ઉત્સવ

ફોકસ : સૌંદર્ય પ્રસાધનથી પૃથ્વી પર ઠલવાય છે કચરો…

-લોકમિત્ર

અલગ અલગ પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો આપણને વધારે સારા દેખાડે છે, પરંતુ આ જ સૌંદર્ય ઉદ્યોગથી વધતો કચરો આજની તારીખમાં પણ પર્યાવરણ માટે ભયનું કારણ બની ગયો છે. બાથરૂમના કેબિનેટમાં રાખેલા અલગ અલગ ટાઈપના શેમ્પૂ, મોઈસ્ચરાઈઝર અને બીજા બ્યૂટી પ્રોડકટ્સ જેમકે મેકઅપ બોકસમાં રાખેલી અલગ અલગ શેડસની લિપસ્ટિકસ, બોડી સીરમ, જેની સુંદર આકર્ષક પેકેજિંગ અને તેના પર લખેલી એકસપાયરી ડેટ ગ્રાહકને જલ્દીથી તે પ્રસાધનો વાપરી બીજાં પ્રસાધનો લેવા માટે લલચાવે છે.

ઘણા સમયથી સૌંદર્ય પ્રસાધનોની પ્લાસ્ટિક પેકેજિંગ પર્યાવરણ માટે એક ચુનોતી સાબિત થઈ છે. સુંદર અને આકર્ષક પેકેજિંગને લીધે જ આ પ્રસાધનો વેચાય અને ખરીદાય છે. મોટા ભાગની કોસ્મેટીક પેકેજિંગને કચરામાં નાખી દેવામાં આવે છે. એ સિંગલ યુઝ પ્લાસ્ટિક લેન્ડફિલનો ભાગ બની જવાથી તેને નષ્ટ થવામાં હજારો વર્ષ લાગી જાય છે. સૌંદર્ય ઉદ્યોગની સામે માત્ર આ જ એક સમસ્યા નથી. એકસપાયરી ડેટવાળા વધેલા પ્રોડકટ, ન વેચાયેલાં, ઉપભોકતાઓ દ્વારા નકારાયેલા, આ બધા ન વપરાયેલા પ્રોડકટ્સ પણ પર્યાવરણ માટે ભયજનક જ છે.

કોઈ પણ સૌંદર્ય પ્રસાધનને ખરીદતી વખતે આપણે તેની આકર્ષક અને સુંદર પેકેજિંગને જ જોઈએ છીએ. ઘણી વખત તો પ્રોડકટ્સની તુલનામાં પેકેજિંગ પર વધારે ખર્ચ કરવામાં આવે છે. પેકેજીંગને વધારે આકર્ષક અને ચમકદાર બનાવવા માટે રિ-સાઈકલ્ડ પ્લાસ્ટિકની બદલે બીજી મિશ્ર વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

આ પેકેજિંગને રિ-સાઈકલ કરવું પણ વધારે અઘરું છે. તેથી જ આ વસ્તુને સીધા લૈંડફિલમાં જ મોકલવામાં આવે છે. આ જ રીતે બ્યૂટી ઈંડસ્ટ્રી દર વર્ષે 120 બિલિયનથી પણ વધારે પેકેજિંગ યુનિટોનું ઉત્પાદન કરે છે. જે લેંડફિલમાં જઈને પર્યાવરણ માટે મોટો ખતરો સાબિત થાય છે. બ્યૂટી ઈંડસ્ટ્રીની આ સમસ્યાનું સમાધાન કરવું એટલે પ્રોડકટ્સની પેકેજિંગની માત્રા સાવ ઓછી કરી નાખવી કે સાવ રદ કરી નાખવી.

આનાથી આ ઈંડસ્ટ્રીથી ઉત્પન્ન થનારો કચરો ઘણી માત્રામાં ઓછો કરી શકાશે. લોકોમાં એ જાગરુકતા લાવવી જરૂરી છે કે સૌંદર્ય પ્રસાધનો ખરીદતી વખતે આકર્ષક અને મોંઘા પેકેજિંગવાળા પ્રોડકટ્સની બદલે એવા પ્રોડકટસ પસંદ કરો જેની પેકેજિંગ ઓછી હોય. શૈંપૂના નાના પેકેટની બદલે એવા શેમ્પૂ લો કે જે પ્લાસ્ટિકની બોટલમાં મળતાં હોય કે જેના રિ-યૂઝ તેમ જ રિ-સાઈકલ થઈ શકે.

રિ-યૂઝ
આ ઈંડસ્ટ્રીથી જોડાયેલાઓને પેકેજિંગની નવી નવી ટેકિનક લાવવી જોઈએ જેમાં રિટર્ન અને રિફિલ જેવા ઓપસન્સ હોવા જોઈએ. જેથી કરી પેકેજિંગ અને કંટેનરોને રિ-સાઈકલિંગ કરતા પહેલાં જ બીજી વખત પણ વાપરવામાં આવે. આનાથી સૌંદર્ય પ્રોડકટ્સને પેક કરવા માટે વપરાતા પ્લાસ્ટિકની માત્રા પણ ઓછી થશે. આનાથી શિપિંગ અને પ્રોડકટસની કિંમત પણ ઓછી થઈ શકે છે. આ ઉપભોકતાઓએ તેમના માઈન્ડસેટ બદલવાની જરૂર છે.

આમ જોઈએ તો બ્યૂટી ઈંડસ્ટ્રી નવું શું લાવીએ તે સિધ્ધાંત પર જ આધારિત છે. નવું ક્રીમ પહેલાની સરખામણીમાં વધારે સારી હશે. આને જલ્દી પૂરી કરી નવી ક્રીમ ખરીદીયે. આ માઈંડસેટને પણ બદલવાની જરૂર છે. આના લીધે જ ન વપરાયેલા બ્યૂટી પ્રોડકટ્સ લૈંડફિલનું એક મુખ્ય કારણ બને છે. આ બ્યુટી પ્રોડકટસમાં વાષ્પશીલ કાર્બનિક સંયોજનો હોય છે, જે કાર્બનડાયોકસાઈડ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે.

આ પર્સનલ કેર પ્રોડકટસમાં પાલ્મ ઓઈલનો પણ ભરપૂર વપરાશ કરવામાં આવે છે. એક જાગરૂક ઉપભોક્તા હોવાને કારણે પર્યાવરણને સાચવવા માટે આવા પ્રોડકટ્સને ઓછા ખરીદવા જોઈએ. એવાં સૌંદર્ય પ્રસાધનો ગોતવા કે જે મલ્ટી પરપઝ હોય, અથવા તો એવા પ્રોકટસ લેવા કે જે ઓછી માત્રામાં કાર્બનડાયોકસાઈડ ઉત્પન્ન કરે અને જેમાં પામ ઓઈલનો સૌથી ઓછોે ઉપયોગ થયો હોય.

આ પ્રોડકટ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે, કે જેવો આનો ઉપયોગ ચાલુ કરીએ કે તરત જ એકસપાયરી ડેટ આવી જાય છે જેને લીધે તે પ્રોડકટસ આપણાં માટે નુકસાનકારક સાબિત થાય છે. તેથી જ જેટલી જરૂર હોય તેટલા પ્રોડકટ્સ જ લેવા. જો કોઈ પ્રોડકટ્સ ન વાપરવાના હોવ તો તેને લૈંડફિલમાં નાખવાને બદલે કોઈને દાન કરી દેવું.

આપણ વાંચો : ફોકસ : હાઈ હિલ એટલે હાઈ રિસ્ક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button