ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

શિર્ષકના વિભિન્ન પ્રકાર

ફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું નામ પાડવામાં આવે છે. જ્યારે ફિલ્મોમાં આનાથી ઊંધું હોય છે, પહેલાં નામ રાખવામાં આવે છે અને ફિલ્મ પછી તૈયાર થાય છે.

ચરિત્રોના નામ પર શીર્ષક

ફિલ્મોના નામ રાખવા માટેનો સીધો રસ્તો એવો છે કે ફિલ્મનું શીર્ષક ફિલ્મના પાત્રના ચરિત્રના નામ પરથી રાખી દેવામાં આવે. જેમ કે ‘દેવદાસ’, ‘હીર-રાંઝા’, ‘અનારકલી’, ‘ગંગા-જમના’, ‘અમર અકબર એન્થની’ વગેરે વગેરે. આવા પ્રસ્તાવમાં એક મોટી શરત એ પણ છે કે આવી રીતે જ્યારે શિર્ષક આપવામાં આવે ત્યારે એવી ફિલ્મોમાં ત્રણમાંથી બે પોપ્યુલર હોવા આવશ્યક છે, જેમ કે આજે કોઈ નિર્માતા દેવદાસ બનાવવા માગતો હોય તો દેવદાસ તો પોપ્યુલર છે જ, સાથે જ દેવદાસ બની રહેલો કલાકાર અથવા તો દેવદાસ બનાવનારો નિર્માતા બેમાંથી કમ સે કમ એક પોપ્યુલર હોય તે આવશ્યક છે. ત્યારે જ ફિલ્મ બનશે અને ચાલશે. અગર દેવદાસ ફિલ્મ કોઈ ચરણદાસ બનાવી રહ્યો છે અને તેમાં દેવદાસની ભૂમિકા માટે કોઈ પ્રેમદાસને લઈ લેવામાં આવે તો ચરણદાસ અને પ્રેમદાસ તો ડૂબશે જ સાથે દેવદાસને પણ લઈને ડૂબશે.

દર્શકોની માગણી અનુસારના શીર્ષક
ફિલ્મ ઉદ્યોેગના ઈતિહાસમાં એક સમય એવો હતો જ્યારે દિલીપ કુમાર સાહેબ, રાજકપૂર સાહેબ અને દેવાનંદ સાહેબ વચ્ચે ભારે સ્પર્ધા ચાલતી રહેતી હતી. આનાથી પણ વધુ સ્પર્ધા ચાલતી હતી તેમના ચાહકોની વચ્ચે. તેમના દર્શકો (ચાહકો)ની માગણી સમક્ષ ઝૂકી જઈને ફિલ્મોના નામ રાખવામાં આવતા હતા. આના માટેની એક જાણીતી
કથા છે-
રાજ સાહેબે મેરા નામ જોકર ફિલ્મની જાહેરાત કરી નાખી તો દિલીપ સાહેબ અને દેવાનંદ સાહેબના કેમ્પમાં ભારે હલચલ થઈ ગઈ હતી. થોડા દિવસો બાદ દેવાનંદ કેમ્પ દ્વારા જોની મેરા નામ ફિલ્મની જાહેરાત કરીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. તેના થોડા દિવસો બાદ દિલીપ કુમાર કેમ્પ દ્વારા પણ આવા જ એક નામની ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, તે ફિલ્મનું નામ હતું ગોપી મેરા નામ. જોકે ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે તેનું નામ ટુંકું થઈ ગયું હતું અને દર્શકોને જોવા મળી હતી ગોપી. તો સ્થિતિ એવી છે કે ક્યારેક દર્શકોને પસંદ પડે એવા નામ રાખવા પડતા હોય છે. કેમ કે વાસ્તવમાં તો દર્શક જ ફિલ્મવાળાઓનો અસલી માય-બાપ હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…