ટૅક વ્યૂહઃ સ્માર્ટફોન ખરાબ થાય એ પહેલાં… ઓળખી લો એનાં કેટલાંક જરૂરી સંકેત | મુંબઈ સમાચાર

ટૅક વ્યૂહઃ સ્માર્ટફોન ખરાબ થાય એ પહેલાં… ઓળખી લો એનાં કેટલાંક જરૂરી સંકેત

વિરલ રાઠોડ

સ્માર્ટ ફોન એ આપણા સૌની દૈનિક જરૂરિયાતનો એક ભાગ બની ગયો છે. સવારના એલાર્મ સેટ કરવાથી લઈને ઓનલાઈન પેમેન્ટ સુધી અને મેસેજ મોકલવાથી લઈને ઈ-મેલ કરવા સુધીના મોટાભાગના કામ સ્માર્ટફોનથી થઈ રહ્યા છે. ફોનના ફીચર્સને બાદ કરતા સરળ અને સ્પષ્ટ એપ્લિકેશનથી દૈનિકધોરણે થતું ઘણું કામ હવે આસાન થઈ રહ્યું છે.

લોકેશનથી લઈને પાર્સલના લોકેશનને ટ્રેક કરવા સુધી અનેક એવી એપ્લિકેશનથી કામ થાય છે. ઘણીવાર ફોનમાં આવતી અપડેટને નાખી ન હોય તો પણ ફોન સરળતાથી ચાલતો હોય છે તો ઘણા યુવાનો વારંવાર અપડેટ કરીને ફોનથી સતત બીજા ડિજિટલ વર્લ્ડમાં પણ અપડેટ રહે છે. દરેક સ્માર્ટફોન યુઝર સાથે એવું બન્યું હશે કે ક્યારેક ફોન વ્યવસ્થિત કામ આપવાનું બંધ કરે છે અથવા ટચ ખરાબ થઈ જાય છે.

વ્યવસ્થિત અને લાંબા સમય સુધી ફોનનો મર્યાદિત ઉપયોગ કરતા લોકોમાં પણ આ મુશ્કેલી હવે ફોન સંપૂર્ણપણે ખરાબ થતાં પહેલા એક વોર્નિગ તરીકે સમજવા જેવી છે. સામાન્ય રીતે ફોન બગડવાનું શરૂ થાય એની શરૂઆત કેવી રીતે થાય છે એના પર નક્કી થાય છે કે ફોન રિપેર કરાવો કે નવો લેવો?

કોઈ પણ સ્માર્ટફોનમાં એક ચોક્કસ સમય બાદ બેટરીની પરેશાની ઊભી થાય છે. ક્યારેક વધારે પડતી ચાર્જ થાય તો ઝડપથી ઊતરી જાય છે તો ક્યારેક ચાર્જ જ થતી નથી. આવા સમયે લાંબા સમય સુધી ફોનને ચાર્જિંગમાં ન રાખીએ તો પણ કામ ચાલી જાય છે. વારંવાર બેટરી ઊતરી જાય તો બ્રાઈટનેસને થોડી ઓછી કરીને કામ ચલાવી શકાય છે, પણ ફોનમાં લાંબો સમય સુધી ચાર્જિંગ રાખ્યા બાદ પણ બેટરી ચાર્જ બતાવે પણ એક કે બે કામમાં અડધી બેટરી ખતમ થઈ જાય ત્યારે બેટરી બદલવાનો સમય આવ્યો છે એવું માની શકાય છે.

માત્ર બેટરી જ નહીં બીજા ફંક્શન પણ બગડે એના સંકેત સમજવા જેવા છે, કારણ કે જે એલર્ટ થઈ જાય એ ખોટા ખર્ચા કે ડેટાલોસ કરવાથી બચી જાય છે. ઘણીવાર ફોટો કે વીડિયો જે બિનજરૂરી છે એને ડિલિટ મારવા છતાં મેમરી ફૂલ બતાવે તો સમજવા જેવું છે કે સ્ટોરેજમાં વાઈરસ આવ્યો છે. ફોનના એન્ટિવાયરસ પ્રોગ્રામ કોમ્પ્યુટર કરતા અલગ રીતે કામ કરે છે.
આ માટે ઘણી એપ્લિકેશનથી પણ કામચલાઉં કામ દોડાવી શકાય છે. પણ એક કે બે વીડિયો ડાઉનલોડ કરવા છતાં મેમરીફૂલની એરર આવતી હોય તો સ્ટોરેજ ક્ષમતા પૂરી થઈ ગઈ છે. આવા સમયે મેમરીકાર્ડ નાંખી જરૂરી ડેટા એમાં કોપી કરીને સાચવી શકાય છે. પછી ફોનમાંથી ડેટા ડિલિટ થશે પણ મેમરીકાર્ડમાં એની કોપી બીજા ફોનમાં નાખીને પણ વાપરી શકાશે.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ : રસ્તા તૂટવાના તો દૂર… એના પર તિરાડ સુધ્ધાં નથી પડતી!

આ સિવાય અન્ય પણ એક વિકલ્પ સાથે ઓછી મેમરીમાં કામ એ કરી શકાય કે, જરૂરી ડેટાને ડાયરેક્ટ મેલ કે ડ્રાઈવમાં સાચવી શકાય છે. એકવાર એક ઈમેલ આઈડી એક્ટિવ કરો ત્યારે 10જીબી થી 15 જીબી સુધીની સ્પેસ એક ફોન પર ફ્રીમાં મળે છે. આટલી સ્પેસમાં કોઈપણ આલબમથી લઈને વીડિયો રેકોર્ડિંગ પણ સરળતાથી સ્ટોર કરી શકાય છે.
ઈન્ટરનલ મેમરી ઓછી હોય ત્યારે વધારે પડતી ફીચર્સ ધરાવતી એપ્લિકેશન ડિલિટ કરીને એ સ્પેસને કેમેરા કે બીજા કોઈ ઉપયોગી ડેટા માટે સાચવી શકાય છે. ઘણીવાર ફોનમાં અમુક જગ્યા પર ટચ કરતા સેન્સર કામ કરતું નથી. આવું થાય એ સમયેથી સૌથી વધારે એલર્ટ થઈ જવાની જરૂર છે. ટેક્નિકલ ભાષામાં આને ‘સ્ક્રીન રિસ્પોન્સ ઝીરો’ કહે છે.

થોડા જ સમયમાં આવું આખી સ્ક્રીન પર થાય ત્યારે ફરજિયાતપણે ફોન બદલવાનો વારો આવે છે. રિપેરિંગવર્કમાં સ્માર્ટફોનની સ્ક્રીન સૌથી વધારે ખર્ચાળ હોય છે. આવા સમયે ઘણીવાર તાત્કાલિક ધોરણે ફોન નવો ખરીદવો પડે છે. પ્લેસ્ટોર સિવાયની એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતી વખતે સૌથી વધારે ફોનને જોખમ રહે છે.

બ્રાઈટનેસ લો રાખવાથી બેટરી બચે એવું ઘણા યુઝર્સ માનતા હોય છે, પણ ફોન જ્યારે લોક હોય એ સમયે પણ ઈન્ટરનેટ ડેટા અને બેગ્રાઉન્ડમાં બેટરી યુઝેજ થાય છે. આનો વિકલ્પ એ છે કે, બ્રાઈટનેસ આંખને માફક થાય અને અક્ષરો સરળતાથી વાંચી શકાય એટલી રાખવી જોઈએ. ફોનના ચાર્જર સાથે આવેલો ડેટા કેબલ પણ મીડિયા ફાઈલ ટ્રાન્સફર માટે વાપરવામાં આવે છે. આનાથી ડેટા કરપ્ટ થવાના કે ફાઈલ ખૂલવાના કેસને સૌથી વધારે ચાન્સ મળે છે. આવા સમયે અલગથી કેબલ ખરીદવો હિતાવહ હોય છે.

વર્ષ 2016માં ફોનના સ્પીકરને ખરાબ કરી દેતો બ્લુટુથ નામનો ફોન વાઈરસ કેટલાય ફોનને નક્કામા કરી ગયો હતો. આ પાછળની ટેકનિક એવી હતી કે સતત બ્લુટુથ ચાલુ હોય એવા ડિવાઈસમાં વગર પેર કે મેચ થયે તે ક્નેક્ટ થઈ જાય અને પછી ઈયરફોન કે સ્પીકરને બગાડે. એટલા જરૂર ન હોય ત્યારે ડિવાઈસને ડિસક્નેક્ટ કરી બ્લુટુથ બંધ રાખી શકાય છે.

આઉટ ઓફ બોક્સ
ફોન ચોંટવાનું ચાલુ થાય એટલે ફોન ખરાબ થઈ ગયો એવું નથી હોતું ડેટા વધારે પડતી જગ્યા રોકે ત્યારે એ જે તે એપ્લિકેશનને સ્મૂથ કામ કરતી અટકાવે છે એટલા માટે આવું બને છે.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ : પ્રીમિયમ એકાઉન્ટ: ચાર્જિસ ભલે ચૂકવો, પણ ચીટિંગથી સાવધાન!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button