોય છે’

અનિલ રાવલ

ગુપ્ત માહિતીની મીઠીમધુરી લસ્સી પીને ટાઢે કોઠે બહાર આવેલા બલદેવરાજ અને શબનમના મનમાં પોલીસ ઇન્સ્પેકટર છોકરીનું નામ જાણવા ન મળ્યું એનો અફસોસ રહી ગયો.

‘લડકી કા નામ માલૂમ પડતા તો ઢૂંઢના આસાન હોતા. લડકી સુરત મેં ઇન્સ્પેક્ટર હૈ. સર, અબ સુરત કે સારે પોલીસ સ્ટેશનો મેં કોલ કર કે પતા લગાના હોગા.’ શબનમે કહ્યું.

‘વક્ત બિગાડને કી ઝરૂરત નહીં.’ બલદેવરાજે મોબાઇલ પર કોઇને કોલ લગાવ્યો. ‘નમસ્કાર.વિજય સહાય સહાબ. મેં રો ચીફ બલદેવરાજ ચૌધરી બોલ રહા હું.’
‘નમસ્કાર સરજી, આપકા નંબર મોબાઇલ મેં સેવ હૈ. હુકુમ સરજી.’ સુરતના પોલીસ કમિશનર વિજય સહાય બોલ્યા.

‘સહાય સાહબ, આપકી સહાયતા ચાહિયે.’

‘બતાઇએ જી.’

‘સુરત યા સુરત જિલ્લે મેં એક લેડી પોલીસ ઇન્સ્પેક્ટર હૈ…હમેં નામ નહીં પતા…આપકો પતા કરના હૈ.’

‘સરજી, આગે પીછે કૂછ બતા સકતે હો?’

‘ઉસકી મા કા નામ લીલી હૈ….લીલી પટેલ. મુઝે મા-બેટી કી સારી ડિટેલ ચાહિયે.’

‘સુરત યા સુરત જિલ્લે મેં હોગી તો તુરંત પતા લગ જાયેગા.’ સહાયે કહ્યું.

‘બસ ઇતના ખયાલ રહે…રાયતા ફૈલ ન જાયે.’ ધન્યવાદ. કહીને એમણે ફોન મૂકી દીધો.


અડધી રાતે નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના મોબાઇલની રિંગ વાગી. નાઇટ લેમ્પને અજવાળે બુક વાંચી રહેલા તોમારે મોબાઇલના સ્ક્રીન પર નજર કરીને હળવેકથી હેલો કહ્યું.

‘સર, સોરી ટુ ડિસ્ટર્બ યુ એટ ધીસ અવર.’ કેનેડાથી તોમારની ખાસ એસેટ હિનાએ કહ્યું.

‘નો ઇશ્યુ.’

‘સર, બબ્બર કી વાઇફ મનપ્રિત સતિન્દર સે નારાઝ હૈ….મા ઔર બેટા લાસ્ટ મિટિંગ મેં ભી નહીં આયે થે.’

‘ઉનકી નારાઝગી કારન હમારે કામ કા હૈ?’ તોમારે પૂછ્યું.

‘બિલકુલ હમારે કામ કા હૈ સર..બબ્બર કે મોત કે બાદ ઉનકો અહેસાસ હો ગયા હૈ કી ઉનકે પતિ કી મોત કા કારન સતિન્દર ઔર તજિન્દર હૈ. મૈને મનપ્રિત કો ફોન કર કે સારી બાતેં પતા કી.’
‘દોસ્તી બઢાઓ ઉનકે સાથ…ફિર હમ ઉનકે લાયક કામ નીકાલેંગેં’
‘ઓકે સર, ગુડ નાઇટ.’ હિનાએ ફોન કાપ્યો. તોમારે બુક બંધ કરી…લેમ્પ સ્વિચ ઓફ કર્યો અને દિમાગની બત્તી ઓન કરી.


હિના થોડા વખતથી તોમાર માટે કેનેડાની ત્રાસવાદી પ્રવૃત્તિની અને ખાસ કરીને સતિન્દર અને તજિન્દરની જાસૂસી કરીને માહિતી પહોંચાડતી હતી..

એણે બબ્બર અને સરદાર સંધુને ઉડાવી દેવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બબ્બરની લાશ મળી આવી એ મેપલ લેક પર પણ પોતે હાજર હતી અને સંધુને ઉડાવ્યો એ દેખાવોમાં પણ એની હાજરી હતી. ત્યાર પછી તો હિના એક કદમ આગળ વધીને ત્રાસવાદી ચળવળનો એક ભાગ બની ગઇ હતી. ગુરુદ્વારામાં ભરાતી બેઠકોમાં હાજર રહેવું….અંદરની વાતો અને વ્યૂહ જાણવા…સતિન્દર અને તજિન્દરના ફોટાઓ મોકલવા…સતિન્દરની રાજકીય કામગીરી, ડ્રગ્સના ધંધા, એના પાર્ટનરોની રજેરજની માહિતી એકઠી કરવી. તજિન્દરના ધર્મની આડમાં ચાલતી ત્રાસવાદી ચળવળ પર ચાંપતી નજર રાખવી…આવા બધા કામની ઝીણીઝીણી બાબતો હિના અભય તોમારના કાનમાં નાખતી. હવે એણે મનપ્રિતના મનમાં ઝરેલા તણખાને હવા આપીને ભડકો કરવાનું કામ શરૂ કર્યું હતું.


રોના ચીફ અને પોતાના એક જૂના મિત્ર બલદેવરાજે સોંપેલી અતિ ગુપ્ત કામગીરીથી સુરતના પોલીસ કમિશનર વિજય સહાય થોડી ક્ષણો માટે પોરસાઇ ગયા, પણ પછી તરત જ એની ગંભીરતા પામી ગયા. રોના ચીફ ખુદ એક માણસની તપાસ કરતા ફરે એટલે મામલો રાષ્ટ્રીય સલામતીનો જ હોય. ‘રાયતા ફેઇલ ન જાયે.’ ચીફના આ શબ્દો યાદ આવતા એણે આ ખુફિયા કામગીરી અન્ય કોઇનેય ન સોંપતા પોતે કરવાનું યોગ્ય માન્યું. એમણે કમ્પ્યુટર પર સુરત અને સુરત જિલ્લાની તમામ પોલીસ કેડરની યાદી તપાસવાનું શરૂ કર્યું. ખાસ કરીને મહિલા પોલીસનાં નામો પર ઝીણી આંખ ફેરવવા લાગ્યા. પટેલ અટકવાળી મહિલા પોલીસના બાયોડેટા ચકાસ્યા…અંગત માહિતીમાં ક્યાંય એમને માનું નામ લીલી પટેલ દેખાયું નહીં. સહાય કરવાનો મક્કમ નિર્ધાર કરીને બેઠેલા વિજય સહાયે હવે આસપાસનાં ગામો શહેરોની યાદીઓ જોવાની શરૂઆત કરી….યાદીઓ જોતા જોતા તેઓ છેક લીલાસરી પોલીસ ચોકી અને ત્યાંથી દમણ પહોંચી ગયા. માઉસ ફરતું ફરતું લીચી લીલી પટેલના નામ પર જઇને અટક્યું. લગભગ બે-ત્રણ કલાકની જાત જહેમતને અંતે સુરતના પોલીસ કમિશનરે સબ-ઇન્સ્પેક્ટર લીચી લીલી પટેલની પોલીસ ચોકી અને દમણના ઘરનું સરનામું મોબાઇલમાં ટપકાવ્યું. નામઠામ ફરી વાંચી ગયા…મૂછો પર હાથ ફેરવતા મૂછમાં હસ્યા: ‘ક્યા ગજબ કા નામ હૈ….લીચી.’ પણ રોના ચીફને લીચીનું શું કામ હશે..? એમણે મેસેન્જરમાં સેન્ટનું બટન દાબ્યું. બરોડામાં બપોરનું ભોજન લઇ રહેલા બલદેવરાજના મોબાઇલમાં મેસેજનો ટીંગ અવાજ આવ્યો. ખોલીને જોયું તો વિજય સહાયની સહાય કરવાની ઝડપને માની ન શક્યા. નેપકીનથી હાથ લૂછતા બોલ્યા: ‘ઉપરવાલે કી લીલા અપરંપાર હૈ. શબનમ, દમણ મેં દારૂ સસ્તા મિલતા હૈ.. ચલો, વહાં જાકે સસ્તા દારૂ પિયેંગેં.’ બલદેવરાજ ક્યારેય અર્થહીન વાત કરતા નહીં. એમની દરેક વાતનો કોઇને કોઇ સંદર્ભ હોય જ. વરસોથી એમની સાથે નિકટથી કામ કરતી ચબરાક શબનમે તરત જ કહ્યું: ‘સર, પેટ ભરા હો તો પીને કી મજા હી ક્યા હૈ…સર, હાથ ધો લો….અભી નિકલતે હૈ.’


ઉદયસિંહના રૂમમાંથી પાટીલ રસ્તોગીને લેન્ડલાઇન પર ફોન લગાડવાની ટ્રાય કરી રહ્યો હતો. રિંગ વાગી જતી, પણ કોઇ ઉપાડતું નહોતું. સામે બેઠેલી લીચીને સૌથી વધુ અકળામણ થઇ રહી હતી. જ્યારે ઉદયસિંહ ફોન ન લાગે તો સારું એવું ઇચ્છતો હતો..કેમ કે એનો પ્લાન લીચીને જ ખતમ કરવાનો હતો. અચાનક લીચીએ અકળાઇને ઉદયસિંહનો મોબાઇલ માગ્યો ને રસ્તોગીનું કાર્ડ કાઢીને એમાંથી મોબાઇલ નંબર લગાવ્યો.

‘હેલો..’ રસ્તોગીએ કહ્યું….ને લીચીએ ફોન ઉદયસિંહને પકડાવી દીધો. લીચીને ખતમ કરવાનું કાવતરું ઘડી રહેલા બિચારા ઉદયસિંહ પાસે વાત કરવા સિવાય બીજો કોઇ રસ્તો જ ક્યાં હતો.
‘હેલો…સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયસિંહ બોલું છું.’

હા, તમારા વતી કોઇ પાટીલનો ફોન આવેલો…બોલો શું હતું.? રસ્તોગીએ પૂછ્યું.

‘મળીને વાત કરીએ.’

‘બોલો ક્યાં અને ક્યારે મળવું છે.?’

‘એ તો લીચી મેડમ કહેશે એ રીતનો ટાઇમ ને જગ્યા નક્કી કરશું….કેમ કે એ સેટલમેન્ટની વાત કરતી હતી.’ ઉદયસિંહે નાખેલી ગૂગલીથી લીચી ઉકળી ઉઠી. એ સમસમીને બેસી રહી.
‘ભલે તમારા મેડમને પૂછી લો..મારે પણ એમને થોડી પૂછપરછ કરવી છે….એમનું સ્ટેટમેન્ટ લીધા પછી જ હું ન્યૂઝ છાપીશ.’ રસ્તોગી કાનૂની રીતે મુશ્કેલીમાં ન આવે એ રીતે ફોન પર સેફ વાત કરતો હતો. લીચીએ ઉદયસિંહના મોબાઇલ પરથી જ ફોન લગાડીને ઉદયસિંહને ફસાવી દેવાનો કારસો ઘડ્યો….બીજી બાજુ ઉદયસિંહના મનમાં લીચીને જ ખતમ કરવાનો પ્લાન આકાર લઇ રહ્યો હતો.


કુમારને અવસ્થીનું પગેરું કાઢતા પવનહંસ એરપોર્ટ ઑથોરિટીના એક કર્મચારી પાસેથી એક મહત્ત્વની બાતમી મળી કે અવસ્થી ઉપરાંત કોઇ મેજર નામનો માણસ દિલ્હી માટે હેલિકૉપ્ટર બુક કરતો હતો….મેજર કોણ હશે…કુમારે વધુ ઊંડા ઊતરતા એ કર્મચારીએ પોતાનું ક્યાંય નામ ન આવે એવી શરતે કોઇ મેજરનો નંબર આપ્યો. કુમારે ફોન લગાવ્યો….ફોન ઉપાડનારે પૂછ્યું: ‘કૌન ચાહિએ.?’
‘મેજર ચાહિયે..’ કુમારે કહ્યું. સામેવાળાએ તરત જ ફોન કાપી નાખ્યો…પછી એનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો…કુમારને શંકા ગઇ. એણે નંબર કોનો છે એની તપાસ કરી..તો એ ચોંકી ઉઠ્યો…નંબર મહારાષ્ટ્રના મિનિસ્ટર ભાલેરાવના નામે બુક હતો. કુમારે અભિમન્યુ સિંહને વાત કરી. બીજી જ મિનિટે અભિમન્યુ સિંહ અને કુમાર મંત્રાલયમાં ભાલેરાવની કેબિનમાં બેઠા હતા.
કુમારે અભિમન્યુ સિંહની ઓળખ આપી..ત્યારે ભાલેરાવના ભાલ પ્રદેશ પર પરસેવાના ઝીણા બિંદુઓ તગતગી રહ્યા હતા.

‘આપ બે ફિકર રહીએ…આપકો તકલીફ નહીં દેંગેં….આપ બસ હમેં દિલ્હી પૈસે ભેજનેવાલે કા નામ બતા દિજિયે’ કુમારે કહ્યું….

ભાલેરાવ બેઉ હાથના આંગળા એકમેકમાં ભેરવીને સાંભળી રહ્યો હતો…ને વચ્ચે વચ્ચે ખુરસીના હાથા પરનું નેપકિન લઇને પરસેવો લૂછતો હતો.

‘હમ આપકો સેફ કર દેંગેં… સિર્ફ ઉનકા નામ બતાઓ’ અભિમન્યુ સિંહની આંખોમાં હમદર્દી અને અવાજમાં વિનમ્રતા હતી. ભાલેરાવ થોડી ક્ષણો બંનેને જોતો રહ્યો પછી ઢીલા અવાજે બોલ્યો:
‘ઇમામ સલાઉદ્દિન…. બાપુનગર…. અહમદાબાદ’
‘ફોન નંબર દો.’ ભાલેરાવે થરથરતા હાથે ડાયરી ખોલીને નંબર આપ્યો. કુમારે નોંધી લીધો.

‘ઇમામ દિલ્હી મેં કિસ કો પૈસા ભેજનેવાલે થે?’

‘મુઝે માલુમ નહીં’ એણે માથું હલાવ્યું.

‘દેખો અગર આપકો અપની ખુરસી, વોટબેક, મિનિસ્ટરશિપ બચાની હૈ તો પ્લીઝ હમેં બતા દો….વરના હમ આપકો સબ કે સામને મંત્રાયલ સે ઉઠા કે લે જાયેંગેં.’ અભિમન્યુ સિંહનો અવાજ બદલાયો. ભાલેરાવ મુંઝાયો…ચૂપ થઇ ગયો. પોતાની વોટબેંક…અને જનતા સામે પોતે સાવ નાગો થઇ ગયો હોવાની કલ્પના કરવા લાગ્યો. બદનામીનો ડર સામાન્ય માનવી કરતા રાજકારણીને થોડો વધુ હોય છે. કારણ કે બદનામીને ખુરસી સાથે સીધો નાતો હોય છે. આખરે એણે બદનામીના ડરથી મોં ખોલ્યું.

‘આપ મેરે સામને કોઇ કારવાઇ નહીં કરેગેંના.?’

‘નામ નહીં બતાઓગે તો કારવાઇ કરની પડેગી’ અભિમન્યુ સિંહે કહ્યું.

‘દિલ્હી કે ચીફ મિનિસ્ટર કો..’ બોલીને ભાલેરાવ નીચું જોઇ ગયો.

‘ઇમામ કો દિલ્હી કે ચીફ મિનિસ્ટર કો પૈસે ભેજને કી ક્યા ઝરૂરત પડી..?’ અભિમન્યુ સિંહે પૂછ્યું.

‘ખાલિસ્તાની મૂવમેન્ટ કે લિયે’ ભાલેરાવે કપાળ પરનો પરસેવો લૂછ્યો.

‘મુસલમાન લોગ ખાલિસ્તાની મૂવમેન્ટ કો મદદ કર રહે હૈ….ઇતની હમદર્દી ક્યું ભાઇ.?’

‘શીખ ઔર મુસ્લિમ દોનોંને મિલ કે..’ ભાલેરાવ આગળ બોલ્યો નહીં..

‘અવસ્થી કા રોલ ક્યા હૈ.?’ કુમારે પૂછ્યું…

‘વો આઇએએસ ઓફિસર હૈ…પૈસા સેફ પહોંચ જાતા હૈ….સર, મુઝે બક્ષ દેના પ્લીઝ. મૈં તો શતરંજ કા એક મામુલી પ્યાદા હું…કિસી ઓર કે હાથોં કા ખિલોના’ ભાલેરાવ ગળગળો થઇ ગયો.
‘ભાલેરાવજી, આપને કાફી મદદ કી હૈ હમારી…..એક ઔર મદદ કર દેના….અપના મુંહ બંધ રખના.’ અભિમન્યુ સિંહે ઉઠતી વખતે કહ્યું.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…