ઉત્સવ

હું ને ચંદુ છાનામાના…

આજે આટલું જ -શોભિત દેસાઈ

ચંદુ શાહને યાદ કરવાનો એકે ‘અવસર’ નથી જ નથી. નથી એની વર્ષગાંઠ (૨૪-૭-૫૬) કે નથી એની વિદાય તારીખ (૫/૧૧)…

આ તો કવિતાના પોપકોર્ન અમને બંનેને ૧૯૭૪માં સાથે ફૂટવાના શરૂ થયા હતા, અને હમણાં આઠ પુણ્યશ્ર્લોકી કવિઓના કાર્યક્રમ વિષે જે છેલ્લા બે રવિવાર દરમિયાન વાત થઈ એ બધાના દર્શન અમે બંનેએ ૭૪-૭૫ દરમિયાન સાથે કર્યા હતા. ૭૬માં મારો મુશાયરા પ્રવેશ અને છ મહિનામાં ચંદુનો… એક વાતનો આનંદ હતો જ ખૂબ કે હું જ્યાં જઉં, ચંદુ ત્યાં થોડોક વખતમાં હોય જ. બે જગ્યાએ એ વહેલો પહોંચી ગયો. નાટયલેખનમાં, અને…

એ ચંદુની, કટાવ છંદમાં એક સુંદર કવિતા આજે આપણે ઉજવવી છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની ‘આશિર્વાદની રેલગાડી તો યાદ છે ને!? આજે ગાડીનો અવકાશ વધારીએ…
લાઈફની ગાડી

  • ચંદ્રકાન્ત શાહ
    લાઈફની ગાડી ચક્કર ચક્કર ચક્કર ચક્કર ફરે સદંતર
    સરકે ચાલે દોડે ઊપડે સડસડ સડસડ સડસડ કરતી સ્પીડ પકડતી
    ઝૂઉંમ્ કરીને સાવ નજરની સામે નીકળી જાતી
    આપણી પાસેથી થઈ જાતી પાસ
    ભમ્ ધુમાડાભેર!

કોઈની ગાડી સધ્ધર સધ્ધર
ખૂબ ઘણાની અધ્ધર અધ્ધર
પાટાઓ પર સ્લીપર ક્લિપર
રસ્તાઓ પર પથ્થર પથ્થર
કોઇનાં પૈંડં પંકચર પંકચર
અચ્ચર પચ્ચર હચ્ચર મચ્ચર
મસ્ત મજાની મોટરગાડી
બે પૈડાંની ઠેલણગાડી
કોઇની ગાડી પર અંબાડી
લાંબી લચ્ચક હેય લિમોઝિન હમ્મર!

એય જો હાલ્યો 18 wheeler લાંબો ટ્રકડો
ઠાંસોઠાંસ ભરેલો ત્રણ પૈડાંનો છકડો
અમુક તમુકની મોટરબોટ
આ તો ક્ધવર્ટિબલ યોટ !

જમ્બો જણના જમ્બોજેટ જ જેવો જમ્બો hought
પૈડાં જેના ફરે ચકરડી માંડ ઘડી બે ઘડી
વેંઢારે કોઇ લાઇફ હો જાણે કિચૂડ કરતી ગરગડી
લાઇફની ગાડી ચક્કર ચક્કર ચક્કર ફરે સદંતર
સરકે ચાલે દોડે ઊપડે સડસડ સડસડ સડસડ કરતી સ્પીડ પકડતી
ઝૂઉંમ્ કરીને સાવ નજરની સામે નીકળી જાતી
આપણી પાસેથી થઇ જાતી પાસ
ભમ્ ધુમાડાભેર!

નોખા નોખા ગાડીવાનો
નોખી નોખી ગાડીઓનોwindow seat પર બેસી
જોતાં એકસરીખાં સપનાં
જોતાં આંખોમાંથી ફરફર કરતાં મેદાને આવે સપનાંઓ
આવી આવી થાય અધીરાં ત્યાં તો એના થાય લિસોટા
તેજલિસોટે ઝબૂક કરતાં વીજળી માફક flash કરીને
અંતરિક્ષમાં સપનાંઓનો થઇ જાતો the end!

સપનાંઓનો end થતામાં ફરી જનમતાં નવાં નવાં સપનાંઓ
અને ફરીથી
window set પર બેઠેલાં
સપનાંઓ સાથે
લાઇફની ગાડી
ચક્કર ચક્કર ચક્કર ચકક્ર ફરે સદંતર
સૂમસામ પ્લેટફોર્મ પર બેઠાં જોતાં રહેવું
આઘે આઘે જતી રહેલી ઝાંખી ઝાંખી
પોતપોતાની લાઇફની ગાડી
ઝીણી થાતી થાતી થાતી થાતી થાતી થઇ જાતી એક ટપકું.
જોતા રહેવું
ટપકું ડૂબતા સૂરજ વચ્ચે જઇ
અજવાસ બની આથમતું
બેઠાં બેઠાં જોતાં રહેવું
ઝબૂક કરતાં વીજળી
માફક flash કરીને
થઇ જાતો
એ પકાનોthe end
ટપકાંઓનો end, પછી સૂમસામ અને કોરું…
ના દૃશ્યો…. અવાજ ગાયબ
ગાડી ગાયબ…. પાટા ગાયબ….
પાંચ તત્ત્વના ભેદો ગાયબ
ચારેચાર છે વેદો ગાયબ
ગીતા ગાયબ સીતા ગાયબ
બાઇબલ ને કુરાન ગાયબ
છતાંય કોઇ ફરે છ્ પાછું
શરીર ધારણ કરે છ્ પાછું
અને નીકળશે ફરી નવી કોઇ લાઇફની ગાડીની, બસ ભાળ કાઢવા.
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!