વેપાર અને વાણિજ્ય

શૅરબજારમાં વધુ એક શનિવારે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાશે

મુંબઇ: મુંબઇ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ વધુ એક શનિવારે સ્પેશ્યલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજવા જઈ રહી છે. બીએસઇ અને એનએસઈ ૧૮ મેના રોજ સ્પેશ્યલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજશે. એક્સચેન્જેે જણાવ્યું છે કે, મેમ્બરોએ શનિવારે ૧૮, મે ૨૦૨૪ના પ્રાઈમરી સાઈટથી ડિસ્ઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા-ડે સ્વિચઓવર કરવા સાથે સ્પેશ્યલ લાઈવ ટ્રેડિંગ યોજવાનું નક્કી કર્યું છે.

ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રાઈમરી સાઈટથી ડિસ્ઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા-ડે ટ્રાન્ઝિશન હાથ ધરવામાં આવશે. એનએસઇ પર આ દિવસે સ્પેશ્યલ ટ્રેડિંગ સેશન બે સેગ્મેન્ટ્સમાં યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૪૫ મીનિટનું સેશન સવારે ૯.૧૫ વાગ્યાથી શરૂ થશે અને બીજું સેશન સવારે ૧૧.૪૫ વાગ્યાથી શરૂ થઈ બપોરે ૧૨.૪૦ વાગ્યે પૂરૂં થશે.

બીએસઇએ તેની વેબસાઇટમાં જણાવ્યું છે કે, ૧૮ મે, શનિવારે સ્પેશલ ટ્રેડિંગ સેશન યોજાશેે. આ દિવસે સવારે ૯.૧૫ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા દરમિયાન અને સવારે ૧૧.૩૦ વાગ્યાથી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન અવિરત ટ્રેડિંગ સેશન યોજાશે.

એનએસઇ અનુસાર આ સ્પેશ્યલ ટ્રેડિંગ સેશનમાં તમામ ડેરિવેટીવ્ઝ પ્રોડક્ટસ માટે મહત્તમ ભાવ મર્યાદા અર્થાત અપર સર્કિટ પાંચ ટકાની રહેશે. જ્યારે જે સિક્યુરિટીઝમાં અત્યારે બે ટકા અથવા તેથી ઓછી ભાવ મર્યાદા (લોઅર સર્કિટ) લાગુ છે, એ મર્યાદા લાગુ રહેશે.

આ વર્ષે ત્રણ વખત શનિવારે માર્કેટ કાર્યરત રહ્યું છે. અગાઉ બીએસઈ અને એનએસઈ દ્વારા ડિઝાસ્ટર રિકવરી સેશનના ભાગરૂપે બે માર્ચ શનિવારે સ્પેશ્યલ ટ્રેડિંગ સેશનનું આયોજન થયું હતું. સામાન્ય રીતે સ્ટોક માર્કેટ શનિવાર અને રવિવારે બંધ હોય છે.

અગાઉ ૨૨ જાન્યુઆરીએ પણ રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે શેરબજાર બંધ રહેતાં તેની અગાઉના શનિવારે માર્કેટ ચાલું રહ્યું હતું. સેબીની ગાઈડલાઈન્સ અનુસાર, સ્પેશ્યલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાય છે. મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦ મેના રોજ યોજાવાની હોવાથી તે દિવસે શેરબજારો બંધ રહેશે. જેની ભરપાઈના ભાગરૂપે આ સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની