ઉત્સવ

વૃષભ રાશિમાં બારમાં વર્ષે ગુરુ ગ્રહનો પ્રવેશ કેવું ફળ આપશે?

આગમના એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

વૃષભ રાશિમાં ગુરુ ગ્રહનો પ્રવેશ તા.૦૧ ૦૫ ૨૦૨૪ બપોરે ૦૧.૦૧ કલાકે થી તા.૧૪ ૦૫ ૨૦૨૫ સુધી રહેશે.

કુલ દિવસો ૩૭૯ ગણાશે.

તા.૦૯ ૧૦ ૨૦૨૪ ગુરુ વક્રીભ્રમણ
તા.૦૪ ૦૨ ૨૦૨૫ માર્ગી…
તા.૦૭ ૦૫ ૨૦૨૪ ગુરુ પશ્ર્ચિમ દિશામાં અસ્ત
તા.૦૨ ૦૬ ૨૦૨૪ માર્ગી પૂર્વ દિશામાં ઉદય
ગોચર પરિભ્રમણમાં
ગુરુ ગ્રહ પરિભ્રમણ
શુભ, વૃષભ, ક્ધયા, મકર
અશુભ મિથુન, મીન
મધ્યમ મેષ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ર્ચિક, ધન, કુંભ
તા.૦૧ મે બુધવારે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ૬૪ વર્ષ પૂર્ણ કરીને ૬૫ વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.

આ દિવસે ગ્રહ મંડળમાં દેવ ગુરુ ગ્રહ બપોરે ૦૧.૦૧ કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વિદ્યા,વિનય,વિવાહ, ધન,સંતતિ દેવ ગુરુ,બૃહસ્પતિ શુભ,જશ કારક ગુરુના કારકત્વ રહેલા છે.વૃષભ રાશિમાં ગુરૂ ગ્રહ ૧૨ વર્ષ પછી પુન:વૃષભ રાશિ પ્રવેશ કરશે. નૈસર્ગિક કુંડલી મુજબ બીજા ભાવે, શુક્રના ઘરમાં, પૃથ્વી તત્ત્વ રાશિમાં ભ્રમણ થવાથી રહીશોમાં લાંબા સમયથી બગડેલા સંબંધો સુધરાશે.

જાણીતા જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર બીજા ભાવે ગુરુ પસાર થવાથી (ધન ભુવન) હોવાથી રહીશોમાં બચતવૃત્તિ વધશે. અબાલવૃદ્ધ સૌ ખાનગી બચતો કરવા માટે જોક વધશે. બેંકોમાં થાપણો પર વ્યાજનો દર વધી શકે. કોર્ટ-કચેરીના પડતર કેસોનો પતાવટો સાથે તાત્કાલિક નિકાલ આવશે !! યુવાવર્ગ માટે નોકરિયાત ધંધાની તકો માટે સાનુકૂળ સમય સાબિત થાય.

આ પરિભ્રમણ માં ૩૪૯ દિવસમાં તા.૦૯ ૧૦ ૨૦૨૪ થી ગુરુ વક્રીભ્રમણ કરશે જે તા.૧૪ ૦૫ ૨૦૨૫ માર્ગી થશે.જયારે ગુરુનો અસ્ત ૭-૫-૨૪ થી ૨-૬-૨૪ સુધી છે. આ સમયમાં લોકોને જીવનમાંથી રસ સુકાતો જોવા મળે અને આ સમયમાં આત્મઘાતનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે. શુભ કાર્ય માટે વિચાર કરવો પડે! આત્મઘાત માટે અભ્યાસનું દબાણ અને સંબંધો મહત્ત્વના મુદ્દા બનતા જોવા મળશે. ઘરેલુ હિંસાના ઘણા કેઈસ સામે આવશે આ ઉપરાંત હત્યા અને મારામારીના કેઈસ પણ વધશે.

આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને પોતાની ચંદ્ર રાશિ થી કેવું રહેશે તથા ગુરુ ગ્રહના પરિભ્રમણ નો વધારે લાભ લેવા માટે શું કરવું જોઇએ આ અંગે જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર…

(૧) મેષ (અ, લ, ઇ): ચંદ્રથી બીજા ભાવે પસાર થવાથી અનઅપેક્ષિત આર્થિક ધનલાભ. કુટુંબ-કબીલામાં માંગલિક કાર્યો આવે. જૂના રોગ માંદગીમાં ચોક્કસ રાહત જણાશે. નિત્ય ગુરુ ગ્રહની એક માળા કરવી.

(૨) વૃષભ (બ, વ, ઉ):- જન્મના ચંદ્ર પરથી ગુરુ ગ્રહ ભ્રમણ ગોલ્ડન સમય સાબિત થાય. લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શુભ સમય. શેરમાર્કેટથી ધનલાભ. બગડેલ આરોગ્ય સુધરશે. પોતાના માનેલા ગુરુદેવનો નિત્ય દીપ પ્રાગટ્ય કરીને મનોમન પ્રાર્થના કરવી.

(૨) મિથુન (ક, છ, ઘ):- વ્યય સ્થાને પસાર થવાથી ચામડીના દર્દો વકરે. સામાન્ય બાબતે કોર્ટ કચેરીના ધકકાઓ ખાવા પડે. અનઅપેક્ષિત કામો ઉકેલાય નહીં. દરરોજ ગાયને અવશ્ય રોટલી ખવડાવશો.

(૪) કર્ક (હ, ડ):- અગિયારમા ભાવે પસાર થવાથી વડીલોપાર્જિત મિલકત મળી શકે. સંતાનથી શુભ સમાચાર. બગડેલ લગ્ન જીવન પાટે ચડે. ચંદનનો ચાંદલો કરશો.

(૫) સિંહ (મ, ટ):- કર્મક્ષેત્ર પર ગોચર ગુરુ ભ્રમણ થવાથી શુભ પરિવર્તન.માતા સાથે મતમતાંતરનો નિવેડો આવે. નોકરિયાત વર્ગને ઈજાફો મલે.જમણા કાંડા પર પીળા રંગની કોટનની દોરી બાંધશો.

(૬) ક્ધયા (પ, ઠ, ણ):- નવમા ભાવે પસાર થવાથી ઓચિંતા ભાગ્ય પરિવર્તન નિશ્ર્ચિત. ધાર્મિક કામો માટે પ્રવાસ-પર્યટન થાય. નવા પાડોશી સાથે સંબંધ બંધાય. ગુરુવારને ૨૫૦ ગ્રામ ચણાની દાળ ખવડાવશો.

(૭) તુલા (ર, ત):- અષ્ટમ ભાવે ગુરૂનું પરિભ્રમણ વીલ વારસો સંબંધિત મિલકતો નો ઉકેલ લાવી શકે. પરિવારમાં બગડેલા સંબંધ સુધરે. મધુપ્રમેહમાં કાળજી રાખવી.જીવદયા નિત્ય કરશો.

(૮) વૃશ્ર્ચિક (ન, ય):- સાતમા ભાવે પસાર થતો ગુરુ લાંબા સમયથી અટકેલાં કામો સંપન્ન કરાવશે. માન સન્માનપદ પ્રતિષ્ઠા અપાવશે. બાકી ઉઘરાણીઓ ટુકડે ટુકડે મલી શકે.નાહવાના પાણીમા કેશર નાખીને નાહવું. ગુરુ ગ્રહ મંત્ર ની નવકાર ગણવી.

(૯) ધન (ભ, ધ, ફ, ઢ):- છઠ્ઠા ભાવે પસાર થતા ગુરુ પરિભ્રમણ નોકરિયાત વર્ગ ને મનપસંદ જગ્યાએ બઢતી સાથે બદલી સંભવ. વિદેશથી શુભ સમાચાર.ગેસ કબજિયાતની તકલીફ આપી શકે. સમયાતરે બ્લડ ડોનેશન કરવું.

(૧૦) મકર (ખ, જ):- બગડેલી તકો આશીર્વાદ રૂપ બનશે. ચંદ્ર કુંડલી મુજબ ચોથા ભાવે ગુરુ પરિભ્રમણ વિદ્યાર્થીવર્ગ ઉત્તમ સમય. શેરસટ્ટાથી ધનલાભ સંભવ. જૂના મિત્રો સાથે મુલાકાત યાદગાર બને. ઉછીની લીધેલી રકમ પરત કરવી. અસત્ય વચન ના બોલશો.

(૧૧) કુંભ (ગ, શ, સ):- ચતુર્થ ભાવે ગુરુ ભ્રમણ (કેન્દ્ર સ્થાન) સાડાસાતી સમયમાં માનસિક શાંતિ જણાય.વેપાર વ્યવસાય કરનાર માટે શુભ સમય. સરકારી બાકી કામો ઉકેલાય. ગુરુવારે ચણાની દાળ ખાઈને ભોજન કરશો.

(૧૨) મીન (દ, ચ, ઝ, થ):- તૃતીય ભાવે ગુરુ પસાર થવાથી આર્થિક દેવું વધવાની ચિંતાઓ સતાવશે. મહત્ત્વની તકોનો પૂરેપુરો લાભ લઇ શકશો નહીં.અકારણ ભાઇ ભાંડુ સાથે મુસાફરી યોગ માં મતમતાંતર સંભવ. દેવમંદિરમાં યથાશકિત મદદરૂપ બનશો. ગુરુવારે પીળા રંગના કપડાં પહેરશો.

WELCOME
ભારતીય સંસ્કૃતિમાં “અતિથિ દેવો ભવ: માનવામાં આવે છે. ભાગ્યશાળીના ઘરે મહેમાન આવે છે. મહેમાનનું સ્વાગત કરવું તે આપણી વૈદિક પરંપરા રહેલી છે માટે અગામી તા.૧ બુધવારે બપોરે ૦૧.૦૧ કલાકે નભમંડળમાં
ગુરુગ્રહ ‘વૃષભ રાશિમાં પ્રવેશ’ કરશે
માટે તેનું જયોતિષની વૈદિક પદ્ધતિથી સ્વાગત કરવાથી ગુરૂગ્રહના શુભ કારકત્વમાં વધારો થશે. ગુરૂ ગ્રહનું મૂળભૂત કારકત્વ વિદ્યા, ધન, સંતાન, જ્ઞાન, ડાહપણ, બ્રાહ્મણત્વ તથા વિશાળતા વગેરેનો કારક ગણાય છે. માટે તેનું નીચે દર્શાવ્યા મુજબ સ્વાગત કરવું વધારે હિતકારી બની રહેશે.

ગુરુ ગ્રહનું કઈ રીતે સ્વાગત કરવું
(૧)ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો

(૨)પોતાના ગુરુને પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરવી.

(૩)પરિવારના દરેક સભ્યોએ કાંડા પર પીળા કલરનો દોરો બાંધવો.

(૪)ગુરુ મંત્ર “ૐ રિમ ગુરુવે નમ:ના જાપ કરવા.

(૫)ચણાની દાળ,પીતાંબર,ચંદન ગુપ્ત દક્ષિણા ગુરુને અથવા બ્રાહ્મણને અર્પણ કરવા.

(૬)આ દિવસે કોઈને ઉછીના રૂપિયા આપવા નહીં.

(૭)બેન્કમાંથી લોન પણ ન લેવી શક્ય હોય તો

(૮)યાત્રા પ્રવાસ પણ મુલત્વી રાખવા

ઉપરોક્તમાંથી કોઈપણ ત્રણ પ્રયોગ કરવાથી ગુરુ ગ્રહનું ભ્રમણ
વધારે લાભદાયી નીવડશે. આ પરિભ્રમણ દરમિયાન આર્થિક સામાજિક તથા આકસ્મિક શુભ સમાચાર મળી શકે છે.લાંબા સમયના અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો નિશ્ર્ચિત રીતે જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing